ઘરમાંથી ગરોળી થશે છૂમંતર, અપનાવો આ ઉપાય

0
675
garodi bhagadvana upay

અહીંયા તમને જણાવીશું ઘરમાં રહેલી ગરોળીને દૂર કરવાના ઘરેલુ નુસખાઓ વિષે. ગરોળી જીવ છે જે તમારાજ ઘરમાં રહીને તમને ડરાવે છે. જ્યારે ઘરની દીવાલ પર ગરોળી હોય ત્યારે આપણે તેને નજર અંદાજ કરતા હોઈએ છીએ કારણકે આપણે આવા નાના જીવથી કોઈ મુશ્કેલી સર્જાતી નથી.

પરંતુ શું તમને ખબર છે આ ગરોળી પૃથ્વી ઉપર આજથી બે લાખ વર્ષ પહેલા એટલે કે ડાયનાસોરના સમયથી છે? આપણા ઘરની અંદર રહેલી ગરોળી પાંચ હજાર ગરોળીની પ્રજાતિ માંથી એક માત્ર એવી પ્રજાતિ છે કે જે પોતાના ગળામાંથી અવાજ કરી શકે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ ગરોળીથી વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ખરતો નથી.

પરંતુ તમને જણાવીશું કે ઘરની અંદર રહેલી ગરોળી આપણા માટે કેટલી ખતરનાક છે. ગરોળી સામાન્ય રીતે વ્યક્તિને સીધી રિતે કોઈ નુકસાન પહોંચાડતી નથી. પરંતુ પરોક્ષ રીતે આ ગરોળી આપણા માટે અને આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબજ ખતરનાક સાબિત થાય છે.

સામાન્ય રીતે ઘરમાં રહેલી ગરોળી ઘરની દીવાલો ના ખૂણામાં વારંવાર મળ કરતી હોય છે. જયારે આ મળ આપણા ભોજનમાં અથવા તો આપણા શરીરના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેના કારણે આપણા સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે.

ગરોળીના મળ અને તેની લાળમાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા રહેલા હોય છે. જેના કારણે વ્યક્તિને ફૂડ પોઈઝન થવાની સંભાવના વધી જાય છે. જ્યારે ભોજનની અંદર ગરોળી પડી જાય ત્યારે તે ભોજન ખાવા માટે યોગ્ય રહેતું નથી. કેમ કે આવું કરવાથી આ ભોજન અનેક લોકો માટે મોતનું કારણ બની શકે છે.

જ્યારે ગરોળીના કારણે કોઈ પણ વ્યક્તિને ફૂડ પોઈઝીંગ થાય છે તો તેને આ મુજબના લક્ષણો જોવા મળે છે. ઉલટી થવી, પેટમાં દુખાવો થવો, ઉબકા આવવા, તેમજ માથામાં દુખાવો થવો અને વધુ ગંભીર ફૂડ પોઇઝનિંગ ને કારણે વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. હવે જાણીએ કે ગરોળીના ને દૂર ભગાડવાના ઘરેલુ નુસખા વિષે.

1) લસણ:  ઘરની અંદર રખડતા અનેક પ્રકારના જીવ જંતુઓ જેવા કે કીડી-મકોડાઓને લસણની ગંધ દ્વારા આસાનીથીભગાડી શકાય છે. ગરોળિયો પણ આ લસણની સુગંધ સહન કરી શકતી નથી અને ઘરના બારી તથા દરવાજા પાછળ લસણની કળીઓ રાખી દેવામાં આવે તો તેની સુગંધના કારણે ગરોળિયો ઘરમાં પ્રવેશ કરતી નથી. આ ઉપરાંત લસણને પાણીની અંદર ઉકાળી અને તેનો છંટકાવ કરવામાં આવે તો તેનાથી પણ ગરોળિ દૂર ભગાડી શકાય છે.

2) તીખાની ભૂકી: તીખાની ભૂકી પણ ગરોળીને દૂર ભગાડવા માટે ઉપયોગી સાબિત થાય છે. પાણીની અંદર કાળા મરીનો પાવડર અને લાલ મરચું પાઉડર ઉમેરી અને તેને ઉકાળી લેવું અને આ પાણીને ઘરની દીવાલો તથા ખૂણાઓમાં સ્પ્રે કરવાના કારણે ગરોળિયો ઘરમાંથી દૂર ભાગે છે .

3) મોર પંખ અને ઈંડા છાલ: આ નુસખાને હજી સુધી કોઈ પણ વૈજ્ઞાનિક યુક્તિ મળી નથી આમ છતાં પણ ગરોળિયો મોર પંખ ના કલર થી ડરતી હોય છે. આથી જ ઘરની અંદર મોર પંખ રાખવામાં આવે તો તેના કારણે ગરોળિયો ને દૂર ભગાડી શકાય છે. સાથે સાથે ઇંડાની સાલ ની સુગંધને કારણે પણ ગરોળિયો ઘરથી દૂર જતી રહે છે.

તો આ પ્રકારના ઘરેલુ નુસખા દ્વારા તમે પણ તમારા ઘરમાં રહેલી બધી જ ગરોળીને દૂર ભગાડી શકો છો અથવા સાથે ફૂડ પોઈઝન જેવી સમસ્યાઓથી તમે અને તમારા પરિવારને બચાવી શકો છો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.