hingvastak churna benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા આપણે જોઇશુ કેટલીક સમસ્યાઓ વિષે જેવી કે ગેસ, અપચો, અરુચી ને દુર કરી પાચનશક્તિ વધારે એવા ચૂર્ણની રીત. સાથે એ પણ જાણીશું કે તેને કેટલા પ્રમાણમાં અને કઈ રીતે લેવું. જેમણે પાચનશક્તિ નબળી છે એટલે કે જેમણે સારી રીતે પાચન થતું નથી તેવા લોકોએ લીધેલ ખોરાક ન પચવાના કારણે લીધેલા ખોરાકમાંથી કાચો રસ બને છે જેને આમ કહેવાય છે.

શરીરમાં જમા થયેલો આમ જુદા જુદા અંગોમાં પહોંચી તેની કાર્યક્ષમતા ઘટાડે છે. જેના કારણે સાંધાનો દુખાવો, સોજો કે વધારે વજનથી લઈને કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ અને કેન્સર જેવી બીમારી આવે છે. માટે સ્વસ્થ શરીર માટે ખોરાકનું બરાબર રીતે પાચન થવું ખૂબ જરૂરી છે.

પચ્યા વગરનો ખોરાક હોજરીમાં પડ્યો રહેવાથી સળે છે જેના કારણે પેટની સમસ્યા ઉભી થાય છે. તો આ બધી તકલીફોને દૂર કરે અને પાચન શક્તિને વધારે તેવા ચૂર્ણને બનાવવાની રીત જોઈએ. આ ચૂર્ણને હિંગવાષ્ટકચૂર્ણ કહેવાય છે. હિંગવાષ્ટકચૂર્ણ બનાવવા માટે આઠ દ્રવ્યોની જરૂર પડે છે.

આ આંઠમાંથી મોટાભાગના દ્રવ્યો રોજિંદા વપરાશમાં લેવાતા હોવાથી રસોડામાંથી જ મળી રહે છે. હિંગવાષ્ટકચૂર્ણ માં વપરાતા બધા દ્રવ્યો સરખા પ્રમાણમાં એટલે કે સરખા વજનમાં લેવાના છે. સૌથી પહેલા સારી ગુણવત્તાવાળી આખી સૂંઠ લેવી. તેને ખાંડણીમાં ખાંડી ને અધકચરો ભૂક્કો કરી લેવો.

ત્યારબાદ એક સ્વચ્છ મિક્સર બાઉલ લઈ તેમાં તેટલા જ વજન ના આખા કાળા મરી ઉમેરો, તેટલાજ વજનનો અજમો ઉમેરો. રસોઈ ના મસાલા તરીકે વપરાતું જીરું પણ તેટલાજ વજનનું લેવું. ત્યારબાદ તેટલાજ વજનમાં કાળીજીરી ઉમેરો. આ ઉપરાંત તેટલાજ વજનની લીંડી પીપર લેવી. લીંડી પીપર પાતળી લાંબી અને કાળી હોય છે જે તે સારી ગુણવત્તાવાળી ગણાય છે.

કાળીજીરી અને પીપર બંને આયુર્વેદિક ઔષધિઓ ની દુકાને મળી રહે છે. ત્યારબાદ તેટલાજ વજનનું સિંધાલૂણ ઉમેરવું અને છેલ્લો તેટલા જ પ્રમાણમાં હિંગ ઉમેરી મિક્સરમાં સારી રીતે પીસી લેવું. આ ચૂર્ણને કાચની એરટાઈટ બરણીમાં ભરીને પાંચ થી છ મહિના સુધી વાપરી શકાય છે.

અડધી ચમચી ચૂર્ણ જમવાના 10 મિનિટ પહેલા ગાયના ઘીની સાથે લેવું. ગાયનું ઘી ન હોય તો ભેંસનું પણ ચાલે. દિવસમાં બે વખત જમતા પહેલાં આ હિંગવાષ્ટક ચૂર્ણ લેવાથી કબજિયાત, ગેસ કે અપચાની તકલીફ કાયમ માટે દૂર થશે. આ ચૂર્ણ જે લોકો વજન ઘટાડવા માગે છે તે લોકો માટે પણ ફાયદાકારક છે.

આ ચૂર્ણ પાચનશક્તિને વધારી ખોરાકમાં રહેલા પોષકતત્વોનું શરીરમાં સારી રીતે શોષણ કરવામાં મદદ કરે છે. જેથી પોષક તત્વોથી થતા રોગોથી બચાવે છે. હિંગવાષ્ટકચૂર્ણ શરીરમાંથી કફ અને વાયુને દૂર કરી સોજો અને દુખાવો તેમજ શ્વાસની તકલીફ મટાડે છે.

નોંધ લેવી : કિડની કે બીપીની તકલીફ હોય તેમણે વેદ ની સલાહ વગર હિંગવાષ્ટક ચૂર્ણનું સેવન ન કરવું. જેમણે પિત્ત પ્રકૃતિ છે તેમણે ઓછી માત્રામાં લેવું.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા