how to increase children's height by food
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમારા બાળકની ઊંચાઈ નથી વધી રહી તો હોઈ શકે છે કે બાળકને શારીરિક વિકાસ માટે આહારમાંથી જરૂરી પોષક તત્વો ન મળી રહ્યા હોય. શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે બાળકોને અનેક બીમારીઓ ઘેરી લેવાની સાથે સાથે તેની અસર તેમની ઊંચાઈ પર પણ પડે છે. એટલા માટે તમારા બાળકને બાળપણથી જ તમામ પ્રકારના લીલા શાકભાજી, ફળો અને આરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાની ટેવ પાડો.

(1) દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ : દૂધમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સિવાય દૂધમાં પ્રોટીન પણ ભારપરુ માત્રામાં હોય છે જે બાળકના શરીરમાં કોષોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેથી બાળકોને દરરોજ એક ગ્લાસ દૂધ જરૂર પીવા આપો.

દૂધ સિવાય પણ તમે બીજી ડેરી પ્રોડક્ટ, જેમ કે પનીર, દહીં, ચીઝ વગેરે પણ વિટામિન A, B, D અને E તેમજ પ્રોટીન અને કેલ્શિયમના સમૃદ્ધ સ્ત્રોત છે, જે બાળકની ઊંચાઈ વધારવામાં ઘણી મદદ કરશે.

(2) લીલા પાંદડાવાળા શાકભાજી : મેથી, પાલક, કોબી જેવાં લીલા પાંદડાંવાળાં શાકભાજીમાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં પોષક તત્વો હોય છે, જે બાળકના શરીરને પૂરતું પોષણ આપે છે અને બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરે છે.

(3) ઇંડા : ઈંડા પ્રોટીનથી ભરપૂર હોવાથી પોષણનું પાવરહાઉસ પણ કહે છે. એક અભ્યાસ મુજબ દરરોજ બે ઈંડા ખાવાથી બાળકોની હાઈટમાં વધારો થાય છે અને ઈંડાની જરદીમાં હેલ્દી ફૈટ હોય છે, જે બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે.

(4) સોયાબીન : સોયાબીનમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે બાળકના કોષો અને હાડકાંના નિર્માણ અને વિકાસમાં મદદ કરવાની સાથે બાળકની ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે.

(5) શક્કરીયા : શક્કરિયામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થો હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને આંતરડા માટે સારા બેક્ટેરિયાના નિર્માણમાં મદદ કરે છે. શક્કરિયા એ વિટામિન સી, મેંગેનીઝ, વિટામિન બી6 અને પોટેશિયમનો સારો સ્ત્રોત હોવાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે.

(6) આમળા : આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે, જે બાળકોની ઊંચાઈ વધારવામાં પણ મદદરૂપ છે. શરીરમાં હોર્મોન્સ સંતુલિત રાખવાની સાથે તે મગજને પણ તેજ બનાવે છે.

(7) ઓટ્સ : ઓટ્સમાં વિટામિન B, E, પોટેશિયમ અને ઝિંક પણ હોય છે જે બાળકોના મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે બાળકોની પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને આ સાથે જ તેમાં રહેલું પ્રોટીન બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે.

(8) બદામ : બદામમાં વિટામિન અને મિનરલ્સ સહિત ઘણા પોષક તત્વો છે, જે બાળકોની ઊંચાઈ વધારવામાં મદદ કરી શકે છે. તેમાં હેલ્ધી ફેટ, ફાઈબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ અને વિટામિન-ઈ પણ હોય છે જે એકંદરે બાળકોના હાડકાં માટે ફાયદાકારક છે.

(9) બેરીઝ : રાસબેરી, બ્લેકબેરી, બ્લુબેરી અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ બેરી પેશીઓને રિપેર કરે છે અને બાળકોની ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે.

(10) કઠોળ : કઠોળમાં પ્રોટીન અને ફાઇબરનું ખુબ જ વધુ હોય છે અને ચરબી પણ ઓછી હોય છે, જે વધતા બાળકોના શારીરિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે.

(11) સૅલ્મોન માછલી : આ માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે. આ ઓમેગા-3 ફેટી એસિડને હૃદયના સારા સ્વાસ્થ્ય તેમજ શારીરિક વૃદ્ધિ અને વિકાસ માટે સારું માનવામાં આવે છે. કેટલાક સંશોધકો માને છે કે ઓમેગા -3 ફેટી એસિડ્સ હાડકાની મજબૂતી માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકોમાં ઊંઘની સમસ્યા પણ દૂર થઇ શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા