આ 7 વસ્તુઓ તમારા હાડકાને કમજોર બનાવે છે, આજે જ આ આદતો છોડો, 80 વર્ષે પણ લાકડીના ટેકાની જરૂર નહીં પડે

હાડકાં શરીર માટે સપોર્ટ સિસ્ટમ છે. તેઓ માત્ર શરીરને એક માળખું પૂરું પાડે છે, જેમ કે મસલ્સ ટેકો આપે છે. હવે તમે વિચાર કરો કે જો હાડકા ન હોય તો તમે કેવી રીતે ઉભા રહી શકો ?? તે કેલ્શિયમ અને ફોસ્ફરસને પણ સ્ટોર કરે છે. જો હાડકાં નબળા હોય તો માત્ર દુ:ખાવો જ નથી થતો પરંતુ બીજી પણ ઘણી સમસ્યાઓ પણ શરૂ થાય છે.

દરેકને સલાહ આપવામાં આવે છે કે હાડકાના સ્વાસ્થ્યની કાળજી રાખે. પરંતુ કેટલીકવાર આપણી ભૂલો હાડકા પર વિપરીત અસર કરે છે. આજની જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં જ હાડકા નબળા થવા લાગે છે. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા હાડકાંને નબળા બનાવી શકે છે.

પૂરતો તડકો ના લેવો : કેટલાક લોકો તેમનો મોટાભાગનો સમય ઘરની અંદર જ પસાર કરે છે, જેના કારણે તેમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળી શકાતું નથી. પરંતુ તડકો ના લેવો એ તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી.

વિટામિન ડીના અભાવને કારણે હાડકાને યોગ્ય રીતે કેલ્શિયમ મળી શકાતું નથી. સૂર્યપ્રકાશ ઉપરાંત તમારે તમારા આહારમાં વિટામિન ડી-ફોર્ટિફાઇડ દૂધ, રસ અથવા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તો મફતમાં મળતા સૂર્યપ્રકાશને 15 મિનિટ જરૂર લો.

અમુક દવાઓ લેવી : ઘણી વખત લોકો નાની નાની સમસ્યાઓમાં દવા લેતા હોય છે. પરંતુ દરેક દવાની પોતાની આડઅસર હોય છે. કેટલીક દવાઓને લેવાથી હાડકાં પર વિપરીત અસર થઈ શકે છે. તેથી જો તમે લાંબા સમય સુધી કોઈ દવા લઈ રહ્યા છો તો તમારે વચ્ચે-વચ્ચે ડૉક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ. ઉપરાંત, તમારી જાતે કોઈ દવા લેશો નહીં.

ઓછું વજન હોવું : જેમ વધારે વજન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ ઓછું વજન હોવું પણ હાડકાં પર ખરાબ છે. 18.5 કે તેથી ઓછા BMI ધરાવતા લોકોમાં અસ્થિભંગ અને હાડકાંને નુકશાન થવાની સંભાવના વધુ હોય છે. તેથી હેલ્દી વજનને જાળવવાનો પણ પ્રયાસ કરો.

ખૂબ લાંબા સમય સુધી બેસી રહેવું : કેટલાક લોકો કલાકો સુધી સતત બેસી રહે છે, પરંતુ તેનાથી તેમના હાડકા પર ખરાબ અસર થાય છે. હેલ્દી હાડકાં માટે હલનચલન ખુબ જ જરૂરી છે. હાડકાના સારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે કે તમે દિવસમાં થોડો સમય કસરત કરવામાં વિતાવો.

ખૂબ મીઠું ખાવું : સોડિયમ શરીર માટે જરૂરી છે, પરંતુ તે તમને ત્યારે જ ફાયદો કરે છે જ્યારે તેનું પ્રમાણસર સેવન કરવામાં આવે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે. તેથી આપણે જે પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ, તેને ખાતા પહેલા તેમાં રહેલા સોડિયમનું સ્તર એકવાર જરૂર ચેક કરો.

સોફ્ટ ડ્રિંક્સ પીવું : મોટાભાગના લોકોને સોફ્ટ ડ્રિંક પીવું પસંદ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખરેખર, તેમાં ઘણી બધી સુગર અને કેફીન હોય છે. એટલું જ નહીં, તેમાં ફોસ્ફોરિક એસિડનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. જેના કારણે હાડકામાંથી સીધું કેલ્શિયમ ઓછું થવા લાગે છે.

પ્રાણી પ્રોટીનનું સેવન : જો તમે વધારે પડતું પ્રાણી પ્રોટીનનું સેવન કરો છો તો તે તમારા હાડકાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેના વધુ પડતા સેવનથી પેશાબમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

તો હવે તમે પણ આ ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળો અને તમારા હાડકાંને જીવો ત્યાં સુધી મજબૂત રાખો. જો તમને આ જાણકારી ગમી હોય તો બીજાને પણ જણાવો અને આવી જ વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.