હેલ્દી ગુલાબી હોઠ કોઈપણ વ્યક્તિના ચહેરાને આકર્ષક બનાવે છે પણ દરેકના હોઠ ગુલાબી નથી હોતા. દરેક વ્યક્તિની સ્કિન અલગ હોય છે તે જ રીતે હોઠનો રંગ પણ દરેક વ્યક્તિમાં અલગ હોય છે. ક્યારેક હોઠના રંગ અથવા તેની સ્થિતિમાં ફેરફારઆપણને સૂચવે છે કે હોઠને વધુ કાળજી રાખવાની જરૂર છે.
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હોઠ પર કાળાશ કેમ આવી જાય છે? ઘાટા હોઠ હાયપરપીગ્મેન્ટેશન અથવા વધારે મેલાનિનનું કારણ હોઈ શકે છે. આ સિવાય આ લેખમાં અમે તમને એવી 5 આદતો વિશે જણાવી રહ્યા છીએ જે ધીમે ધીમે તમારા હોઠને કાળા કરવામાં મદદ કરે છે.
“કેટલાક લોકોને હોઠ કાળા થવા એ સમય સાથે મેડિકલ અને જીવનશૈલીના પરિબળોનું પણ કારણ હોઈ શકે છે. કાળા હોઠના કારણો અને તેમને સામાન્ય કરવાના કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જાણવા માટે આ લેખ આખો વાંચો.
હોઠને મોઇશ્ચરાઇઝ નથી કરતા : સૂકા અને ફાટેલા હોઠ તે હોઠનો રંગ બગાડી દે છે. હોઠને સ્વસ્થ રાખવા માટે તમારે તેને હાઇડ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે . હોઠના પોષણ માટે સારા લિપ બામ લગાવો. આપણી ત્વચા 60% પાણીથી બનેલી છે અને તેને સતત પાણીની જરૂર હોય છે. હોઠની ચામડી સૌથી વધારે પાતળી હોવાથી વધુ પાણી ગુમાવે છે. આમ મોઇશ્ચરાઇઝિંગ તેમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને તેની નમી જાળવી રાખવામાં મદદ કરે છે.
મૃત ત્વચા દૂર ના કરવી : ફાટેલા અને સૂકા હોઠથી છુટકારો મેળવવા માટે તમારે ડેડ સ્કિનને દૂર કરવી અને તમારા હોઠને સ્વસ્થ રાખવા માટે દરરોજ એક્સ્ફોલિયેટ કરવું આવશ્યક છે. એક્સ્ફોલિયેશન ફક્ત તમારા ચહેરા અને શરીર માટે જ નહીં પણ હોઠ માટે પણ જરૂરી છે. તમારા ચહેરાની જેમ હોઠની ત્વચા પણ દરરોજ ડેડ સ્કિન સેલ્સ ઉત્પન્ન કરે છે.
આ મૃત ત્વચા કોષોનું આ નિર્માણ ગંદકી અને પ્રોડક્ટને ફસાવે છે, જેના કારણે ડલ અને કરચલીવાળું ત્વચાનું સ્તર બનાવે છે. આજ રીતે આપણે દરરોજ અશુદ્ધિઓના આ સ્તરને દૂર કરવા જોઈએ કારણ કે તે નવા ફ્રેશ સેલ્સ (કોષો) નો વિકાસ સારી રીતે કરી શકે. આ તમને સ્વસ્થ અને ગુલાબી હોઠ દેખાવાનું શરુ કરશે.
ધૂમ્રપાન કરવું : હોઠ કાળા થવા પાછળનું એક કારણ ધૂમ્રપાન કરવાની આદત પણ છે. તમાકુના ધુંવાડામાં નિકોટિન અને બેન્ઝોપાયરીનનું પ્રમાણ શરીરને મેલેનિન ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન આપે છે, જે હોઠને કાળા બનાવી શકે છે.
આ ફેરફારો ધીમે ધીમે સમયની સાથે અને ધૂમ્રપાનની આદતની તીવ્રતા સાથે થાય છે. નિષ્ણાતના જણાવ્યા અનુસાર, “એકવાર તમે સિગારેટ પીશો તો નિકોટિનનો ધુમાડો અને ટાર હોઠ પર આવી જાય છે જે છેવટે વિકૃતિકરણનું કારણ બની જાય છે.”
ઓછી હોઠની સંભાળ લેવી : તમારા હોઠની કાળાશને દૂર કરવા માટે તમે દરરોજ રાત્રે બદામના તેલથી માલિશ કરી શકો છો. દરરોજ મસાજ કરાવથી લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે અને તમારા હોઠને હેલ્દી રાખે છે.
અને જ્યારે વાત ત્વચાની સંભાળની આવે છે, ત્યારે આપણે હોઠની સંભાળ લેવાનું છોડી દઈએ છીએ. મોઇશ્ચરાઇઝિંગથી લઈને એક્સ્ફોલિયેશન સુધી તમારે તમારા સ્કિન કેર રૂટિનમાં હોઠને સામેલ કરવા જોઈએ.
સૂર્યનકિરણો થી બચવું : તમારી ત્વચાની જેમ જ તમારા હોઠ પણ સનબર્ન થઈ શકે છે. એટલા માટે તમારે તમારા હોઠને સૂર્યના યુવી કિરણોથી બચાવવા જોઈએ. એવો લિપ બામ લગાવો કે જેમાં એસપીએફ 30 હોય.
છેલ્લે, શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ 5 આદતોને કારણે તમારા હોઠ પર કાળાશ આવી શકે છે. તેથી આ આદતોને અપનાવવાનું ટાળવું જોઈએ..