haldal vadhare padvi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના એન્ટિબાયોટિક ગુણો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આયુર્વેદમાં પણ તેના ઘણા ફાયદા જણાવેલ છે. તે વાતા કફ દોષોને ઘટાડવાની સાથે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.

આ બધું તો ઠીક છે પણ જો રસોઈમાં હળદર વધારે પડી જાય તો શું કરશો ? ઘણીવાર રસોઈ બનાવતી વખતે એવું બને છે કે તેમાં કેટલી સામગ્રી હોવી જોઈએ, તે ખબર નથી પડતી અને વસ્તુઓ ઓછી અને વધુ નાખી દઈએ છીએ.

હવે જો કોઈ વસ્તુ ઓછી હોય તો તેને એડજસ્ટ કરી શકાય છે, પરંતુ જો કોઈ વસ્તુ આકસ્મિક રીતે વધારે પડી જાય તો તે ખાવાનો સ્વાદ બગાડે છે. મીઠું અને મરચું જેવું વસ્તુને તો દહીં, લોટની ગોળીઓથી હજુ પણ સ્વાદ સરખો કરી શકાય છે, પરંતુ જો હળદર વધુ પડી જાય તો ખાવાનું કડવું અને જીબ બળે છે.

ખાવામાં હળદરનો ગજબનો સ્વાદ આવવા લાગે છે અને ખાવાનું બિલકુલ મન નથી થતું. તો ચાલો આજે તમને જણાવીએ કે જો હળદર ખાવામાં વધારે પડી જાય છે તો તેને કેવી રીતે સંતુલિત કરી શકાય.

બીજી વસ્તુઓને ઉમેરો

જો રસોઈમાં હળદર વધારે પડી ગઈ છે તો તેમાં બાકીની સામગ્રી વધારે ઉમેરો!. હળદરના સ્વાદને અસરકારક રીતે ઘટાડવા માટે તમે બાકીની સામગ્રીને ધીમે ધીમે ઉમેરી શકો છો, એટલે કે રેસીપીમાં ઉમેરેલા બીજા બધા મસાલાને બમણા કરી શકો છો. આના કારણે ખાવામાં ટેસ્ટ બેલેન્સ રહેશે અને હળદરની સ્મેલ વધારે નહીં આવે.

નાળિયેરનું દૂધ ઉમેરો

નારિયેળના દૂધનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. તે મુખ્યત્વે સાઉથ ઇન્ડિયન રેસિપીમાં વપરાય છે, પરંતુ જો ડીશમાં હળદર વધુ પડતી થઈ ગઈ હોય અને તેના કારણે તેનો સ્વાદ પણ કડવો લાગતો હોય તો નારિયેળનું દૂધ નાખીને થોડીવાર પકાવો. આ તમારી વાનગીમાં અનોખો અને સ્વાદિષ્ટ સ્વાદ તો ઉમેરશે અને હળદરની કડવાશ પણ દૂર કરશે.

આમચૂર અથવા આમળાનો પાવડર ઉમેરો

જો તમે તમારી વાનગીમાં આ બંને માંથી કોઈપણ એક વસ્તુ ઉમેરશો તો પણ હળદરનો સ્વાદ એકદમ સંતુલિત થઈ શકે છે. તમે આમચુરની જગ્યાએ આમળા પાવડર ઉમેરી શકો છો. આ સિવાય આમલીની પેસ્ટ અથવા પાવડર પણ સારી રીતે કામ કરશે.

ગ્રેવીમાં પાણી, દહીં અને મીઠું ઉમેરો

જો કે, ઘણા લોકો હળદર ઘટાડવા માટે શાકભાજીને ધોઈ નાખે છે અથવા મસાલા કાઢી નાખે છે. પરંતુ દર વખતે આમ કરવાથી ઘણો સમય બગડે છે અને સામગ્રીનો પણ બગાડ થાય છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ એવી ગ્રેવી બનાવતા હોવ કે જેમાં હળદર વધુ પડી હોય, તો તેમાંથી શાકને અલગ કરો અને પાણી, મીઠું અને દહીં ઉમેરીને ગ્રેવીને પકાવો.

આમ કરવાથી હળદરની થોડી કડવાશને ઘટાડી શકાય છે. જ્યારે તમારી પાસે કંઈક નવું બનાવવા માટે બિલકુલ સમય ના હોય ત્યારે તમે આ રીત અપનાવી શકો છો.

આ પણ વાંચો: જો કોઈ પણ શાકમાં હળદર વધારે પડી જાય તો અપનાવો આ કિચન ટિપ્સ, 1 જ મિનિટ માં સુધારી શકો છો

કાચા બટાકા ઉમેરો

આ રીત હળદર અને મીઠું બંનેની સમસ્યા દૂર કરી શકે છે. જો તમારા ભોજનમાં હળદર અને મીઠું બંને ઉતાવળમાં વધારે પડી ગયા હોય તો તમે આ ટિપ્સ અપનાવી શકો છો. એક કાચા બટાકાના 5 થી 6 મોટા ટુકડા કરો અને તેને તમારી ગ્રેવીમાં મૂકો અને 4-5 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.

બટાકા હળદર અને મીઠું બંનેને શોષી લેશે અને તમારા ભોજનમાંથી કડવાશને પણ દૂર કરશે. હવે જો તમે પણ તમારી દાળમાં કે શાકમાં હળદરનું પ્રમાણ વધારી દીધું હોય તો આ રીતો અજમાવીને તમે હળદરના સ્વાદને ઓછો કરી શકો છો. આ સ્વાદને સંતુલિત કરશે અને તમારા સ્વાદને બગાડે નહીં અને ખોરાક પણ વેડફાશે નહીં .

અમને આશા છે કે હળદર ઘટાડવા માટેની આ ટિપ્સ તમારા રસોઈમાં ઉપયોગી થશે. જો તમને આ જાણકારી ગમી હોય અને આવી જ વધુ ટીપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા