ગમે તેવો ગંદો અથવા બળી ગયેલો ગેસ સ્ટોવ માત્ર 5 મિનિટમાં સાફ થઇ જશે, કરો આ એક વસ્તુનો ઉપયોગ

gas stove cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. તેથી તેની સાફ સફાઈ પણ જરૂરી બની જાય છે. પરંતુ કેટલીકવાર ગેસ સ્ટવ ગંદો થઈ જાય છે અને તેના પર પડેલો ખોરાક બળી જાય છે. ગેસ ઉપરના ભાગોને સાફ કરવું સરળ છે પણ બળી ગયેલા ગેસ બર્નર કે ગંદકીને સાફ કરવી થોડું મહેનતવાળું કામ છે.

ગેસના સ્ટવની અંદર ગંદકી જમા થવાથી કે સળગી જવાને કારણે ઘણી તકલીફ પડે છે, જેમ કે ઘણા ગેસ સ્ટવ ઓછો બળવો, ઘણીવાર સ્ટવ સળગતા વચ્ચે જ બંધ થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે તો આજે અમે ફટકડીથી બળી ગયેલા ગેસના સ્ટવને સાફ કરવાની ટિપ્સ જણાવીશું જે ચોક્કસ તમારા માટે કામમાં આવશે.

કોલ્ડ ડ્રિન્ક અને ફટકડી : કોલ્ડ ડ્રિન્ક અને ફટકડી સ્ટવ પર જમા થયેલી કાળાશ દૂર કરવાનું કામ કરશે. તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો પરંતુ આજે અમે તમને તેનો ઉપયોગ કરવાની અમે સૌથી સરળ રીત જણાવીશું.

ગેસના સ્ટવને સાફ કરવા માટે, એક વાટકી લો અને તેમાં અડધી વાટકી કોલ્ડ ડ્રિંક ઉમેરો અને તેમાં બે ચમચી ફટકડીનો પાવડર ઉમેરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને ગેસના સ્ટવ અને બોડી પર લગાવીને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો.

હવે ગેસ સ્ટવના ગંદા થયેલા બર્નરને સાફ કરવા માટે કોલ્ડ ડ્રિંકના પીણાના મિશ્રણમાં મૂકો અને તેને બ્રશથી સારી રીતે સાફ કરો. બસ તમારા ગેસ સ્ટોવની બધી કાળાશ દૂર થઇ જશે અને સ્ટવ સ્વચ્છ અને ચમકતો થઇ જશે.

ફટકડીનું પાણી કામ કરશે : જો તમે વધુ મહેનત કરવા નથી માંગતા તો ગરમ પાણીમાં ફટકડી નાખીને ફટકડીના પાણીનો ઉપયોગ કરો. જો તમે ઇચ્છો તો, તમે ફટકડીથી ગેસ સ્ટોવના બળવાના નિશાન પણ દૂર કરી શકો છો.

આ માટે તમે ફટકડીના એક બ્લોકને થોડી વાર ગરમ પાણીમાં બોળીને રાખો. પછી પાણીમાંથી ફટકડીના ટુકડાને કાઢીને, તે પાણીથી ગેસ સ્ટોવ અથવા ગેસ બોડી સાફ કરો. જો તમારો ગેસ સ્ટોવ ખૂબ જ ગંદો હોય તો તમે ફટકડી પાવડર, મીઠું અને ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો.

ફટકડી અને લીંબુનો રસ : તમે સળગી ગયેલા ગેસના સ્ટવને સાફ કરવા માટે ફટકડીમાં લીંબુનો ઉપયોગ કરી શકો છો કારણ કે સફાઈ માટે લીંબુ ખૂબ જ ઉપયોગી છે, જે માત્ર એક ચપટીમાં ગંદકીને સાફ કરી નાખશે અને વધુ મહેનત પણ નહીં લાગે.

આ માટે ફટકડી અને લીંબુના રસનું જાડું સોલ્યુશન બનાવો. હવે આ સોલ્યુશનને ગેસના ચૂલા પર લગાવો અને 20 મિનિટ સુધી આ રીતે રહેવા દો. પછી તમે લીંબુની છાલથી ગેસના સ્ટવને ઘસો અને છેલ્લે સ્ટવને પાણીથી ધોઈને સાફ કરો.

ગેસના સ્ટવને સાફ કર્યા પછી તરત જ ગેસનો ઉપયોગ ના કરશો તેને સૂકાવા દો. જો તમને આ ફટકડીની સફાઈ ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ ટિપ્સ મફતમાં મળતી રહેશે.