green chatni banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ગ્રીન ચટણી ઘરના અને હોટલના ખાવાના સ્વાદમાં ઘણો તફાવત હોય છે. જેમ કે તમે ઘરે બનાવેલી લીલી ચટણી અને હોટેલની બનેલી ચટણી વચ્ચે ઘણો ફર્ક હોય છે. ઘણા લોકો હોટલની જેવી ચટણી બનાવવાની કોશિશ તો કરે છે પરંતુ હોટેલ જેવો કોઈ સ્વાદ નથી મેળવી શકાતો.

તમારા મનમાં પણ ઘણી વાર આ પ્રશ્ન થયો હશે જ છે હોટલ જેવી ચટણીનો સ્વાદ ઘરે કેમ નથી આવતો. તો તમારા આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આજે અમે તમારા માટે ઘરે રેસ્ટોરન્ટની જેવી લીલી ચટણી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

સામગ્રી

  • કોથમીર
  • ફુદીનો અને પાલકના પાન
  • 4 થી 5 લીલા મરચાં
  • 2 લસણની કળી
  • 1 કપ દહીં
  • ચમચી મીઠું
  • ચપટી કાળું મીઠું
  • આમચુર પાવડર
  • ચપટી કાળા મરી

લીલી ચટણી બનાવવાની રીત

  • હોટલની જેવી લીલી ચટણી ઘરે બનાવવા માટે સૌથી પહેલા કોથમીરને સારી રીતે સાફ કરીને પાણીથી ધોઈ લો.
  • આ પછી બ્લેન્ડરમાં લીલી કોથમીર, થોડો ફુદીનો અને લસણની 2 કળી નાખીને એકવાર બ્લેન્ડ કરીએ પેસ્ટ તૈયાર કરો.

આ પણ વાંચો: લસણ અને સૂકા લાલ મરચા સાથે કોથમીરની ચટણી, મગફળી કોથમીર ચટણી, લીંબુ કોથમીરની ચટણી

  • હવે આ પેસ્ટમાં 1 કપ દહીં, લીલું મરચું, મીઠું, કાળા મરી, આમચૂર અને ચપટી કાળું મીઠું ઉમેરીને ફરી એકવાર ચટણીને બ્લેન્ડ કરો.
  • પછી તમે થોડી ચટણીનો ટેસ્ટ કરી જુઓ અને તમારા સ્વાદ પ્રમાણે લાલ મરચું અથવા મીઠું ઉમેરો. ચટણીને વધુ મિક્સરમાં ગ્રાઉન્ડ ન કરો. કારણ કે તેનાથી ચટણી પાણી જેટલી પાતળી બની જાય છે.

આ પણ વાંચો: આ રીતે બનાવો ઘરે મસાલાવાળી ચા, વારંવાર કોઈ હોટેલ કે શેરીની કીટલી પર જવાની જરૂર નહીં પડે

દહીં ઉમેરતી વખતે આટલું ધ્યાન રાખો

  • લીલી ચટણીમાં 1 કપ દહીં ઉમેરવામાં આવે છે. પણ જરૂર જણાય તો તમે દહીં વધુ કે ઓછું કરી શકાય છે
  • પરંતુ વધુ કે ઓછું દહીં ઉમેરવાથી પણ તમારી ચટણીનું ટેક્ચર બગડી શકે છે. તો હોટેલ જેવી ચટણી બનાવવા માટે દહીંને કાળજીપૂર્વક ઉમેરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા