health tips for 40 year old woman
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરે પહોંચી જાય એટલે તેને વૃદ્ધાવસ્થા માને છે અને તેમની આ જ ભૂલ તેમને તેમની ઉંમર પહેલા જ વૃદ્ધ બનાવે છે. આ ઉંમરમાં પુરૂષોનું પેટ બહાર આવે છે, સ્ત્રીઓના વાળ ઓછા થવા લાગે છે, સાંધાનો દુખાવો, પેટની સમસ્યા, હાડકાની સમસ્યાઓ દેખાવા લાગે છે. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે લોકો 40 વર્ષની ઉંમર પછી પોતાના પર મહેનત કરવાનું બંધ કરી દે છે, પરંતુ આ સ્વાથ્ય માટે સારું નથી.

આ વધુળને કારણે તમે તમારી ઉંમર કરતા 10 વર્ષ મોટા દેખાવા લાગો છો. 40 વર્ષ પછી તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ બંનેનું ધ્યાન રાખવું જોઈએ અને આ માટે કેટલીક ફિટનેસ ટિપ્સને ફોલો કરી શકાય છે. આ દરમિયાન, સૌથી મહત્વની બાબત છે શારીરિક તંદુરસ્તી અને રોગોથી રોગપ્રતિકારક શક્તિ.

1. વિટામિન-ડી નું ધ્યાન રાખો : જો વિટામીન-ડીનું પ્રમાણ ઓછું હોય તો થાક, હાડકાની સમસ્યા, વાળ ખરવા, પેટ અને હાથપગમાં સોજો, પેટનું ફૂલવું અને બીજી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા શરીરના વિટામિન-ડી લેવલ પર ધ્યાન નહીં આપો તો ઉંમર પણ વધારે લાગશે.

આજકાલ લગભગ દરેક વ્યક્તિમાં વિટામિન-ડીની ઉણપ જોવા મળે છે તેથી તમારે આ વિશે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. વ્યક્તિએ દરરોજ થોડો સમય સવારના તડકામાં બેસવું જોઈએ અને જો જરૂરી હોય તો જ સપ્લીમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ.

2. ભૂખ્યા રહેવાથી વજન ઘટશે નહીં : તમારે ફિટનેસ માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી અને આ ઉંમરે તમે તમારા શરીરને સારું પોષણ આપો તે ખૂબ જ જરૂરી છે. જો તમે વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું બંધ કરો છો તો સમસ્યા વધે છે અને તમે હંમેશા થાક અનુભવો છો.

ફિટનેસ માટે તમે યોગ્ય પ્રકારનું ડાઈટ બનાવો તે મહત્વનું છે. આ સાથે પાણી પીવાનું ભૂલશો નહીં. હાઇડ્રેશન શરીર માટે એટલું મહત્વનું છે કે જો તમારું શરીર યોગ્ય રીતે હાઇડ્રેટેડ ન હોય તો તે ત્વચા પર કરચલીઓથી લઈને કિડની અને લીવરની સમસ્યાઓ પેદા કરી શકે છે.

3. 30 મિનિટની કસરતનો નિયમ બનાવો : તમારે દરરોજ 30 મિનિટ શારીરિક કસરત કરવાની છે, પછી ભલે તે કોઈપણ પ્રકારની કસરત હોય. તેને ક્યારેય કરવાનું ચૂકશો નહીં. જો તમે તમારી ફિજિકલ ફિટનેસ પર ધ્યાન નહી આપો તો તેની અસર તમારી આખી દિનચર્યા પર પડશે.

આ ઉંમરે પેટની ચરબી ઘણી વધી જાય છે અને તેના કારણે તમારી ફિટનેસ પર ખરાબ અસર પડે છે. ફાઇટન્સે માટે જરૂરી નથી કે તમે કલાકો સુધી જીમમાં પરસેવો પાડો, ઘરે યોગ કરો, ફિજિકલ ફિટનેસ માટે કસરત કરો, ચાલવા જાઓ, સાયકલ ચલાવવું વગેરે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

4. પેટ માટે હેલ્દી ડિટોક્સ રૂટિન : સવારે ખાલી પેટ 1 ગ્લાસ નવશેકું પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. આ સિવાય તમારે તમારા આહારમાં આદુ અને લીંબુનો પણ સમાવેશ કરવો જોઈએ. ખાલી પેટે પાણીમાં લીંબુનો રસ અને આદુ મિક્સ કરીને પીવો.

100 મિલી નારિયેળના પાણીમાં એક ચપટી હળદર અને કાળા મરી મિક્સ કરીને પીવો. પાણીમાં થોડો અજમો અને એક ચપટી મીઠું પાણીમાં મિક્સ કરીને દિવસમાં એકવાર જમ્યા પછી ખાઓ.

5. ડાયટમાં બીજ અને નટ્સનો સમાવેશ કરો : 40 વર્ષની ઉંમર પછી શરીરમાં પોષણની ઉણપ જોવા મળે છે અને આવા સમયે તમારે તમારા આહારમાં બીજ અને નટ્સનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. તમારા આહારમાં કોળાના બીજ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, અખરોટ, બદામ વગેરેનો સમાવેશ કરો.

જો ખૂબ આળસ આવતી હોય તો પણ શરીરની ફાઈબર અને બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે સવારે ખાલી પેટે પલાળેલા ચિયાના બીજ લો. માત્ર 1 ચમચી ચિયા બીજને આખી રાત માટે પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તેને પાણી સાથે પીવો. આ ઉંમરે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તો આ પાંચ ટીપ્સ હતી જે તમારા વજન ઘટાડવા, સ્કિન કેર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે એકંદર ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી તરત જાદુ નહીં થાય અને તરત જ તેની અસર જોવામાં થોડો સમય લાગશે, પરંતુ જો તમે તેના પર થોડું-થોડું ધ્યાન આપશો તો ધીમે-ધીમે તમે તમારા ફિટનેસની સફળમાં આગળ વધશો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા