ઘણી મહિલાઓ તેમના ઘરે બજારમાંથી લોટ ખરીદીને ઘરે લાવે છે. માર્કેટમાંથી લોટ ખરીદવો એ ખૂબ જ સામાન્ય વાત છે. જીવનમાં વ્યસ્તતાના લીધે, હવે એ સમય નથી કે જ્યાં લોકો જાતે જઈને ઘઉંની પીસાવીને અને લોટનો ઉપયોગ કરે.
આજકાલ તો બજારમાં ઘણા બધા પ્રકારના લોટ મળી રહે છે અને આજના લોકો પણ તેમના આહારને લઈને વધારે સતર્ક થઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કયા પ્રકારના લોટથી તમારા શરીરમાં કેવો ફરક પડે છે અથવા તમે જે લોટ બજારમાંથી ખરીદી રહ્યા છો તે સારો છે કે નહીં.
ઘઉંના પ્રકારથી લઈને લોટની ન્યૂટ્રિશિયન મૂલ્ય સુધી એવી ઘણી બાબતો હોય છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણા ઘરે યોગ્ય લોટ આવી શકે. જો તમે પણ બજારમાંથી લોટ ખરીદવા જય રહ્યા છો તો અમે તમને કેટલીક ખાસ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ચેક કરવી ખૂબ જરૂરી છે.
1. લોટની ન્યૂટ્રિશિયન વેલ્યુ અને સામગ્રી : ઘણી મોટી બ્રાન્ડ્સ પણ તેમની સામગ્રીમાં બ્લીચનો ઉપયોગ કરે છે જેથી કરીને લોટ એકદમ સફેદ દેખાય. આ સિવાય, રીફાઇન્ડ લોટ કરતા હોલ ઘઉં અથવા હોલ ગ્રેન લોટ વધુ ફાયદાકારક છે કારણ કે તેમાં ગ્લુટેન પણ ઓછું હોય છે અને તે ડાયેટરી ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
લોટના પોષણ મૂલ્યને ધ્યાનમાં રાખીને જ લોટ ખરીદવાનો આગ્રહ રાખો. થોડો સમય કાઢો અને જુઓ કે તમારા સ્વાસ્થ્ય માટે કયો લોટ સારો છે. ઉદાહરણ તરીકે વધુ વજન અને હૃદય રોગ વગેરેથી પીડાતા લોકોએ લો-ગ્લુટેન લોટ લેવો જોઈએ. એકદમ સફેદ લોટ લેવા પાછળ દોડશો નહીં કારણ કે તે રીફાઇન્ડ હોય છે અને સ્વાસ્થ્ય માટે સારો નથી.
ધ્યાન રાખો કે બ્લીચ કોઈપણ સામગ્રીના લિસ્ટમાં લખેલું નહિ હોય, પરંતુ તેના બદલે તેના રાસાયણિક નામો લખેલા હોય છે જેમ કે બેન્ઝોયલ પેરોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એક્સકોર્બિક એસિડ, નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ વગેરે વગેરે.
2. લોટ ક્યારે પીસેલો છે તેના પર ધ્યાન જરૂર આપો : ઘણી બ્રાન્ડ તેમના પેકેટમાં લોટ ક્યારે પીસેલો છે તેની તારીખ પણ લખે છે.એટલા માટે જેટલો લોટ ફ્રેશ હશે તેટલો આપણા સ્વાસ્થ્ય માટે સારો રહેશે. એટલા માટે જ મોટાભાગના લોકો ઘઉંને જાતે ઘંટી પર જઈને પીસીને લોટ બનાવવાને વધુ યોગ્ય માનતા હતા.
ઘણી વખત તો લોકો બજારમાંથી બે-ત્રણ મહિના પહેલા પીસેલા લોટને પણ ખરીદીને ઘરે લાવે છે અને તે સારું નથી. જેમ કે ઘઉંનો લોટ જેટલો જૂનો થાય છે તેમ તેમ તેનું પોષક મૂલ્ય ગુમાવે છે. તેથી લોટ ખરીદતી વખતે પેકેટમાં લખેલી તારીખને ખૂબ જ ધ્યાનથી તપાસવું જરૂરી છે.
3. તમારા સ્વાસ્થ્ય મુજબ લોટ ખરીદીને ઘરે લાવો : જો તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો છે અથવા કોઈ દવા ચાલી રહી હોય અને બીજી કોઈ શારીરિક સમસ્યા કે એલર્જી હોય તો તે મુજબ લોટ પસંદ કરો. આજકાલ બજારમાં ઘણી બધી જાતના લોટ મળે છે અને લોકોને સમજાતું નથી કે કયો લોટ લેવો જોઈએ.
લોકો માને છે કે બાજરી અથવા રાગીનો લોટ તેમના માટે સારો રહેશે કારણ કે તે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, પરંતુ આવા કોઈપણ મુખ્ય આહારમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે તેમના શરીર પર કેવા પ્રકારની વસ્તુઓનું કેવી રિએક્શન થશે અને તેથી આ નિર્ણય કોઈ પ્રોફેશનલની સલાહ લીધા પછી જ લેવો જોઈએ.
લોટ બદલવાનો કે ખરીદવાનો નિર્ણય લેવો એ ખૂબ જ સામાન્ય વાત છે પરંતુ કદાચ તમને ખબર નથી કે તે તમારા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે. આ લેખ વાંચ્યા પછી તમારે આ બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જો તમને આ માહિતી ગમી હોય તો બીજાને પણ જણાવજો અને આવી જ વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.