જો એવું કહેવામાં આવે કે સારી તંદુરસ્તી ધરાવતી સ્ત્રી જ નસીબદાર છે, તો તે ખોટું નહીં હોય. હા, સ્વસ્થ શરીર અને સ્વસ્થ કાયા જીવનની સૌથી મોટી ખુશી છે. આરામના ઘણા સાધનો છે, પરંતુ જો તમારું શરીર તંદુરસ્ત નહિ હોય તો તમે તે સુવિધાઓનો આનંદ નથી માણી શકતા.
આજના સમયમાં આપણું ભોજન અને જીવનશૈલી એવી બની ગઈ છે કે કોઈને કોઈ રોગ આપણને પરેશાન કરતો રહે છે પણ કેટલીક નાની હેલ્થ ટિપ્સ અપનાવીને તમે તમારી જાતને ફિટ અને હેલ્ધી રાખી શકો છો. તો ચાલો જાણીયે.
ખોરાક હંમેશા ચાવીને ખાવો જોઈએ જેથી તમારા દાંત વધુ કામ કરવું પડે અને પેટને ઓછું કામ કરવું પડે. રોટલી ઓછી ખાવી જોઈએ અને શાક વધુ ખાવું જોઈએ. કેટલાક લોકોની આદત હોય છે કે તે લોકો જમતી વખતે ટીવી જોતા હોય છે પરંતુ ખાતી વખતે ટીવી જોવાની ટેવ સારી નથી.
શરીરમાં વિટામિન ડીનો અભાવ ના થવા દેવો હોય તો દરરોજ ચોક્કસપણે સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસો. વધારે પડતી કેલરી લેવાનું ટાળો. તમે કોલ્ડ્રિન્કની જગ્યાએ લીંબુ શરબત અને સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરી શકો છો. કોઈ એક દિવસે તમારી પસંદગીનો ખોરાક જરૂર ખાઓ.
જમતી વખતે નાની પ્લેટનો ઉપયોગ કરો અને બીજી વખત ખાવાનું ખાવાથી ટાળો. જો તમારો ઉદ્દેશ વજન ઘટાડવાનો છે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે સંતુલિત આહાર લેવો જોઈએ જેથી શરીરમાં કોઈપણ પ્રકારના પોષક તત્વોની ઉણપ ન રહી જાય.
ભોજનનો ચોક્કસ સમય નક્કી કરો અને દરરોજ એક જ સમય પર ખાઓ. રાત્રિભોજન હળવું ખાઓ અને સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા જામી લેવાનો પ્રયત્ન કરો. ભોજનનો સમય ટાળશો નહીં, કારણ કે આ તમારી ભૂખને વધારશે અને તમે વધુ ખોરાક લેશો.
ખોરાકની ઉપર મીઠું નાખવાનું ટાળો કારણ કે તે ઝેર બનીને કામ કરે છે. ઘણી સ્ત્રીઓને વહેલી સવારે પથારીમાં જ ચા અથવા કોફી પીવાની આદત હોય છે. આ એસિડિટી અને જલનનું કારણ બને છે. ભોજનની સાથે ફળો ખાવાનું ટાળો કારણ કે તે સુગરને ડબલ કરે છે.
રાત્રે ડિટોક્સ પાણી જરૂર લો જેથી તમારું શરીર સારી રીતે ડિટોક્સિફાય થઇ જાય. દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરેલું રાખો અને તેને સવારે ખાલી પેટ પી જાઓ.
જો તમને દિવસ દરમિયાન ચા પીવાનું મન થાય છે, તો પછી ગ્રીન ટી અથવા લેમન ટી જેવી હર્બલ ચા પીવો જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જમતી વખતે પાણી ન પીવું જોઈએ, ભોજનની 15 મિનિટ પહેલા પાણી પીવું જોઈએ, તે પાચન સારું રાખે છે અને જો તે પાણી હૂંફાળું હોય તો તે વધુ સારું રહે છે. રાહ શેની જુઓ છો, આજથી જ આ નાની નાની ટિપ્સ અપનાવો અને સ્વસ્થ બનો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.