શિયાળામાં હવામાન ખૂબ જ ઠંડુ હોવાને કારણે ત્વચા અને વાળ બંને શુષ્ક થવા લાગે છે. ખાસ કરીને આ ઋતુમાં જ્યારે આપણે તડકામાં બેસીએ છીએ તો તેની અસર ત્વચા અને વાળ પર સૌથી વધુ જોવા મળે છે. તમને શિયાળામાં તડકામાં બેસવાનું ગમતું હશે, પરંતુ તેનાથી ત્વચામાંથી તમામ ભેજ દૂર થઇ જાય છે.
ચહેરાની સાથે સ્કેલ્પ પણ ડ્રાય થઈ જાય છે, જેના કારણે વાળને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઇ જાય છે. એટલું જ નહીં વાળ તૂટવા અને ખરવા લાગે છે. આવું ન થાય તે માટે શિયાળાની ઋતુમાં વાળની બાકીની ઋતુ કરતા વધારાની કાળજી લેવી ખૂબ જ જરૂરી બની જાય છે.
જો તમે પણ વાળ ખરવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું કે આ શિયાળાની ઠંડી ઋતુમાં તમે વાળના ઘરગથ્થુ ઉપચાર કેવી રીતે કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
તેલની થેરાપી : ખરેખર, શિયાળામાં શુષ્કતાને કારણે ખોપરી ઉપરની ચામડીમાં પોપડી જામી જાય છે અને તેના કારણે ડેન્ડ્રફનો જન્મ થાય છે. ડેન્ડ્રફને કારણે ઘણીવાર વાળ પણ ખરવા લાગે છે. ડેન્ડ્રફ અને બેમુખવાળા વાળ માટે ગરમ તેલ ખૂબ જ ઉપયોગી છે.
અઠવાડિયામાં એક કે બે વાર શુદ્ધ નારિયેળનું તેલ ગરમ કરીને વાળ અને માથાની ચામડી પર લગાવો. પછી એક ટુવાલને ગરમ પાણીમાં બોળીને નિચોવીને માથા પર લપેટી લો. તેને 5 મિનિટ માટે રહેવા દો અને આ પ્રક્રિયાને 3 થી 4 વખત પુનરાવર્તિત કરો. તેલને આખી રાત રહેવા દો.
જો માથામાં ડેન્ડ્રફ હોય તો, બીજા દિવસે સવારે માથા પર એક લીંબુનો રસ લગાવો અને 15 મિનિટ પછી વાળ ધોઈ લો. વાળ ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં. શેમ્પૂ કર્યા પછી, એક મગ પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને તેનો ઉપયોગ કરો.
માથાની મસાજ કરો: જો તમે વાળમાં ગરમ તેલ લગાવી રહ્યા હોવ તો હેડ મસાજ કરો. તેનાથી વાળ અને સ્કેલ્પને ઘણો ફાયદો થાય છે. પરંતુ ધ્યાન રાખો કે તમારે બહુ ઝડપથી માલિશ ન કરો. મસાજ કરવા માટે તમારી આંગળીઓનો ઉપયોગ કરો. આ ખોપરી ઉપરની ચામડી પર રક્ત પરિભ્રમણને સુધારે છે, જેના કારણે મૂળથી વાળને મજબૂત બનાવે છે.
માથાની મસાજ કર્યા પછી વાળમાં તેલને થોડી વાર રહેવા દો અને પછી વાળ ધોઈ લો. ધ્યાનમાં રાખો કે તમારે તમારા વાળના પ્રકાર અનુસાર શેમ્પૂ પસંદ કરવાનું છે. કેમિકલવાળા શેમ્પુનો ઉપયોગ કરવાનું ટાળો.
કન્ડિશનરનો ઉપયોગ કરો : શેમ્પૂથી વાળ ધોયા પછી તમારે વાળમાં કન્ડિશનરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આનાથી તમારા વાળ મુલાયમ, ચમકદાર અને વ્યવસ્થિત બને છે. જો તમારા વાળ શુષ્ક હોય તો શેમ્પૂ પછી ક્રીમી કંડીશનર લગાવો. થોડી માત્રામાં લો અને તેને હળવા મસાજ સાથે ભીના વાળમાં લગાવો.
કંડીશનરને વાળમાં બે મિનિટ સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. જો તમે ઈચ્છો તો વાળમાં લીવ-ઓન કંડિશનર અથવા હેર સીરમ પણ લગાવી શકો છો. શેમ્પૂ કર્યા પછી વાળને ટુવાલથી ઘસી ઘસીને સુકવવાનું ટાળો.
તમે વાળને સૂકવવા માટે, તમારા વાળને ટુવાલમાં લપેટો અને તેને વધારાનું પાણી શોષવા દો. જો વાળ શુષ્ક હોય તો વાળમાં ટુવાલને દબાવો નહીં. જો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરો છો, તો તેને તમારા વાળથી ઓછામાં ઓછા 10 ઇંચ જરૂર દૂર રાખો. હેર ડ્રાયરથી વાળને સંપૂર્ણપણે સુકાવશો નહીં, તેને કુદરતી રીતે સુકાવા દો.
આશા છે કે તમને અમારો આ લેખ શિયાળામાં જરુરુ ઉપયોગી થશે.જો તમે આવા જ બ્યુટી સબંધિત લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.