ઘણા લોકોને સમસ્યા હોય છે કે એકવાર તેમના વાળ ખરવા લાગે તો તે ફરીથી પાછા નથી આવતા હોતા. વાળ ખરવાના એક નહીં પણ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં તમારો આહાર, આનુવંશિકતા અને હોર્મોન્સ વગેરેનો સમાવેશ થાય છે.
એવી માન્યતા છે કે વાળ હંમેશા ઘડપણમાં જ ખરતા હોય છે, પરંતુ અત્યારના સમયમાં એવું નથી. વાળ ખરવા જીવનની કોઈપણ ઉંમરે ખરવા લાગે છે અને તે કિશોરાવસ્થાથી જ શરૂ થઈ શકે છે. જો માથામાં 1 લાખ વાળ હોય તો રોજના 100 જેટલા વાળ ખરતા અને વધે છે.
પરંતુ જો આ સંખ્યા 500 થી લઈને 1000 સુધી પહોંચી જાય તો આપણી પરશાની વધી જાય છે. તમારા વાળ માત્ર સુંદરતા માટે જ નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્યનો પણ એક ભાગ છે. એક્સપર્ટ ડાયટિશિયન અંજલિ મુખર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સંબંધિત માહિતી શેર કરી છે.
અંજલિ મુખર્જીએ જણાવ્યું છે કે વાળ ખરવાના કારણો શું શું હોઈ શકે છે. આમાં કામનું દબાણ , તણાવ, ગર્ભાવસ્થા, મેનોપોઝ, હોર્મોન લેવલ વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો આ લેખમાં જાણીએ વિગતવાર માહિતી.
વાળ ખરવાના કારણો આ 21 કારણો હોઈ શકે છે. (1) જિનેટિક પ્રોબ્લેમ – જો તમારા શરીરમાં કોઈ પ્રકારની આનુવંશિક સમસ્યા છે તો પણ વાળ ખરી શકે છે. (2) બાળકનો જન્મ – બાળકોના જન્મ પછી પણ માતાના વાળ ખરતા હોય છે.
(3) સોજો અને બળતરા- શારીરિક સમસ્યાઓના કારણે વાળ ખરવા લાગે છે. (4) હોર્મોનલ અસંતુલન – જો તમારા શરીરમાં હોર્મોન્સની સમસ્યા છે તો તે પણ સૌથી પહેલા વાળ પર અસર કરે છે. (5) થાઈરોઈડ – હાઈપર અને હાઈપો થાઈરોઈડની સમસ્યાથી પણ વાળ ખરવા લાગે છે.
(6) PCOD – જો તમને PCODની સમસ્યા છે તો પણ વાળ ખરી શકે છે. (7) ઓયેસ્ટ્રોજન અસંતુલન – શરીરમાં ઘણી બધી વસ્તુઓ ઉપર-નીચે થવાને કારણે પણ વાળ ખરવા લાગે છે. (8) ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ- જો તમારા શરીરમાં શુગરની સમસ્યા છે તો પણ વાળ ખરતા હોય છે.
(9) ક્રોનિક ડીજનરેટિવ ડિસીઝ – જો લાંબા સમય સુધી કોઈ સમસ્યા છે તો પણ વાળ ખરવાનું કારણ બની શકે છે. (10) ઓટોઇમ્યુન રોગ – જો તમારું શરીર આપણી રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરી શકતું નથી તો પણ વાળ ખરે છે.
(11) ડિપ્રેશન – જો તમને ડિપ્રેશનમાં રહો છો તો તેના કારણે પણ તમારા વાળ ખરી શકે છે. (12) એન્ડ્રોજન – જો તમારા શરીરમાં એન્ડ્રોજનનું પ્રમાણ વધુ છે તો પણ વાળ ખરી શકે છે. (13) પાચન સંબંધી સમસ્યાઓ – જો તમારા શરીરમાં પાચનની કોઈ સમસ્યા છે તો પણ તમારા વાળ ખરે છે.
(14) ગ્લુટેન અને લેક્ટોઝની સમસ્યા – જો તમને ગ્લુટેન પચતું નથી અથવા લેક્ટોઝની સમસ્યા છે, તો પણ વાળ ખરી જશે. (15) વિટામિન અને આયર્નની ઉણપ – જો તમારા શરીરમાં આયર્ન અને વિટામિન્સની ઉણપ હોય તો પણ વાળ ખરવા લાગે છે. (16) એન્ઝાઇમની ઉણપ – જો તમારા શરીરમાં કોઇ એન્ઝાઇમની ઉણપ છે તો પણ વાળ ખરે છે.
(17) ખરાબ ડાઈટ – જો તમે તમારા આહારમાં પોષક તત્વો યોગ્ય રીતે નથી લેતા તો પણ વાળ ખરશે. (18) વધુ પડતી વાળની ટ્રીટમેન્ટ – જો તમે ઘણી બધી હેર ટ્રીટમેન્ટ કરવો છો તો પણ તમારા વાળ ખરી શકે છે. (19) સર્જરી- કોઈપણ સર્જરી પછી અને વધુ દવાઓ લો છો તો પણ તમારા વાળ ખરવા લાગે છે.
(20) ખરાબ ઊંઘની : જો તમને ઊંઘ સંબંધિત સમસ્યા હોય અથવા તમે કોઈ કારણસર ઊંઘ સારી લેતા ન હોય તો પણ વાળ ખરશે. જો તમને પણ આ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે તો તમારે ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરવી જરૂરી છે.
આવી સ્થિતિમાં તમે કોઈપણ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવો તો પણ તે સમસ્યા દૂર થઇ શકતી નથી. જો આવી કોઈ સમસ્યા હોય તો નિષ્ણાત ડૉક્ટર જ તમારી વાળ ખરવાની સમસ્યાનું સમાધાન કરી શકે છે. જો આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.