અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા બધાના જીવનમાં એક દિવસ એવો તો આવે જ છે જ્યારે નકારાત્મકતા આપણને ઘેરી લે છે અને આપણે ખોટા વિચારોમાં ઘેરાઈ જઈએ છીએ. આપણે તેમાંથી બહાર નીકળવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ આપણે તેમાંથી બહાર નથી નીકળી શકતા. ઈન્ટરવ્યુમાં જતા પહેલા તમારા મનમાં પણ વિચાર આવતો હશે કે ફેઈલ થઈ જઈશ તો, પાસ નહિ થાઉં તો.

તમે માનો કે ના માનો પણ આ ડરના કારણે દરેક વ્યક્તિ આ વિચારમાંથી પસાર થયો જ હશે. પરંતુ વારંવાર આ વસ્તુઓમાંથી પસાર થવાથી તમે ચિંતા અને હતાશા તરફ દોરી જાઓ છો. આ વારંવાર આવતા નકારાત્મક વિચારો તમને ફક્ત નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેને ઓટોમેટિક નકારાત્મક વિચારો કહેવાય છે.

તેઓ આપણને આપણી આસપાસની જગ્યા પર અંધારું છે તેવો અહેસાસ કરાવે છે. નકારાત્મક વિચારો એવા વિચારો છે જેના કારણે આપણે આશા ગુમાવી દઈએ છીએ. નકારાત્મક વિચાર સામાન્ય રીતે પોતાની જ ટીકા કરાવી સમાન છે. નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માટે તમે કઈ ટિપ્સ અપનાવી શકો છો તે જાણો.

ટિપ્સ 1 – મેડિટેશન છે સારો ઉપચાર : મેડિટેશન તમારા મનને શાંત કરે છે તેથી તમારે દરરોજ મેડિટેશન કરવું જોઈએ. મેડિટેશન કરવાથી તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને નકારાત્મક વિચારોથી છુટકારો મેળવી શકો છો. તે આપણી ચિંતાને ઘટાડી શકે છે અને એકાગ્રતા, મનોવૈજ્ઞાનિક કલ્યાણમાં સુધારો કરી શકે છે.

ટિપ્સ 2 – ડાયરી લખો : જો તમે તમારી વાતો અથવા તમારો ડર કોઈની સાથે શેર નથી કરી શકતા તો તમારી પોતાની સાથે શેર કરો. તમારા મનમાં જે પણ નકારાત્મક વિચારો આવે છે તેને એક ડાયરીમાં લખો. તમે શા માટે આવો વિચાર કર્યો છે તેનું કારણ પણ સ્પષ્ટપણે ડાયરીમાં લખો.

શું આ વિચારો સારા છે કે કેમ…તે વિચારો વિશે વિચારીને તમને કેવું લાગે છે તે પણ લખો અને આ રીતે દરરોજ લખવાનો પ્રયાસ કરો. આનાથી તમે સમજી શકો છો કે તમને તમારા ડર અને નકારાત્મક વિચારોનું કારણ શું છે.

ટિપ્સ 3 – તમને શોખ હોય તેના પર ધ્યાન આપો : જે લોકો દરરોજ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વિતાવે છે તેઓ આ નકારાત્મક વિચારોમાં સમય ના પસાર કરતા લોકો કરતાં વધારે હકારાત્મક સુખ ધરાવે છે. નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માટે તમારો સમય શોખ, જે કાર્યમાં રુચિ હોય તેમાં કાઢો. દાખલા તરીકે ગાર્ડનિંગ, સ્કેચિંગ, ડાન્સિંગ, સિંગિંગ, તમને જે ગમે તે કરો. તેનાથી તમારું મન પણ શાંત થશે અને નકારાત્મક વિચારો પણ તમારા મનમાંથી નીકળી જશે.

ટિપ્સ 4 – રીમાઇન્ડર્સ સાથે તમારી જાતને પ્રોત્સાહિત કરો : તમે દિવસમાં કેટલી વાર તમારું પોતાનું જ મૂલ્યાંકન કરો છો. તમારી કોઈ નાની ઉપલબ્ધી માટે તમે કેટલી વાર ખુશી અનુભવો છો? તમારી પ્રશંસા કરવી અને શાબાશી આપવી એ પણ નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેતી નથી.

તમે પોતાની જાતને થોડા થોડા સમય માટે પ્રોત્સાહિત કરો. ઉદાહરણ તરીકે, તમારે કોઈ મિટિંગ છે તો પોતાને કહો કે, આ એક સરસ મીટિંગ થવાની છે અથવા આ મિટિંગમાં તમે વધારે સારું કરશો. આવા રીમાઇન્ડર્સ તમને થોડો પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે અને તે નકારાત્મક વિચારો દૂર કરવામાં મદદ કરી શકે છે.

જો તમે પણ આવા જ નકારાત્મક વિચારોથી ઘેરાયેલા છો અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોય તો તમારા જીવનમાં આ ટિપ્સ અપનાવો અને તમારા માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. અમને આશા છે કે તમને આ રસપ્રદ માહિતી જરૂર ગમી હશે. તો આવી જ વધારે માહિતી ઘરે બેસીને મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા