મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રીત

ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી ફરસાણ રેસીપી છે. આ રેસીપી એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે. મકાઈ ના ઢોકળા એક અનોખી રેસીપી છે જેમાં મકાઈનો મધુર સ્વાદ હોય છે જે લીલા ઢોકળા ચટણીની મસાલા સાથે સારી રીતે ભળી જાય છે. તો જોઈલો કેવી રીતે બનાવી શકાય મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા .

 સામગ્રી

  • ૧ કપ મકાઈના દાણા લેવા
  • ૨ ટે.સ્પૂન ચણાનો લોટ,
  • ચપટી સોડા,૨ટે.સ્પૂન સહેજ ખાટુ દંહી,
  • ૨ટે.સ્પૂન તેલ લેવા
  • મીઠું,૧ટી. સ્પૂન આદુમંરચાની પેસ્ટ,
  • ચપટી હળદર,
  • ૧/૪ટી.સ્પૂન રાઈ  લેવી
  • ૧ટે.સ્પૂન નાળિયેર નીખમણ,
  • ચપટી હીગં  લેવી
  • કોથમીર  લેવી
  • મીઠું  લેવું

Gujarati Dhokla

બનાવવાની રીત

સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મીકસર જાર માં પીસી લો . હવે પછી એક બાઉલ માં કાઢી તેમાં ચણા નો લોટ ,આદુમરંચા, દંહી હળદર, મીઠું ,તેલ નાખી મીકસ કરી લો. હવે થોડા સોડા નાખી ફાસ્ટ હલાવી.ગ્રીસ કરેલી થાળીમાં ખીરૂ પાથરી ૧૦ મીનીટ માટે વરાળ થી બાફી લો, હવે તેને કટ કરી રાઈ,હીગં, નો ઉપરથી વઘાર કરી કોથમીર, નાળિયેર ની ખમણ ભભરાવી કેચઅપ સાથે સૅવ કરો.