હિમોગ્લોબિન વિશે વાત કરતા પહેલા આપણે તે જાણવું જરૂરી છે કે તે શું છે અને તેનાથી કોના માટે નુકસાનકારક હોઈ શકે છે. નિષ્ણાતો એવું માને છે કે હિમોગ્લોબિન મોટાભાગે સ્ત્રીઓ અને વૃદ્ધોમાં કે ઓછું જોવા મળે છે.
પરંતુ તેની ઉણપ પુરૂષોમાં પણ ક્યારેક જોવા મળે છે. હિમોગ્લોબિનની ઉણપ દર્શાવે છે કે તમારા શરીરમાં આ ખાસ પ્રકારનું પ્રોટીન ઓછું થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન જ છે. તે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળે છે અને સમગ્ર શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.
જ્યારે આ પ્રોટીન શરીરમાં ઓછું થઇ જાય છે ત્યારે શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે. ત્યારે એનિમિયાનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે જરૂરી છે કે અમુક વસ્તુઓનું સેવન નિયમો પ્રમાણે કરવામાં આવે.
1. કેટલી હોવી જોઈએ માત્રા : મહિલાઓ અને પુરુષોને હિમોગ્લોબિનની અલગ-અલગ માત્રાની જરૂર હોય છે. જો પુરુષોમાં હિમોગ્લોબિન 13.5 gm/dl અને સ્ત્રીઓમાં 12 gm/dl કરતાં ઓછું હોય તો તેને એનિમિયામાં ગણવામાં આવે છે.
2. ભોજનમાં પ્રોટીનનો સમાવેશ કરો : હિમોગ્લોબિન શરીરમાં યોગ્ય માત્રામાં રહે તે માટે જરૂરી છે કે તમે ખોરાકમાં પ્રોટીનનો પણ સમાવેશ કરો. આ માટે તમારે માછલી અને ઈંડાની સાથે તમામ પ્રકારની ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ. આ સાથે કઠોળ, ચણા, રાજમા અને છોલે વગેરેનો પણ સમાવેશ કરવો જોઈએ.
3. વિટામિન સી : તમારે હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે વિટામિન સી વાળા ફળો ખાવા જોઈએ. તેનાથી શરીરમાં આયર્નનું અવશોષણ વધે છે. તમારે સંતરા, ટામેટાં વગેરેનું સેવન કરવું જોઈએ.
4. આયર્ન જરૂરી છે : યાદ રાખો તમારા આહારમાં આયર્નની માત્રા ભરપૂર હોવી જોઈએ. આ માટે તમારે લીલા પાંદડાવાળા શાકભાજીની સાથે ડ્રાય ફ્રૂટ્સ જેવા કે કિસમિસ, ખજૂર અને ગોળ ખાવાનું શરુ કરવું જોઈએ.
5. ફોલિક એસિડ : બી-કોમ્પ્લેક્સ વિટામિન ફોલિક એસિડ લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. તેથી તેનું સેવન પણ વધારવું જોઈએ. આ માટે તમારે મગફળી, ચિકન, અંકુરિત અનાજ વગેરેને તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.