Gund Na Ladoo Banavavani Rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું ગુંદર ના લાડુ બનાવવાની રીત(Gund Na Ladoo Banavavani Rit). આજે આપણે બનાવિશું શિયાળામાં બનાવાતા ગુંદર ના લાડું જે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સરળ રીતે અને એકદમ માપસર મસાલાથી બનાવીશું જે દાંત માં ચોંટે પણ નહી. આ લાડું શરીર માં થતાં દુઃખાવા સામે રાહત આપતા લાડું અને શરીર માં તાકાત અને પોષક તત્વો થી ભરપુર આ લાડું ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈલો. તો ચાલો બનાવાનું શરૂ કરીએ.

ગુંદરના લાડુ બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧૦૦ ગ્રામ ગુંદ
  • ૩૦૦ ગ્રામ ઘી
  • ૩૦૦ ગ્રામ દેસી ગોળ
  • ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ( રોટલી નો લોટ)
  • ૧૦૦ ગ્રામ સૂકા કોપરાનું છીણ
  • ૨ ચમચી કાજુ ના ટુકડાં
  • ૨ ચમચી બદામ નાં ટુકડાં
  • ૨ ચમચી મગસતરી ના બી
  • ૨ ચમચી દ્રાક્ષ
  • ૨ ચમચી ખસખસ
  • ગંઠોડા પાઉડર
  • સૂંઠ પાઉડર
  • ઇલાયચી પાઉડર

આ પણ વાંચો

ગુંદરના લાડુ બનાવવાની રીત (Gund Na Ladoo Banavavani Rit):  મીડિયમ ગેસ પર જાડા તળીયા વાડું વાસણ રાખી એમાં ૨ મોટાં ચમચા ઘી એડ કરો. તેમાં થોડો ગુંદ એડ કરી તેને તળી લો. આ ગુંદ સાાઇઝ માં ૩ ગણો  થાય ત્યા સુધી તળો. તરાયેલા ગુંદ ને એક પ્લેટ માંં લઈ લો. આ રીતે બધો ગુંદ તળી લો. હવે ગુંદ ને ક્રશ કરી લો. તમે મીક્ષર માં કે વાટકી ના તળીયા ની મદદ થી ક્રસ કરી શકો છો.

પેન માં થોડું ઘી એડ કરી તેમાં કાજૂ અને બદામ નાં ટુકડાને રોસ્ટ કરી લો. રોસ્ટ કર્યા પછી તેમાં દ્રાક્ષ અને મગસતરી ના બી ને રોસ્ટ કરી લો. આ બનેલા ડ્રાયફ્રૂટ ને નીચે ઉતારી લો. હવે કોપરાના છીણ ને એક પેન માં એડ કરીને તેણે શેકાવા દો. શેકાયા પછી તેણે એક વાસણ માં લઇ લો. આ રીતે ખસખસ ને પણ રોસ્ટ કરી ને વાસણ માં લઇ લો.

હવે ઘઉં નાં લોટ ને એક પેન માં ૩ મોટી ચમચી ઘી માં એડ કરી ઘઉં નાં લોટ ને શેકી દો. ૪-૫ મિનિટ પછી લોટ શેકાઈ જશે. આ શેકાઈ ગયા લોટને મોટાં વાસણ માં લઇ લો. આ બધી વસ્તુને એક મોટાં વાસણ માં લઈને એક્સાથે ભેળવી દો( મિક્સ કરો).

લાડું માટે ગોળ અને ઘી નાં પાયા માટે: એક પેન માં વધેલું ઘી અને ગોળ ને એડ કરો. ગોળ સારી રીતે ઘી માં મિક્સ થઈ ગયાં પછી ગેસ બંધ કરીને તેમાં ગંઠોડા પાઉડર, સૂંઠ નો પાઉડર, અને એલચી પાઉડર એડ કરી લો. બધું એકદમ સારી રીતે ભેળવી દો.

હવે મેલ્ટ થયેલા ગોળ ને લાડું માટે મિક્સ કરેલા મિશ્રણ માં ભેળવી દો. તો ગોળ સાથે લાડુની બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી તમે હાથની મદદથી થી બધા લાડૂ ને સારી રીતે ગોળ- ગોળ બનાવી લો. તો તૈયાર છે તમારા ગુંદર ના લાડું.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “ગુંદરના લાડુ બનાવવાની રીત | Gund Na Ladoo Banavavani Rit”