કોઈ પણ શહેરમાં અનોખી અને સ્વાદિષ્ટ વાનગીઓ મળી જ જાય છે અને તેને ખાવાની એક અલગ જ મજા છે. પણ આપણા ગુજરાતની વાત આવે ત્યારે મોમાં પાણી આવી જાય છે. ગુજરાત એક જોવાલાયક રાજ્ય છે જે જોવા માટે ઘણું છે. આ એક એવું રાજ્ય છે જ્યાં તમને આધુનિક અને પ્રાચીન બંનેનું ભવ્ય મિશ્રણ જોવા મળશે.
જો તમે ખાવાના શોખીન છો તો તમારે આ ગુજરાતી ફૂડ જરૂરથી ટ્રાય કરવા જ જોઇએ. ગુજરાતની આ વાનગીઓ માત્ર આપણા ગુજરાતીઓની જ નહીં પણ ભારતમાં લગભગ દરેકની પહેલી પસંદગી છે. તો આવો, આજે અમે તમને ગુજરાતની કેટલીક જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે તમારા લિસ્ટમાં એડ કરી શકો છો.
1. ઢેબરાં : બાજરી અને મેથી નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા ઢેબરાં ગુજરાતનો ફેમસ ખોરાક છે, જે ચા સાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે કારણ કે તે દેખાવમાં પકોડા જેવો લાગે છે. જો તમે ચા સાથે કંઈક અલગ ટેસ્ટ કરવાનો પ્રયત્ન કરવા માંગતા હોય તો તમારા માટે ઢેબરાં બેસ્ટ વિકલ્પ છે.
2. સેવ ટમેટા નુ શાક ; સેવ ટમેટા નુ શાક એક સ્વાદિષ્ટ વાનગી તરીકે ગુજરાતની યાદીમાં સમાવેશ કરેલું છે. સેવ અને ટામેટાથી બનેલું આ શાક માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ ખૂબ જ હેલ્ધી પણ છે. તમે તેને ઘરે જ બનાવી શકો છો.
3. ખમણ ઢોકળા : ખમણ ઢોકળા ગુજરાતની બધી વાનગીઓમાં ટોપ પર આવે છે. આ ગુજરાતીઓ સાથે ભારતના તમામ લોકોની આ પહેલી પસંદગી છે. તે દેખાવમાં સામાન્ય ઢોકળા જેવા દેખાય છે પણ તે ખાવામાં નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તમે તેને પીસેલી ચણાની દાળથી ઘરે પણ તૈયાર કરી શકો છો.
4. હાંડવો ; જ્યારે ગુજરાતના પ્રખ્યાત વાનગીની વાત આવે છે અને તેમાં હાંડવો ના હોય એવું થોડું ચાલે. તમને જણાવી દઈએ કે હાંડવો ગુજરાતની એક નમકીન માં આવે છે, જેને તમે નમકીન કેક પણ કહી શકો છો.
5. પાત્રા : પાત્રા ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાવામાં આવતી એક મુખ્ય વાનગી છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટે પણ સારી છે. ગુજરાતમાં તેને પાત્રા તરીકે અને મહારાષ્ટ્રમાં આલુ વડી તરીકે ઓળખાય છે. પાત્રાને અરબીના પાન અને ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે.
6. મેથી મુઠીયા : જો તમે નાસ્તા ખાવાના શોખીન હોય તો એકવાર ગુજરાતના મેથી મુથિયા જરૂર ખાવાનો ટ્રાય કરો. ગુજરાતમાં મેથીના દાણામાંથી બનેલો આ નાસ્તો ચા સાથે લોકો ખૂબ દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. તમે પણ ચા સાથે મેથીનો મુઠિયા ખાઓ અને આનંદ માણો.
7. ખાંડવી : ખાંડવીને માત્ર ગુજરાતમાં જ નહીં પણ દિલ્હીમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જે લોકો નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે તે લોકોનું બેસ્ટ ફૂડ છે, જે ચણાના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. તે ખાવામાં ખૂબ જ નરમ હોય છે. જો તમે હજુ સુધી ખાંડવી ખાધી નથી, તો આજે જ જરૂરથી ટ્રાય કરો.
8. ઊંધિયું : ઊંધિયું ગુજરાતની એક પરંપરાગત વાનગી છે, જે મુખ્ય રોટલી, પરાઠા વગેરે સાથે ખાવામાં આવે છે. ઊંધિયું ઘણા શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ઊંધિયુંનું શાક પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. વધુમાં કહીયે તો તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
9. દાળ ઢોકળી : ગુજરાતની તમામ વાનગીઓ તેમની રીતે ખૂબ જ ખાસ અને સ્વાદિષ્ટ હોય છે પણ દાળ ઢોકળી વાત આવે ત્યારે મોમાં પાણી આવવું એતો સ્વાભાવિક છે. દાળ, મસાલા અને લોટથી બનેલી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ છે, જે તમને લગભગ દરેક લોજ અથવા રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી જશે.
10. સેવ ખમણી : આ તમામ સ્વાદિષ્ટ વાનગીઓ ઉપરાંત, સેવખમણીને પણ ગુજરાતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. જે બનાવવામાં ખૂબ જ સરળ છે. તેના વિવિધ કોમ્બિનેશનના લોકો દીવાના છે. સેવ અને દાડમના દાણા સાથે તૈયાર કરવામાં આવેલો આ નાસ્તો ખૂબ જ સ્વાદિષ્ટ છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.