વાળ એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. દરેક લોકોને પોતાના વાળ ખુબજ પસંદ હોય છે. માથામાં વાળ ન હોય તે માણસનો આખો દેખાવ જુદો જ લાગતો હોય છે. પરંતુ આજના ઝડપી જીવનમાં, આપણી અનિયમિત જીવનશૈલી ના કારણે વાળ ખરવાની સમસ્યામાં ખુબજ વધારો થયો છે.
આપણી અનિયમિત જીવનશૈલી એટલે કે આપણો જમવાનો છે એક સરખો ન હોય, આપનો ઊંઘવાનો સમય ચોક્ક્સ ન હોય વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રદૂષણના કારણે પણ વાળ ખરવાંની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોને બીમારી થવાના કારણે વાળ ખરતા હોય છે.
ઘણા લોકોને એમજ કોઈ કારણ વગર જ વાળ ખરતા હોય છે. ઘણા લોકો શેમ્પુ નો વધુ ઉપયોગ કરતા હોય છે જેના કારણે તેમના વાળ ખરતા જોવા મળે છે. જો તમે વારંવાર અલગ અલગ શેમ્પૂનો ઉપયોગ કરતા હોય અથવા તો અલગ અલગ પાણીનો ઉપયોગ કરતા હોય, ગરમ પાણીથી માથું પલાળતાં હોય તો તમને વાળ ખરવાની તકલીફ થઇ શકે છે.
અહીંયા તમને ડુંગળીના રસમાં ત્રણ વસ્તુ નાખીને વાળમાં લગાવવાની છે જેથી તમારા વાલ થોડાક જ દિવસોમાં ખરતા અટકી જશે. અહીંયા જણાવેલ બધીજ વસ્તુને તમારે સરખા પ્રમાણમાં લેવાની છે.
1-2 ડુંગળી લઇ તેનો રસ મિક્સરમાં કાઢવાનો છે. રસ કાઢીને એક બાઉલમાં રાખી લો. ત્યારબાદ તુલસીના રસનો ઉપયોગ કરવાનો છે. થોડાક તુલસીના પાન લઇ તેનો મિક્સરમાં રસ કાઢી લો. આ રસ ડુંગળીના રસ કરતા ઓછો હોય તો પણ ચાલે છે. ત્યારબાદ લીંબુનો ઉપયોગ કરવાનો છે.
1-2 લીંબુ લઇ તેનો રસ કાઢવાનો છે. ત્યારબાદ ચોથી વસ્તુ છે દહીં. આ ચારેય વસ્તુને સરખી માત્રામાં લેવાની છે. હવે જાણીએ કે તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો છે.: સૌ પ્રથમ બધી વસ્તુને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો. હવે જયારે સવારે નાહવાનો સમય થાય તેના બે કલાક પહેલા વાળમાં આ રસ તમારે લગાવવાનો છે
ત્યારબાદ હાથની મદદથી વાળમાં થોડી માલીસ કરવાની છે. હવે જયારે પણ તમે નાહવા જાઓ છો ત્યારે તમારા વાળને તમારે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. આ ઉપયોગ તમે અઠવાડિયામાં કે દસ દિવસે એક કે બે વાર કરી શકો છો. થોડા દિવસ આ રીતે ઉપાય કરીને જોવો.
થોડા દિવસો પછી તમારા વાળ ખરતા બંધ થઇ જશે, વાળનો ગ્રોથ વધશે, વાળ કાળા ચમકદાર જોવા મળશે સાથે સાથે માથામાં રહેલો ખોડો પણ દૂર થઇ જશે.
તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.