famous food in gujarat
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દેશના કોઈ ખૂણે જાઓ કે પરદેશ જાઓ. ગુજરાતીની વાત આવે એટલે તે બધાથી જુદોજ હોય છે. દરેક ગુજરાતીની એક અલગ જ ઓળખ છે. દરેક ગુજરાતી ખાણી-પીણી તથા ફરવાના ખુબજ શોખીન હોય છે. જો ખાણી-પીણીની વાત કરીએ તો ગુજરાતની દરેક ખાણી-પીણી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. જો કોઈ ગુજરાતી બહાર ફરવા જાય તો ત્યાં પણ તે ગુજરાતી થાળી જ શોધતો હોય છે.

જો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દરેક શહેર માં ઘણી બધી ખાણી-પીણી પ્રખ્યાત છે. તો આજે અમે તમારા માટે કેટલીક વાનગીની યાદી લઈને આવ્યા છીએ જે ગુજરાતના શહેરોમાં ખુબજ પ્રખ્યાત છે. જો તમારા ધ્યાનમાં પણ તમારા શહેરમાં કોઈ ખાણી-પીણી પ્રખ્યાત છે તો અમને કમેન્ટમાં જરૂર જણાવો જેથી બીજા લોકો પણ તમારા શહેરમાં આવે તો તે ખાણી-પીણી નો લાભ લઇ શકે.

રાજકોટ: જો રાજકોટ ની વાત કરવામાં આવે તો ત્યાં ચા માટે ખેતલા આપા, જય અંબે અને મોમાઈની ચા ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટમાં ભગતના પેંડા અને જય સિયારામના પેંડા ખુબ જ જાણીતા છે. ઠંડી વસ્તુ જેવી કે આઇસક્રીમ અને કૂલ્ફી માટે રામ ઔર શ્યામના ગોલા, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી ખુબ જાણીતા છે.

સુરત: જો સુરત ની વાત કરવામાં આવે તો ત્યાં રમેશનો સાલમપાક ખુબજ પ્રખ્યાત છે. આ સાથે દરેક ગુજરાતીઓના મન પસંદ એવા ફાફડા માટે ગાંડાકાકાના ફાફડા, ખાંડવાળાની શેરીના સુરતી ખાજા અને ટેક્સટાઇલ માર્કેટ પાસે પહેલવાનના છોલે ભટુરે ખુબ જ જાણીતા છે.

અમદાવાદ: જો અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં ભજીયા માટે રાયપુર અને જેલના ભજીયા, ગુજરાત કોલેજ પાસેના દાળવડા, લાલદરવાજા વિસ્તારમાં આવેલ લકી ટી સ્ટોલના મસ્કાબન ખુબજ પ્રખ્યાત છે. જો આઈસ્ક્રીમની વાત કરવામાં આવે તો જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ ખુબ જ પ્રખ્યાત છે.

ભાજી પાંવની વાત કરવામાં આવે તો ઓનેસ્ટના ભાજી-પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ અને સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ ખુબ જ જાણીતા છે. સૌરાષ્ટ્રના ફાફડા, કર્ણાવતીની દાબેલી અને બાપુનગરના ગોંડલના ગાઠિયા પણ ખુબજ જાણીતા છે.

વડોદરા : જો વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં જગદિશનો ચેવડો ખુબ જ જાણીતો છે. આ સાથે જ વડોદરામાં કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા અને મંગળબજારમાં આવેલી પ્યારેલાલની કચોરી વડોદરાના લોકોની અતિપ્રિય છે.

જામનગર : જો જામનગરની વાત કરવામાં આવે તો ત્યાં જનતા ફાટકના વણેલા ગાંઠિયા, કાકાનું પાન, જગદિશનો ફાલુદા, એચ.જે. વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, ગીતાનો આઇસ્ક્રીમ, ગીજુભાઈની ભેળપૂરી, ચંદુભાઇના દાળવડા અને જામનગર સહિત આસપાસના વિસ્તારમાં ડાયફ્રુટની કચોરી ખુબજ જાણીતી છે.

ગાંધીનગર : જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો ત્યાં અક્ષરધામની ખીચડી, ગાંઠિયા માટે ગાંઠીયારથ, મહાલક્ષ્‍મીના ખમણ, પુજાના ઢોકળા, કાકાના ગોટા ખુબ જ જાણીતા છે. મહેસાણા: જો મહેસાણાની વાત કરવામાં આવે તો ત્યાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત આજુબાજુના વિસ્તારમાં મહેસાણા હાઈવે પર આવેલી સહયોગ ડેરીના પેંડા દૂર દૂર સુધી વખણાય છે.

અમરેલી : જો અમરેલીની વાત કરવામાં આવે તો ત્યાં બસ સ્ટેન્ડની તથા ચક્કાભાઈની ચા ખુબજ જાણીતી છે. આ સાથે જ ગોટામાટે જયહિન્દ,મહારાજના ભાજીપાંવ અને ભગતનું ઉંધીયુ ખૂબ જ પ્રખ્યાત છે.

ભુજ : જો ભુજ ની વાત કરવામાં આવે તો ત્યાં પકવાન અને ગુલાબપાક દરેક પ્રવાસીઓમાં ખુબ જ જાણીતી છે. જો ગોળા ની વાત કરવામાં આવે તો બાસૂંદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા એ ત્યાંના સ્થાનિકો તથા પ્રવાસીઓમાં ખુબજ પ્રખ્યાત છે.

પાલનપુર: જો પાલનપુર ની વાત કરવામાં આવે તો ત્યાં માધવીના પેંડા અને બદામ શેક ખુબ જાણીતા છે. નાસ્તામાં ઢાળવાસની કચોરી, શક્તિના પાતરા અને ખમણ સાથે ભોગીલાલના સમોસા ખુબજ જાણીતા છે.

સુરેન્દ્રનગર: જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો ત્યાં 100 ફૂટ રોડ પર આવેલા ભાભીના ભજીયા સાથે શહેરની મધ્યમાં રાજેશના સમોસા લોકો મનમુકીને ખાય છે. સુરેન્દ્રનગરની સિકંદરની સિંગ તથા રાજેશ્વરીના સેવ-મમરા જે ગુજરાતીઓ સહીત દેશ-વિદેશમાંથી લોકો સુરેન્દ્રનગરથી મંગાવે છે.

જુનાગઢ : જો જુનાગઢની વાત કરવામાં આવે તો ત્યાં બાપુના ભજિયા, સાગરના બટર પફ, જનતાની ભેળ, શક્તિની દાબેલી, ચામુંડાની મેંગો લસ્સી, ક્રિષ્નાની પકોડી લોકોમાં અતિ પ્રખ્યાત છે.

ભાવનગર: જો ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં ભગવતીનું સેવ-ઉસળ, શેઠ બ્રધર્સનો છાશનો મસાલો ખુબજ જાણીતા છે. આ સાથે દાસ અને જીવનભાઇના ગાંઠિયા ભાવનગરના લોકોને ખુબ જ ભાવે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા