પાતળા વાળને જાડા કરે છે આ 5 ખોરાક, હવે તમારા વાળ ખરતા બંદ થશે અને વાળને જાડા બનાવશે આ ફૂડ

hair loss tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો, શું તમારા વાળ પણ ખૂબ પાતળા થઈ ગયા છે? જ્યારે વાળ ખરતા અટકાવવાની અને તેની સારવારની વાત આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળને અવગણના કરે છે અને એ આપણો આહાર છે.

પોષક તત્ત્વોની ઉણપઆ કારણે વાળ ખરવાનું શરુ થઇ શકે છે, પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય ખોરાક ખાવાથી વાળ જાડા અને સ્વસ્થ બની શકે છે. સ્ત્રીઓને ઘણીવાર જેમ ઉંમર વધે છે તેની સાથે વાળ ખરવાનો અનુભવ કરે છે, જેમાંથી 40 ટકા સ્ત્રીઓ વાળ પાતળા થવાનો અનુભવ કરે છે.

અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી અનુસાર સ્ત્રીઓ માટે સૌથી સામાન્ય કારણ સ્ત્રી પેટર્ન વાળ ખરવા (FPHL) છે. તે એવી સ્થિતિ છે જે લાખો લોકોને અસર કરે છે અને એમાં ખાસ કરીને 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને. વાળ ખરવાનું કારણ એક નહિ પણ તેના કારણો અલગ અલગ હોય છે.

બાળજન્મ અથવા બીજી તણાવપૂર્ણ ઘટનાઓને કારણે હોઈ શકે છે. આનુવંશિકતા, થાઇરોઇડનું સ્તર વગેરે પણ વૅલ ખરવાનું કારણ હોઈ શકે છે. વાળ ખરવાથી સ્ત્રીના ભાવનાત્મક અને આત્મવિશ્વાસના સ્તર પર ઘણી અસર પડી શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે વાળ ખરતા રહેવું એ કાયમી નથી.

તમે પણ અમુક પોષક તત્વોથી ભરપૂર ખોરાકનું સેવન વધારીને તમારા વાળને મજબૂત અને જાડા કરી શકશો. આ લેખમાં વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, પ્રોટીન, વિટામિન-ડી અને બાયોટિન ધરાવતા 5 હેર ફૂડ્સ વિશે વાત કરવાના છીએ. તેને તમારા આહારમાં સામેલ કરીને વાળ ખરતા અટકાવી શકો છો અને વાળ જાડા બનાવી શકો છો.

પાલક: પાલકમાં બીટા-કેરોટીન, ફોલેટ, વિટામિન-એ, આયર્ન અને વિટામિન-સી હોય છે. એક કપ રાંધેલા પાલકમાં લગભગ 6 મિલિગ્રામ જેટલું આયર્ન હોય છે, જે વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ લો આયર્ન એ વિશ્વમાં સૌથી સામાન્ય પોષણની ઉણપ છે. તે ઘણી જુદી જુદી રીતે વાળ ખરવા સાથે પણ જોડાયેલું છે. પાલકમાં જોવા મળતું વિટામિન A એ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જે વાળના સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નટ્સ : આ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકમાં સેલેનિયમ અને ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન E, ઝીંક સહિત વાળ ખરતા અટકાવવા માટે મહત્વપૂર્ણ એવા પોષક તત્વો હોય છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો તમારા આહારમાં નટ્સનો સમાવેશ કરો.

ઝિંક અને સેલેનિયમ એ આવશ્યક તત્વો છે જે તમારું શરીર નથી બનાવી શકતું તેથી તેને નટ્સ જેવા ખોરાકને હરામ સમાવેશ કરીને મેળવવું મહત્વપૂર્ણ છે. આ ટ્રેસ તત્વો વાળના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તેમની ઉણપના કારણે વાળ ખરવા તરફ દોરી જાય છે.

દૂધની વસ્તુઓ : જેવા ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ જેમ કે સ્કિમ મિલ્ક અને દહીં કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે, જે વાળના વિકાસ માટે એક મહત્વપૂર્ણ મિનરલ્સ છે. તેમાં છાશ પણ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન સ્ત્રોત છે. તમે તમારા નાસ્તામાં એક કપ દહીં અથવા પનીર લઇ શકો છો અને વાળ ખરતા અટકાવવા માટે ઓમેગા 3 ફેટી એસિડ્સ અને ઝિંકની તમારી જરૂરી માત્રા માટે થોડા અળસી અથવા અખરોટ ઉમેરો.

અળસીના બીજ : અળસીના બીજ તમારા વાળ માટે ખૂબ સારા છે. તે વિટામીન બી જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. વિટામિન બી તમારા વાળને ઝડપથી મજબૂત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે, તેથી તેનું દરરોજ સેવન કરવાથી તમારા વાળ સ્વસ્થ અને ઘટ્ટ દેખાશે.

વિટામીન-ઇ એક એન્ટી ઓક્સીડન્ટ છે જે અળસીના બીજમાં હાજર હોય છે. તે હેલ્દી વાળના વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ તમારા વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય અળસીના બીજમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતું લિગ્નિન એક એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે જે વાળને પાતળા થતા અને વાળને ખરતા અટકાવે છે.

આપણા ખોપરી ઉપરની ચામડી પર ફ્રી રેડિકલ્સની લાંબા સમય સુધી ચાલતી અસર હોય છે જે વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે જે વાળના વિકાસને રોકી શકે છે અને વાળના મૂળને નબળા પાડે છે. દરરોજ અળસીના બીજનું સેવન કરવાથી વાળને વધારે પોષણ અને સ્વસ્થ લાગે છે.

કાબુલી ચણા : તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ના હોવાને કારણે વાળ નબળા અને પાતળા થઈ શકે છે પરંતુ કાબુલી ચણા ખાવાથી અંદરથી બહાર આ સમસ્યા સામે લડવામાં મદદ મળી શકે છે. ચણામાં પ્રોટીન, ઝિંક,મેંગેનીઝ અને ફોલેટ જેવા પોષક તત્વો વધારે માત્રામાં હોય છે જે વાળના વિકાસમાં અને વાળ ખરતા એટ એકાવવામાં મદદ કરે છે

મેંગેનીઝ અને ઝીંક બંને પોષક તત્વો છે જેની ઉણપ પણ વાળ ખરવા તરફ દોરી જાય છે. પરંતુ આહારમાં ચણા ઉમેરવાથી મેંગેનીઝ અને ફોલેટ મેળવવામાં અને વાળને સુંદર બનાવવામાં મદદ મળી શકે છે અને તેમાં રહેલું કોપર વાળને ફરીથી ઉગાડવામાં પણ મદદ કરી શકે છે.

ધ્યાન રાખો આ બાબતો : વધારે તણાવ ના લેવો જોઈએ, હેર સ્પ્રે, જેલ અને હેર સ્ટાઇલ ક્રિમનો ઉપયોગ ના કરો. શેમ્પૂ અને કન્ડિશનરને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત અને એક જ પ્રકારનું કન્ડિશનર બદલશો નહીં.

જ્યારે તમે સૂર્યપ્રકાશ, પ્રદૂષણ અને ધૂળમાં બહાર નીકળાઓ છો ત્યારે તમારા માથાને હંમેશા ઢાંકો. વરસાદની ઋતુમાં તેને ભેજથી બચાવવા માટે લીવ-ઇન કંડિશનરનો ઉપયોગ કરો અને અઠવાડિયામાં એકવાર વાળમાં તેલની માલીસ જરૂર કરો.

તમને અમારો આ જાણકારી જરૂર ગમી હશે. જો તમને જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.