fudina kachori banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે ઠંડી ઓછી થતી જાય છે અને ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. આ ઋતુમાં શરીરને અંદરથી ઠંડુ અને તાજું રાખવા માટે ફુદીનો એકદમ સારો વિકલ્પ છે. ફુદીનો ખાવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

તમે ફુદીનાની ચટણી, રાયતા, પરાઠા જેવી ઘણી વાનગીઓમાં ફુદીનાનો ઉપયોગ કર્યો જ હશે. પરંતુ, શું તમે ક્યારેય પુદીના કચોરીનું નામ સાંભળ્યું છે. જો નહીં, તો આજે અમે તમને તેની રેસિપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. ફુદીના કચોરી બનાવવા માટે તમારે વધારે મહેનત અને પૈસા ખર્ચવાની જરૂર નથી. જો તમે પણ એવા લોકોમાંથી છો જેમને ફુદીનો ગમે છે, તો તમારે પણ ફુદીનાની કચોરી બનાવીને ખાવી જ જોઈએ.

આ વખતે તમે પણ નાસ્તા કે લંચમાં ટેસ્ટી પુદીના કચોરી એકવાર જરૂર બનાવો. આવો અમે તમને જણાવીએ કે ફુદીના કચોરી બનાવવા માટે તમારે કઈ સામગ્રીની જરૂર છે અને તે કેવી રીતે બનાવી શકાય છે.

સામગ્રી

  • ઘઉંનો લોટ – 4 કપ
  • ફુદીનો – 1 કપ
  • જીરું – 1 ચમચી
  • લીલા મરચા – 2
  • ખાવાનો સોડા – 2 ચપટી
  • સ્વાદ માટે મીઠું
  • તેલ – 3 કપ
  • આદુ – 1/2 ચમચી
  • ધાણા પાવડર – 1/2 ચમચી
  • વરિયાળી પાવડર – 1/2 ચમચી
  • હીંગ – સ્વાદ મુજબ

~

ફુદીના કચોરી બનાવવાની રીત : સૌથી પહેલા ફુદીનાના પાનને સારી રીતે સાફ કરી લો અને તેને કાપીને બાજુમાં રાખો. હવે એક વાસણમાં લોટ લો અને તેમાં ફુદીનાની સાથે જીરું, ખાવાનો સોડા, લીલા મરચાં, ધાણા અને વરિયાળી પાવડર, હિંગ અને મીઠું ઉમેરીને લોટ બાંધો.

હવે તેને લગભગ 10 થી 12 મિનિટ માટે ઢાંકીને બાજુ પર રાખો. 12 મિનિટ પછી લોટના નાના-નાના બોલ બનાવીને કચોરીના આકારમાં વણી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને કચોરીને સારી રીતે તળી લો.

હવે તેને પ્લેટમાં કાઢીને અથાણાં કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. તો તમે પણ એકેવાર આ કચોરી બનાવીને નાસ્તામાં ખાઈ શકો છો. જો તમને રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા