gathiya banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે એક એવી રેસિપી લઈને આવ્યા છીએ, જે બધા જ ગુજરાતીઓની ફેવરીટ છે. એ છે ચંપાકલી માખણિયા ગાંઠિયા. જેમાં મેં બધી જ પ્રકારની ટીપ્સ અને ટ્રીક્સ બતાવેલી છે કે કઈ રીતે તમે બિલકુલ આ રીતે લાઇટ કલર, બિલકુલ ફૂલેલા ગાંઠિયા, બિલકુલ કોઇપણ દાંત વગરના માણસ પણ ખાઈ શકે એવા મુલાયમ ગાંઠિયા બનાવવાની રીત જોઈ લઇયે.

સૌથી પહેલા આપણે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. કંદોઈ લોકો જે ગાંઠીયા બનાવતા હોય છે એ પહેલા આ રીતે મિશ્રણ તૈયાર કરતા હોય છે. તો મેં એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. આપણી અંદર આપણે 1 મોટી ચમચી જેટલો પાપડખાર ઉમેરીશું { અહીંયા બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અથવા તો ખાવાના સોડા એડ નથી કરવાના પરંતુ પાપડખાર જ ઉપયોગ કરવાનો છે }, સાથે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું તેલ. આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ એ જ તેલ એડ કરેલ છે. હવે આ બધું જ મિશ્રણ આપણે બ્લેન્ડરથી મિક્સ કરવાનું છે જેથી એ બરાબર રીતે સોડા પાણી અને તેલ મિક્સ થઈ જાય.

આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. તો તમારા ગાંઠિયા બિલકુલ મુલાયમ અને ક્રન્ચી પણ બનશે. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો બાજુમાં તેલને ગરમ કરવા ગેસ પર રાખી દઈએ. અહીંયા તેલ મીડીયમ પર ગરમ થવા માટે રાખવાનું છે. તેલ મીડીયમ ગરમ થાય એવું જ આપણે તેલ જોઈએ છે.

ત્યાં સુધીમાં આપણે એનો લોટ તૈયાર કરી લઈએ. અહીંયા 1 કિલોગ્રામ જેટલું ચણા નો લોટ લીધેલ છે. આ ચણાના લોટની અંદર આપણે અહીંયા સારા ફ્લેવર માટે 4 મોટી ચમચી જેટલી અજમો એડ કરીશું. અજમાનો ફ્લેવર ગાંઠિયામાં સરસ લાગે છે એટલા માટે મેં 4 ચમચી એડ કરેલો છે. આમાં તમે વધ-ઘટ કરી શકો છો. આ બધું જ મેજરમેન્ટ અહીંયા 1 કિલોગ્રામ લોટ ના આધારે લીધું છે.

હવે 1 નાની ચમચી હીંગ એડ કરો. તમે હિંગ એડ ના કરવા માંગતા હોય તો તમે ગાંઠિયાની ઉપર પણ સ્પ્રિંકલ કરી શકો છો. પરંતુ અહીંયા લોટમાં આપણે એડ કરેલ છે. હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ આમાં એડ કરી દેવાનું છે ( બ્લેન્ડર થી મદદ થી તૈયાર કરેલું છે તે ) અને બિલકુલ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. આપણે જે રોટલી નો લોટ હોય છે એનાથી થોડો વધારે સોફ્ટ કરીશું.

જો તમને જરૂરિયાત ઊભી થાય તો તમે થોડું સાદું પાણી એડ કરી શકો છો. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણો લોટ તૈયાર થઈ જાય પછી, આપણે આમાંથી થોડો લોટ અલગ લેતા જવાનો છે. જ્યારે જ્યારે આપણે ગાંઠીયાનો ઘાણ કરતા જઈશું, ગાંઠિયા પાડતા જઈશું, ત્યારે ત્યારે આ પ્રોસેસ કરવી જરૂરી છે. અહીંયા એક સમયે જેટલા ગાંઠિયા તૈયાર કરી શકાય એટલો લોટ અલગ લીધો છે.

હવે અહિયાં બે થી ત્રણ ટીપાં પાણીના એડ કરતા જવાનું છે અને સોફ્ટ લોટ કરવાનો છે. કલર લાઈટ થઇ જશે અને સાથે એ થોડો વધુ સોફ્ટ થઈ જશે. ( એક સાથે વધુ લોટ માં પાણી એડ નથી કરવાનું, નહીં તો એ વધુ સોફ્ટ થઈ જશે અને તમારા ગાંઠિયા સારા નહીં બને એટલું ધ્યાન રાખવાનું છે ) .

હવે આપણે અહીંયા ચાર ફૂલવાળો જારો લીધેલ છે. તમે ત્રણ ફુલ વાળો જારો પણ લઇ શકો છો. તમારી પાસે જે હોય એમાં બનાવી શકો છો. હવે આ જારા ઉપર થોડું તેલ લગાવી દેવાનું કેમ કે આપણે જ્યારે પેહલી વાર ગાંઠીયા બનાવતા હોઈએ તો આ લોટ ચણાનો છે તો થોડું ચોંટી શકે છે. એટલે તેલ થી ગ્રીઝ કરી લેવો જરૂરી છે.

હવે ચેક કરી લઈએ. આપણું તેલ મીડીયમ ગરમ હોવું જોઈએ. ગાંઠીયા અંદર નાખતા તરત જ ઉપર ન આવવું જોઈએ, પરંતુ હળવે હળવે ઉપર આવે બિલકુલ એવું જ તેલ ગરમ હોવું જોઈએ. હવે સાવધાનીપૂર્વક હથેળીના પાછલા ભાગ પર પાણી આપણે લગાવી દેવાનું છે અને એ હથેળીના પાછલા ભાગથી આગળ તરફ પુશ કરીશું તો નીચેની સાઈટ બિલકુલ કંદોય જેવાજ ગાંઠિયા નીચે પડતા જશે. આ પ્રોસેસમાં સાવધાની ખાસ રાખવાની છે કારણ કે નીચે બિલકુલ ગરમ તેલ છે તો તમે દાઝી પણ શકો છો.

તમે આ રીતે હથેળીથી દબાવશો તો નીચેની સાઈડ બધા જ ગાંઠિયા છે બિલકુલ પડી જશે અને હવે તમારે ગેસ ફૂલ કરી દેવાનો છે અને બંને સાઇડ ફેરવતા રહેવાનું છે. અત્યારે આ પરિસ્થિતિમાં આપણે બહારના ગાંઠિયા લઈને ખાઈ નથી શકતા કારણ કે, આ પરિસ્થિતિમાં બહારની વસ્તુ ખાવી સારી નથી, તો આ રીતે તમે પણ આસાનીથી કંદોઈ કરતાં પણ વધુ સારા ગાંઠિયા ઘરે બનાવીને ખાઈ શકો છો.

આ ગાંઠિયા ટેસ્ટી અને દાંત વગરના કોઈ માણસ પણ ખાઈ શકે છે. આને તમે કોઇ એર ટાઇટ બોક્સમાં ભરી એક મહિનાથી વધુ સમય સુધી સાચવી ને ખાઈ શકો છો. અને તમે જલેબી સાથે સર્વ કરી શકો છો, મરચા કે સંભાળા સાથે સર્વ કરી શકો છો અને બહુ ઇન્સ્ટન્ટ ખાવાની ઈચ્છા હોય તો ચા સાથે પણ આ ગાંઠિયાને ખાઈ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “1 સીક્રેટ ટીપ્સ થી બનાવો કંદોઈ જેવા જ ખસ્તા & મુલાયમ ગાંઠિયા, દાંત વગરના કોઈ માણસ પણ ખાઈ શકે એવા”

Comments are closed.