આજના સમયમાં હૃદયરોગ એક મોટી સમસ્યા બની ગઈ છે અને ખાસ કરીને ભારતમાં. પહેલાના જમાનામાં આ ગંભીર બીમારી મોટેભાગે વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ હવે તે મોટી સંખ્યામાં યુવાનોને પણ પોતાની પકડમાં લઇ રહી છે.
બીજા દેશોની સરખામણીએ ભારતના યુવાનોમાં હૃદયરોગનું જોખમ વધુ ઝડપથી વધી રહ્યું છે. યુએસ સંશોધન જર્નલમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, વર્ષ 2015 સુધી ભારતમાં 6.2 કરોડ લોકોને હૃદય સંબંધિત રોગો હતા અને આમાંથી લગભગ 2.3 કરોડ લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના છે.
આ ખરેખર ડરાવી દે એવો આંકડો છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનું માનવું છે કે અસ્વસ્થ જીવનશૈલીના કારણે પાંચમાંથી ચાર પુખ્ત વયના લોકોનું આયુષ્ય ટૂંકું કરે છે અને તે હૃદયરોગ સહિત વિવિધ રોગોનો શિકાર બની જાય છે.
એટલા માટે ડોક્ટરો લોકોને સારો આહાર લેવાની અને ફિટ રહેવાની સલાહ આપતા હોય છે. ચાલો જાણીએ કે હૃદયરોગનું જોખમ ઘટાડવા માટે દરરોજ કયા મહત્વના કામ કરવા જોઈએ?
ફાઇબરથી ભરપૂર ખોરાક લો : હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે તમારે તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઇએ, જેમ કે ઓટ્સ, બાજરી, દાળ, બ્રોકોલી, કઠોળ (રાજમા, ચણા, સોયાબીન), વટાણા. આ બધા ફાઇબરથી ભરપૂર છે. હકીકતમાં, ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે જાણીતું છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમને ઘટાડે છે.
વજનને નિયંત્રણમાં રાખો : જો વજન વધારે વધી જાય તો તે માત્ર હૃદય રોગનું જોખમ જ નહીં, પણ સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ પણ વધારી દે છે તેથી વજનને નિયંત્રણમાં રાખો. તેનાથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થશે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહેશે.
દરરોજ વ્યાયામ કરો : હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરાવી જોઈએ. તમે તમારી ઇચ્છા મુજબ તેન સમયને વધારી અથવા ઘટાડી શકો છો. જો તમે ઓફિસમાં જાવ છો તો બપોરના ભોજન પછી થોડુંક ચાલવું જરૂરી છે, જે આ ઘણા રોગોનું જોખમ ઘટાડે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.