આ 4 વસ્તુઓ ખાવાથી શરીરમાં ક્યારેય કેલ્શિયમની ઉણપ નહીં થાય, 60 વર્ષે પણ હાડકાંનો દુખાવો નહીં થાય

hadka majbut karva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શરીરમાં જયારે કેલ્શિયમની ઉણપ થવા લાગે છે ત્યારે શરીર તેની જરૂરિયાત માટે હાડકામાંથી કેલ્શિયમ શોષવાનું શરૂ કરે છે. પરિણામે, હાડકાં નબળાં અને પોલા થવા લાગે છે, પરંતુ કેલ્શિયમની ઉણપ માત્ર હાડકાંને જ અસર નથી કરતી.

કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળાં પડી જવાની સાથે દાંતને લગતી સમસ્યાઓ, નખ તૂટવા અને ચક્કર આવવા, યાદશક્તિ ઓછી થવી, ઊંચાઈ વધતી અટકી જવી વગેરે સમસ્યાઓ થાય છે.

તો આજે આ લેખમાં અમે તમને કેલ્શિયમની ઉણપના લક્ષણો, શરીરને કેટલા કેલ્શિયમની જરૂર હોય છે અને એવા કયા ખોરાક છે જે કેલ્શિયમની ગુનાઓને પુરી કરી શકે છે તે વિશે આ લેખમાં જોઈશું.

કેલ્શિયમની ઉણપના લક્ષણો : શરીરમાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડે છે અને સાંધાઓમાં દુખાવો વધે છે અને માંસપેશીઓમાં પણ દુખાવો વધે છે. થોડી ઇજા થવાથી ફ્રેક્ચર થઇ જાય છે અથવા ફ્રેક્ચરનું જોખમ વધે છે. યાદશક્તિ ઓછી થવા લાગે છે.

શરીર સુન્ન થઈ જાય છે અને હાથ-પગમાં ઝણઝણાટી અથવા સોય લગાવવી જેવું અનુભવાય છે. પિરિયડમાં ગડબડી થવા લાગે છે. દાંત નબળા પડીને તૂટી જાય છે. કેલ્શિયમની ઉણપને કારણે લોહી પણ ગંઠાઈ જય શકે છે.

શરીરને કેટલા કેલ્શિયમની જરૂર હોય છે? બાળકો માટે દરરોજ 500-700 મિલિગ્રામ કેલ્શિયમ, તેમજ યુવાનો માટે દરરોજ 700-1,000 મિલિગ્રામ કેલ્શિયમ, સગર્ભા સ્ત્રીને દરરોજ 1,000 થી 1200 મિલિગ્રામ કેલ્શિયમ અને
સ્તનપાન કરાવતી માતા માટે દરરોજ લગભગ 2,000 મિલિગ્રામ કેલ્શિયમની જરૂર પડે છે.

દૂધ : દૂધ એ કેલ્શિયમનો ખજાનો કહેવાય છે. 100 ગ્રામ દૂધમાં લગભગ 125 મિલિગ્રામ કેલ્શિયમ મળી આવે છે. દરરોજ એક ગ્લાસ ગાયનું દૂધ શરીરમાં કેલ્શિયમની ઉણપને પુરી કરી શકે છે. જો તમને દૂધ પચતું નથી તો દહીં પણ ખાઈ શકો છો.

રાગી : રાગીમાં પુષ્કળ કેલ્શિયમ જોવા મળે છે. લગભગ 100 ગ્રામ રાગીમાં 344 થી 364 મિલિગ્રામ કેલ્શિયમ મેળવી શકાય છે. તો કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે દરરોજ તમે રાગીને તમારા હારમાં સામેલ કરો.

ફણગાવેલા મગ : પ્રોટીનથી ભરપૂર ફણગાવેલા મગ કેલ્શિયમનું પાવરહાઉસ છે. તેને કોઈપણ સ્વરૂપમાં ખાવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય છે. તે વજન ઘટાડવા માટે પણ ખુબ જ જાણીતું છે.

ગોળ : 100 ગ્રામ ગોળમાં લગભગ 1638 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જો તમે રોજ થોડો ગોળ ખાઓ છો તો પણ તમને સારી એવી માત્રા કેલ્શિયમ મળી શકે છે.

તો તમે પણ ઉપર જુણાવેલી વસ્તુઓને તમારા આહારનો ભાગ બનાવો. તમારા હાડકાં અને યાદશક્તિ પણ જીવો ત્યાં સુધી જીવનભર મજબૂત રહેશે. જો તમને આ માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાવાનું ભૂલશો નહીં.

1 COMMENT

Comments are closed.