વારંવાર તમારા પગમાં દુખાવો થાય છે તો, ફક્ત 5 મિનિટમાં રાહત મળી જશે, અપનાવી લો આ 5 ઘરઘથ્થુ ઉપચાર

feet pain home remedies
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ક્યારેક વધારે ચાલવાથી પગમાં સખત દુખાવો થાય છે. પગના દુખાવાના ઘણા પ્રકાર છે. જો આનું કારણ જાણી શકાય તો આ સમસ્યાનું નિવારણ કરવું સરળ બની જાય છે. ક્યારેક સ્નાયુઓ ખેંચાવાથી, પગની પિંડીઓ પર વધુ દબાણ અથવા શરીરમાં ખેંચાણ પણ પગના દુખાવાનું કારણ બની શકે છે.

ક્યારેક કોઈ જૂનો અકસ્માત થયો હોય તો તેનું દર્દ પણ ઉભરી આવે છે, જેના કારણે પગ કે અંગૂઠામાં દુખાવો થવા લાગે છે. જો માંસપેશીઓમાં તણાવને કારણે દુખાવો થતો હોય તો મસલ રિલેક્સન્ટ્સ લેવાથી તેને ઠીક કરી શકાય છે. પરંતુ દર વખતે દવાનો ઉપયોગ કરવાથી શરીર પર નકારાત્મક અસર થઇ શકે છે.

જો તમને પગમાં વધુ પડતો દુખાવો થાય છે તો તમારે ચોક્કસ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ દુખાવો ઓછો છે તો તમે ઘરે જ કેટલીક ખૂબ જ સરળ પદ્ધતિઓ અપનાવીને આ સમસ્યાને દૂર કરવી જોઈએ. તો ચાલો જાણીએ કેટલાક સરળ ઘરગથ્થુ ઉપચાર જે તમને પગના દુખાવા કે ખેંચાણથી રાહત અપાવી શકે છે.

ગરમ પાણીથી સિંચાઈ કરો : જો પહાડ કે ગબબર કે ડુંગર પર ચડવાથી અથવા ખૂબ ચાલવાને કારણે તમારા પગ દુખતા હોય તો ગરમ પાણીમાં પલાળવાથી ઘણી હદ સુધી આરામ મળે છે. આ માટે એક વાસણમાં પાણી ભરીને ગેસ પર મુકો.

પાણીને સહેજ હૂંફાળું ગરમ ​​કરો. તેમાં મીઠું નાખીને મિક્સ કરી લો. હવે આ પાણીને ગેસ પરથી ઉતારીને તમારા પગ મૂકીને થોડીવાર બેસો. જ્યારે પાણી ઠંડું થઈ જાય એટલે તેમાંથી પગ કાઢીને સારી રીતે લૂછી લો અને મોજાં પહેરો. તેનાથી તમને ઘણી રાહત મળશે.

ગરમ તેલની મસાજ : 2 ચમચી સરસોના તેલમાં 2 ચમચી અજમો નાખીને ઉકાળો. આ તેલને ઠંડુ થવા દો. હવે કોઈ જાણકાર મસાજ નિષ્ણાત પાસેથી અથવા મસાજ કરવાનું જાણે છે તેના પાસેથી તેલથી પગની ધીરે ધીરે મસાજ કરાવો. આમ કરવાથી પગના દુખાવામાં રાહત થશે.

આઇસ પેક : વધારે ચાલવાને કારણે તમારા પગમાં સોજો આવ્યો છે અથવા દુખાવો થતો હોય તો આઈસ પેકથી ઘણી રાહત મળી શકે છે. જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં આઈસ પેક લગાવો. આનાથી સોજો અને દુખાવો ઘણી હદ સુધી ઓછો થઈ જશે.

ફટકડીનું પાણી : હૂંફાળા પાણીમાં ફટકડી ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે તેને 10 થી 15 મિનિટ સુધી પાણીમાં પગ નાખીને બેસી જાઓ. તેનાથી પગના દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળશે. આ ઉપાયથી સોજો, ગંધ કે ફંગલ ઇન્ફેક્શનથી પણ છુટકારો મેળવી શકાય છે.

ખાવાનો સોડા : જો તમે પગના દુખાવામાં રાહત મેળવવા માંગતા હોવ અથવા સોજાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો બેકિંગ સોડા પણ એક સારો વિકલ્પ છે. આ માટે એક પેનમાં પાણી ગરમ કરો. હવે આ ગરમ પાણીને એક ટબમાં નાખો અને ધ્યાન રાખો કે, પગને સહન કરી શકાય તેવું નવશેકું હોવું જોઈએ.

હવે તે ગરમ પાણીના ટબમાં ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં તમારા પગ મૂકો અને તેને 15 થી 12 મિનિટ સુધી પલાળીને રાખો અને પછી પગ સાફ કરી લો. તેનાથી પગના દુખાવામાં ઘણી રાહત મળી જશે.

જો કે આ બધા ઉપાયો સલામત છે, પરંતુ તેમ છતાં, તેનો અમલ કરતા પહેલા ચોક્કસ નિષ્ણાતનો અભિપ્રાય લો જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય. જો તમને પગના દુખાવામાં રાહત જોઈએ છે તો આ ઘરગથ્થુ ઉપચારો અજમાવી શકો છો, જો તમને આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.