ચહેરાને સાફ કરવા માટે આપણે ફેસ વોશ અને ક્લીંઝરનો ઉપયોગ કરીએ છીએ. આ વસ્તુઓ તમને બજારમાં પણ સરળતાથી મળી જાય છે પરંતુ ક્યારેક તેની આડઅસર થવાની શક્યતા વધુ છે. આ એટલા માટે છે કારણ કે તે કુદરતી વસ્તુઓ ઓછી અને કેમિકલ્સ વધારે વાપરે છે.
ખાસ કરીને જ્યારે તમારી ત્વચા સંવેદનશીલ હોય ત્યારે આ બજારુ પ્રોડક્ટ નુકસાસનકારક સાબિત થઇ શકે છે. એટલા માટે તમારે તમારી ત્વચાને કુદરતી વસ્તુઓથી સાફ કરવી જોઈએ. ત્વચાને સ્વચ્છ રાખવાથી પિમ્પલ્સ, તેલ અને છિદ્રો સાફ થાય છે એટલે દરરોજ ચહેરો ધોવો જોઈએ.
નારિયેળ તેલથી ચહેરાને સાફ કરો : નાળિયેર તેલમાં પૌષ્ટિક ફેટી એસિડ હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ માટે તમારે, 1 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી મધ અને 1 ચમચી દહીં ની જરૂર પડશે.
એક બાઉલમાં 1 ચમચી નારિયેળ તેલ, 1 ચમચી મધ અને 1 ચમચી દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો જેથી તે પેસ્ટ બની જાય. તો તમારું ફેસ ક્લીંઝર તૈયાર છે. નારિયેળ તેલથી બનેલી આ પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. આને લગાવવાથી તમારી ત્વચા સાફ થઈ જશે.
નાળિયેર તેલમાંથી બનેલા આ ક્લીનઝરના ફાયદા? શિયાળામાં ત્વચા શુષ્ક થઇ જાય છે. આ માટે નારિયેળ તેલ ખુબ જ ફાયદાકારક છે. દહીંમાં લૈક્ટિક એસિડ જોવા મળે છે. જો તમે ત્વચા પર દહીં લગાવશો તો કરચલીઓ ઓછી થશે. ઢીલી ત્વચાને કડક બનાવવા માટે પણ દહીંનો ઉપયોગ કરવામાં આવે છે.
જો તમારી ત્વચા ટેન થઈ ગઈ હોય તો દહીં લગાવવાથી ટેનિંગ ઓછું થઇ શકે છે. જો તમારી ત્વચા ફ્રીકલ્સને કારણે નિસ્તેજ દેખાવા લાગી છે, તો બજારમાં મળતી ક્રીમને બદલે તમે ઘરમાં રહેલા દહીં લગાવી શકો છો. શુષ્ક ત્વચા માટે મધ એક વરદાન છે તેથી જ તેનો ઉપયોગ કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે થાય છે.
ત્વચાની સંભાળ રાખવાની ટિપ્સ : જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો ત્વચા પર કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરાવવાથી ફાયદો થશે. ઓઈલી ત્વચા પર ખીલ ઝડપથી થાય છે, તો એવામાં ત્વચા પરનું તેલ ઓછું કરવા માટે ઓટ્સથી અનેલી પેસ્ટનો ઉપયોગ કરો.
શું તમે જાણો છો કે તમારી ત્વચાનો પ્રકાર શું છે? જો નહીં, તો પહેલા જાણો કે તમારી ત્વચા કેવી છે. સામાન્ય રીતે ત્વચા ત્રણ પ્રકારની ત્વચા હોય છે. શુષ્ક, તેલયુક્ત અને મિશ્રણ (શુષ્ક, તેલયુક્ત ભેગું).
CTM એટલે કે ક્લીંઝર, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝર એ ત્રણ સ્ટેપ છે જેને બિલકુલ ભૂલવું ન જોઈએ. તમારે CTM પછી તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવી જોઈએ. પછી ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ઓઈલી ત્વચા પર પિમ્પલ્સ થવા સામાન્ય છે, પરંતુ જો તમે તેને ફોડી નાખો છો તો બીજી જગ્યાએ પિમ્પલ્સ થઈ શકે છે.
નોંધ : આ ઘરેલું ઉપચાર ઓછું નુકસાનકારક છે, પરંતુ તમારે ત્વચા પર કંઈપણ વાપરતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો જ જોઈએ. કારણ કે દરેક ત્વચા અલગ અલગ પ્રકારની હોય છે. જો તમને માજહિતી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.