વાળને ખરતા રોકવા માટે સ્ત્રીઓ ઘણી દવાઓ કરવા છતાં સારું પરિણામ ન મળવાને કારણે કુદરતી ઉપાયો તરફ વળે છે. વાળ ખરવાના કુદરતી ઉપાયોમાં સૌથી વધુ લોકપ્રિય આયુર્વેદ દવા, કુદરતી પેક અને કેટલાક કિસ્સાઓમાં હર્બલ સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે.
વાળ ખરવાના કારણોમાં ઊંડાણમાં ગયા વગર જો આપણે સામાન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈએ, તો તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખરાબ પોષણ અને આધુનિક જીવનશૈલી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો કરી શકે છે અને વાળ ખરવા કોઈ અપવાદ નથી.
ત્વચાની જેમ વાળને પણ અંદરથી પોષણની જરૂર હોય છે. જો તમારા આહારમાં વાળ માટે અનુકૂળ ખોરાકનો અભાવ હોય અથવા તમારું પાચન બરાબર ન હોય તો વાળ પાતળા થવા, મૂળથી નીકળી જવા અને અંતે ટાલ પણ પડવાની શરૂઆત થઇ જાય છે.
તેથી વાળ ખરતા અટકાવવા અને ચમકદાર વાળ મેળવવા માટે તમારે સંતુલિત ખોરાક લેવો પડશે, તેથી જ આજે અમે તમને વાળ ખરવાના એક આયુર્વેદિક ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.
નિષ્ણાત અભિપ્રાય : આ નુસખા આયુર્વેદિક નિષ્ણાત ડૉ. ચેતાલીજીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમને લખ્યું છે કે ‘આયુર્વેદ મુજબ આમળા વાળની જડીબુટ્ટી છે અને નિયમિતપણે આમળાનું સેવન કરવાથી વાળની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
વાળની સમસ્યાઓ ઘટાડવા માટે અહીં સરળ અને ખૂબ જ ઉપયોગી આયુર્વેદિક ઉપાયો આપેલા છે. જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો તો એકવાર આ ઉપાય જરૂર અજમાવી જુઓ. તો ચાલો નિષ્ણાત પાસેથીઆ ઉપાય વિશે વિગતવાર જાણીએ.
આમળા + હની શોટ : આ માટે 1 ચમચી આમળા પાવડર અને 1 ચમચી મધ લેવાનું છે. હવે આમળાના પાવડરમાં મધને સારી રીતે મિક્સ કરો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
વાળ માટે આમળા + મધના ફાયદા : આમળા અને મધનો નુસખો વાળ ખરતા અટકાવે છે અને સફેદ વાળને અટકાવે છે. આ સાથે તે વાળને મજબૂત બનાવે છે અને ડેન્ડ્રફ પણ ઘટાડે છે. માથાની ચામડીને હેલ્દી બનાવે છે અને અકાળે સફેદ વાળ થતા અટકાવે છે.
આ વાતતો તમે પણ પહેલેથી જાણો છો કે આમળા વાળની સમસ્યાઓ માટે જાદુનું કામ કરે છે. પરંતુ જ્યારે તેને મધ સાથે લેવામાં આવે છે ત્યારે તે વધુ અસરકારક રીતે કામ કરે છે. કુદરતી ઉપાયો કરવા છતાં પણ સતત વાળ ખરે છે તો નિષ્ણાતની સલાહ લો, કારણ કે વાળ ખરવાના બીજા પણ ઘણા કારણો છે અને તમારે તેને રોકવાનો ઉપાય શોધવાની જરૂર છે.
તો તમે પણ આ આયુર્વેદિક વાળ ખરતા રોકવાનો ઉપાય કરી શકો છો. આવી જ ઉપયોગી માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.