health tips for long life
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે જો તમારું સ્વાસ્થ્ય અંદર અને બહારથી સ્વસ્થ નથી તો તમે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકશો નહીં. દુર્ભાગ્યની વાત એ છે કે આપણામાંની મોટાભાગની મહિલાઓ જ્યારે બીમાર પડવાનું શરૂ કરે છે ત્યાં સુધી સારા સ્વાસ્થ્યનું મહત્વ સમજી શકતી નથી.

આ એક ભૂલ છે જે ગંભીર સમસ્યાઓ તરફ તમને દોરી શકે છે. તેથી તમારે તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. સ્વસ્થ જીવનનું રહસ્ય સુખમાં રહેલું હોય છે અને જો તમે ખુશ નથી તો તમે કદાચ સ્વસ્થ નહિ હોય. વધારે વિચારવાને બદલે આ 5 બાબતો પર એક નજર નાખો કે કેવી રીતે મહિલાઓ ખુશ અને સ્વસ્થ રહી શકે છે.

સામાજિક બનો અને મિત્રો બનાવો : ખુશ રહેવાવાળા લોકો વધુ સામાજિક હોય છે. જો તમે અંતર્મુખી છો તો પણ લોકો સાથે કામ કરવાની કોશિશ કરો. મનુષ્ય સામાજિક પ્રાણી છે અને તેને ખુશ રહેવા માટે કનેક્શનની જરૂર હોયત છે.

તમારે 10 કે 12 લોકોને જાણવાની કોઈ જરૂર નથી પરંતુ તમારે ઓછામાં ઓછા થોડા મિત્રો સાથે બહાર નીકળવું જોઈએ. ખુશ રહેવું ખૂબ જરૂરી છે કારણકે આ દુનિયા પડકારોથી ભરેલી છે. નબળાઈ અનુભવવા અને વસ્તુઓને ટાળવાને બદલે બહાદુરીથી તેમનો સામનો કરો, લડો અને મજબૂત બનો પરંતુ તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો.

સ્વચ્છતા જાળવો : તમારી સ્વચ્છતા જાળવી રાખો તે માટે અપનાવો કેટલીક ટીપ્સ. દરરોજ સ્નાન કરો અને દિવસમાં બે વખત તમારા દાંત સાફ કરો. દરરોજ સ્વચ્છ અને ફ્રેશ કપડાં પહેરો. તમારા નખની સફાઈ કરો. અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે વેક્સિંગ કરો.

જો તમારી દિનચર્યામાં જો કોઈ ખરાબ આદતો હોય તો તેને બદલવાનો પૂરતો પ્રયત્ન કરો. ધૂમ્રપાન અને દારૂ જેવી ખરાબ કુટેવોથી હંમેશા દૂર રહો, ભવિષ્યમાં કેન્સર થઇ શકે છે. તમારી આદતો બદલીને તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી રહી શકો છો.

ડાઈટ પર નજર રાખો : તમે શું ખાઓ છો અને પીવો છો તેના પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર એ ચાવી છે જેમાં તમારા શરીરને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. તમારે તમારા આહારમાં ફળો અને શાકભાજીથી માંડીને ઈંડા સુધીની દરેક વસ્તુનો સમાવેશ કરવો જોઈએ, જેથી તમારા શરીરને જરૂરી બધું મળી રહે.

જો તમે યોગ્ય અથવા સંપૂર્ણ આહાર નથી લેતા તો તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય વધુ પડતું ખાવાથી મોટાપા જેવી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. તમારે દરરોજ 2,500-3,000 થી વધારે કેલરી ના લેવી જોઈએ.

જો કે તે મોટાભાગે તમે પુરુષ છો કે સ્ત્રી, ઉંમર, ઊંચાઈ અને બીજા પરિબળો પર આધારિત છે. આ સિવાય પણ તમારે ઓઈલી ફૂડ અને પ્રોસેસ ફૂડ જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રહેવું જોઈએ અને દરરોજ ઓછામાં ઓછું 2 લિટર પાણી પીવું જોઈએ.

જે કરવા માંગો છો તે કરો : તમારા માટે પણ થોડો સમય કાઢો અને તમારે જે કરવું હોય તે કરો. એટલે કે જે વસ્તુ તમને ખુશ કરે છે તેને તમારે વધારે કરવું જોઈએ. તે પછી પુસ્તકો વાંચવાથી લઈને મૂવી જોવા સુધી કંઈપણ હોઈ શકે છે. આ બધી આદતોના તમારા પોતાના ફાયદા હોય છે. જેમ કે પુસ્તકો વાંચવાથી તમારી યાદશક્તિ તેજ થાય છે.

મૂવી જોવાથી તમે વધારે ક્રિએટિવ બની શકો છો. ગેમ્સ રમવાથી તમારામાં ધીરજ આવે છે અને સમસ્યાઓનો યોગ્ય રીતે સામનો કેવી રીતે કરવો તે શીખવાડે છે. જો તમને આમાંથી કોઈ શોખ ના હોય તો તમે કંઈક નવું શરૂ કરી શકો છો, જેમ કે ઘરમાં બગીચાકામ એ એક પણ સારો શોખ છે. આ તમને વ્યસ્ત પણ રાખશે અને તમને સ્વસ્થ રહેવા અને કંઈક નવું વિચારવા જેવા બીજા સ્વાસ્થ્ય લાભો પણ આપશે.

પુરી ઊંઘ લો : તમારે સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછી 6 થી 8 કલાકની ઊંઘની જરૂર છે. તેથી પૂરતી અને સારી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. ઓછી ઊંઘ લેવાના ગંભીર પરિણામો આવી શકે છે જેમાં ચિંતા અને હતાશા, મૂડ સ્વિંગ. ડાર્ક સર્કલ, હાઈ બ્લડ પ્રેશર અને બીજા રોગોનો સમાવેશ થાય છે.

જો તમને ઊંઘવામાં કોઈ તકલીફ પડતી હોય તો તમે ઊંઘવાના કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો જેમ કે તેલની મસાજ, ભાવનાત્મક સંગીત એટલે સ્લીપિંગ મેડિએશન સોન્ગ અને સુગંધિત મીણબત્તીઓ. આ સિવાય પણ ઊંઘમાં વિલંબ કરનાર વસ્તુઓથી દૂર રહો જેમ કે મોબાઇલ.

મેડિટેશન કરો : મેડિટેશનથી તમે ચિંતા અને હતાશાને તમારાથી દૂર કરી શકો છો. ઓફિસનું કામ અને ઘરની જવાબદારીઓ તમને તણાવ આપી શકે છે. આ માટે થોડો સમય કાઢીને મેડિટેશન કરવાનો પ્રયાસ કરો. તમે શ્વાસ લેવાની કસરતો અથવા યોગા વગેરે જેવી બીજી તકનીકો અજમાવી શકો છો.

જો તમને આ માહિતી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા