માત્ર 15 દિવસમાં વાળ ઉતરવા, તૂટવા, બે ભાગ થવા, વાળનો ગ્રોથ અટકી જવો વગેરે થશે દૂર આંખો નીચેના કાળા કુંડાળા માથાના દુખાવો ખીલ હંમેશા માટે દૂર થઇ જશે

gulab jal na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગુલાબજળ નું નામ સાંભળતાજ ગુલાબની યાદ આવી જાય છે અને આપણી આસપાસ એક સુગંધિત વાતાવરણનો અહેસાહ થવા લાગે છે. ગુલાબજળ એક એવું સુગંધિત દ્રવ્ય છે જે તાજા તાજા ગુલાબના ફૂલોના પાંદડાઓમાંથી કુદરતી રસ કાઢીને બનાવવામાં આવે છે. ઉનાળા ની ઋતુ માં ગુલાબજળ શરીરને ખુબ જ ઠંડક આપનારો એક કુદરતી ઉપાય છે.

આજની માહિતીમાં તમને જણાવીશું ગુલાબ જળ ના કયા કયા ફાયદા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. અહીંયા તમને ઘરે જ ગુલાબજળ કેવી રીતે બનાવી શકો છો તે પણ જણાવીશું તો ચાલો જાણીએ.

ગુલાબજળ બનાવવાની રીત : સૌ પ્રથમ નાનું અને મોટું એવા બે વાસણ લો.વાસણ એવા લો જેમાં મોટા વાસણ ની અંદર નાનું વાસણ સમાઈ જાય. હવે મોટા વાસણ માં એક સ્ટેન્ડ રાખી ને તેમાં લગભગ 3 થી 4 ગ્લાસ પાણી અને 20 થી 25 જેટલા ગુલાબ નાખી દો.

હવે જે સ્ટેન્ડ રાખ્યું છે તેના ઉપર એક ખાલી નાનું વાસણ મુકો. ત્યારબાદ ગેસ ચાલુ કરીને આ પાણી ને આશરે 15 થી 25 મિનીટ સુધી ઉકાળો. હવે જેવું પાણી ગરમ થવા લાગે તેવું જ નાના વાસણ પર એક ઢાંકણ ઢાકી દો. તેમાં જે વરાળ ના સ્વરૂપે પાણી ભેગું થશે તે ગુલાબજળ હશે.

જો તમે વધુ પ્રમાણમાં ગુલાબજળ મેળવવા માંગતા હોય તો જયારે ઢાંકણઢાંકો છો તેના ઉપર બરફ રાખવો. પછી તેને ગેસ પર થી ઉતારી લો, અને ઠંડુ થવા દો. આમ તમે ઘરેજ કોઈપણ પ્રકાર ના રસાયણિક તત્વો વગર નું એકદમ નેચરલ ગુલાબજળ તૈયાર કરી શકો છો.

હવે જાણીએ ગુલાબજળ નો ઉપયોગ:  વાળ નો ગ્રોથ વધારવા માટે: આજના પ્રદુષિત વાતાવરણમાં ધૂળ ના રજકણો વાતાવરમાં જોવા મળે છે જે રજકણો વાળમાં ચોંટી જાય છે અને વાળને ખરાબ કરી દે છે. જેથી આપણે આપણા વાળને સાફ કરવા માટે શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ. શેમ્પુનો ઉપયોગ કરવાથી વાળની બધી જ સમસ્યાઓ થાય છે

જેમકે વાળ ઉતરવા, તૂટવા, બે ભાગ થવા, વાળનો ગ્રોથ અટકી જવો, વાળ સફેદ થવા વગેરે સમસ્યાઓ શરુ થાય છે. પરંતુ જો ગુલાબજળ માં વિટામીન ઈ ની કેપ્સ્યુલ અને તેલ મિક્સ કરીને વાળ માં લગાવવામાં આવે તો વાળ નું ઉતરવું અને તૂટવું, બે ભાગ થવા વગેરે બંધ થઇ જશે અને વાળનો ગ્રોથ વધવાની સાથે વાળ ચમકદાર અને ઘાટા બનશે.

આંખો નીચે ના કાળા કુંડાળા દૂર કરે: કોઈ પણ વ્યક્તિના આંખની નીચે ડાર્ક સર્કલ્સ થઇ જવાથી તે વ્યક્તિના ચહેરાની સુંદરતા બગડી જાય છે. પરંતુ જો ગુલાબજળ માં રૂં બોડી ને રૂં ની મદદ થી આંખોની આસપાસ 10 થી 15 મિનિટ સુધી દરરોજ ગુલાબજળ લગાવવામાં આવે તો થોડાજ દિવસમાં તમારા આંખો નીચે ના કાળા કુંડાળા દૂર કરી શકો છો..

માથાના દુખાવામાં રાહત: માથાનો દુખાવો થવાથી માણસ ખુબજ હેરાન પરેશાન થઇ જાય છે. ઘણી વખત ઉનાળામાં વધુ તાપને કારણે પણ માથાનો દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં જો એકદમ ઠંડા ગુલાબજળમાં પલાળેલ કપડું કે રૂમાલ માથા ઉપર 25 મિનીટ સુધી રાખવાથી માથાનો દુઃખાવો દુર થશે અને એક ઠંડકભરી રાહત મળવા લાગશે.

ખીલ ને દૂર કરવા: ત્વચા પર થયેલા ખીલ અને કળા ધાબા ગુલાબ જળ નો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે. આ માટે સૌ પ્રથમ ગુલાબજળ માં એક લીંબૂ નો રસ મિક્સ કરીને ચહેરા ઉપર લગાવવો. થોડા સમય પછી પાણીથી ચહેરો ધોઈ લેવો. અઠવાડિયામાં બે વાર તેનો આ રીતે ઉપયોગ કરવાથી વર્ષો જુના ખીલ અને કળા ધાબા દૂર થઇ જશે.

કોમળ ત્વચા માટે: ગુલાબ માં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે જે ત્વચામાં નિખાર લાવવા અને કોમળ ત્વચા બનાવવા માટે એક ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. આ સાથે જો ત્વચા ના કોઈપણ ભાગ પર બળતરા થતી હોય છે તો ગુલાબ જળ અને ગ્લીસરીન બંને ને સરખા ભાગે મિક્સ કરીને લગાવવાથી તરત જ આરામ મળે છે.

ડ્રાય હૈર માટે: વાળની કોઈ સમસ્યા હોય તો ગુલાબજળ અને ગ્લીસરીન ને સરખા પ્રમાણ માં લઇ તેને મિક્સ કરી વાળ ના મૂળ માં લગાવવાથી વાળ હાઈડ્રેટ થાય છે અને વાળ ને પોષણ મળે છે અને વાળ માં ચમક આવે છે અને વાળની સમસ્યાઓ દૂર થાય છે.

અમે આશા રાખીએ છીએ કે તમને આ અમારો લેખ વાંચ્યા પછી પસંદ આવ્યો હશે. આવી જ માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ બ્યૂટી ટિપ્સ, રેસિપી, યોગા વગેરે જેવી માહિતી મળતી રહેશે.