easy recipes for breakfast in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર આપણે બધાને રસોઈ બનાવવામાં આળસુ થઈ જઈએ છીએ. આ સ્થિતિમાં તમારે વિચારવું પડે છે કે આજે બાળકોને ખોરાકમાં શું બનાવીને ખવડાવીશું. જે બનાવવા માટે પણ ઓછી મહેનત લાગે અને બાળકોનું પેટ પણ ભરાઈ જાય. તમને યાદ હશે કે અગાઉ ઘણી શાળાઓમાં નો ગેસ કુકીંગ કોમ્પિટિશન થતી હતી.

જેમાં આવી વાનગી બનાવવામાં આવતી હતી જેના માટે ગેસની કોઈ જરૂર નહોતી પડતી. તે સ્પર્ધામાં ગેસ વગર શ્રેષ્ઠ વાનગી બનાવનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવતું હતું. આજના આ લેખમાં અમે તમને એવી વાનગીઓ વિશે જણાવીશું જે તમે કોઈપણ ગેસ વગર સરળતાથી બનાવી શકો છો.

(1) ફ્રૂટ સલાડ : સવાર સવારમાં શહેરના ભાગ દોડમાં ફ્રૂટ સલાડથી વધુ તંદુરસ્ત અને સરળ કંઈ ના હોઈ શકે. તમે કોઈપણ જાતની રસોઈ વગર સરળતાથી તમારા ફ્રુટ સલાડ બનાવી શકો છો. ફ્રૂટ સલાડને બનાવવામાં પણ ઓછો સમય લાગે છે અને જો તમારી પાસે ઘરે ચોપર હોય તો 7 થી 8 વર્ષનું બાળક પણ આ રેસીપી સરળતાથી બનાવીને ખાઈ શકે છે.

સામગ્રી : મનપસંદ અથવા મોસમી ફળ, લીંબુનો રસ 2 ચમચી, કાળા મરી પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, સ્વાદ માટે ખાંડ, તમને મનપસંદ ડ્રાયફ્રુટ

ફ્રૂટ સલાડ બનાવવાની રીત : સુધી પહેલા તમારા મનપસંદ ફળોને ધોઈને કાપી લો. પછી બધા ફળોને એક વાસણમાં રાખો. કાપેલા ફળો ઉપર લીંબુનો રસ, કાળા મરીનો પાવડર, મીઠું, થોડી ખાંડ અને ડ્રાયફ્રુટને ઉમેરો અને આ બધાને ફળો સાથે સારી રીતે મિક્સ કરો. સ્વાદિષ્ટ ફ્રૂટ સલાડ બની ગયો છે અને કોઈપણ વાસણમાં સલાડ સર્વ કરો.

ટિપ્સ : ફળોને એક કદમાં કાપવાનો પ્રયત્ન કરો જેથી ફ્રૂટ સલાડ દેખાવમાં વધુ સારો લાગે. જો કે આપણે સરખા આકાર પર ધ્યાન આપતા નથી, પણ જ્યારે ફળો સરખા કદમાં હોય છે તો સલાડ દેખાવમાં સારું લાગે છે. સલાડને માત્ર ફળો સુધી મર્યાદિત ના રાખો તેમાં ફળોની સાથે ફુદીનો, તુલસી જેવી વનસ્પતિઓનો ઉપયોગ કરો. તે સલાડને વધારે સ્વાદિષ્ટ અને હેલ્દી બનાવવામાં મદદ કરે છે.

(2) બિસ્કિટ કેક : કેક મોટાભાગના બાળકોની પ્રિય વસ્તુ છે અને રસોઈ વગર બિસ્કિટમાંથી કેક બનાવવી તે પણ સરળ રીત છે. બિસ્કિટ આપણા બધા ઘરોમાં સરળતાથી મળી રહે છે. હવે તમે દરરોજ ખાલી બિસ્કીટ ખાઈને કંટાળી ગયા છો તો તમારે બિસ્કિટમાંથી કેક બનાવીને ઘરે જ એકવાર ટ્રાય કરવું જોઈએ. સામગ્રી : બિસ્કિટ 10, માખણ 2-3 ચમચી, ખાંડ 5-6 ચમચી, દૂધ 1/2 કપ, તમારા મનપસંદ ડ્રાયફ્રુટ

બિસ્કિટ કેક બનાવવાની રીત : સૌથી પહેલા બિસ્કીટને નાના ટુકડાઓમાં ક્રશ કરીને એક વાસણમાં મુકો. હવે વાસણમાં માખણ, દૂધ અને ખાંડ નાખો અને બિસ્કિટના ટુકડાને એકસાથે મિક્સ કરો. બૈટરને બેકિંગ ટ્રેમાં નાખીને અને ટ્રે પર સરખી રીતે ફેલાવો. બૈટરની ઉપર ડ્રાયફ્રુટને ગાર્નિશ કરો. ટ્રેને 25 થી 30 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકો તેના પછી પછી કેકને સેટ કરવા માટે ફ્રિજમાં મૂકો.
પછી ઉપર ચોકલેટ સોસથી ગાર્નિશ કરો.

ટિપ્સ : કેકનું બેટરને વધારે ઢીલું ના થવા દો જેથી તે ટ્રે પર સરખી રીતે ફેલાય શકે. ચોકલેટ સિવાય તમે જેમ્સ બોલથી પણ કેકની સજાવટ કરી શકો છો, જેનાથી કેક વધારે સુંદર દેખાશે.

(3) પાઈનેપલ સેન્ડવિચ : તમે બટાકા અને મલાઈ સેન્ડવીચ તો ખાધી હશે પરંતુ તમે કદાચ પહેલા ક્યારેય પાઈનેપલ સેન્ડવિચ ખાધી હશે. ઘરે બટાકા અને મલાઈ સેન્ડવીચ બનાવવા માટે વધારે સમય લાગે છે પણ જ્યારે તમે પાઈનેપલ સેન્ડવીચને ફટાફટ બનાવી શકો છો. જો તમને પાઇનેપલનો સ્વાદ ગમતો હોય તો તમારે આ ડીશ એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ.

પાઈનેપલ સેન્ડવિચ રેસીપી માટે સામગ્રી : સફેદ બ્રેડ 6 સ્લાઇસ, પાઈનેપલના ટુકડા 3-4, પાઈનેપલ ક્રશ 3 ચમચી, કાળું મીઠું સ્વાદ મુજબ, માખણ 3 ચમચી

પાઈનેપલ સેન્ડવિચ બનાવવાની રીત : સૌથી પહેલા બ્રેડની કિનારીઓને કાપી અને બ્રેડની ત્રણ સ્લાઈસ પર સારી રીતે માખણ લગાવો. હવે ક્રશ કરેલા પાઈનેપલને બ્રેડની સલાઇસ પર સારી રીતે ફેલાવો. પછી બ્રેડ પર પાઈનેપલના ટુકડા મૂકો. સ્લાઈસ પર કાળા મીઠું છાંટો અને ત્રણેય સ્લાઈસને એકસાથે ભેગી કરો. સેન્ડવીચને બે સરખા ટુકડાઓમાં કાપીને તેને ફ્રીઝરમાં રાખો જેથી થોડો સમય ઠંડી થઇ જાય.
આ સરળ રીતે તમારી પાઈનેપલ સેન્ડવીચ તૈયાર થઇ જશે.

ટિપ્સ : સેન્ડવિચનો સ્વાદ વધારવા માટે તમે સ્લાઇસ પર ચોકલેટ પણ નાખી શકો છો. જો તમને વધારે મીઠું ના ગમતું હોય તો તમે સેન્ડવીચમાં ખાંડ પણ ઉમેરી શકો છો.

(4) મગ દાળ સ્પ્રાઉટ ચાટ : તમે અલગ અલગ પ્રકારની સ્પ્રાઉટ્સ ચાટ ખાધી જ હશે. મોટાભાગના લોકો ચણાના ફણગાવેલા ચાટને વધારે પસંદ કરે છે. ઝડપી બનવાની સાથે સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્દી હોય છે. તમે ઘરે પણ મૂંગ દાળ સ્પ્રોઉટ ચાટ ટ્રાય કરી શકો છો.

મગ દાળ સ્પ્રાઉટ ચાટ રેસીપી સામગ્રી : મગની દાળ 1 કપ, ડુંગળી 1/2 વાટકી, ગાજર 1/2 વાટકી, મરચું સ્વાદ મુજબ, મીઠું સ્વાદ મુજબ, કોથમીર 2 ચમચી, કાળા મરી પાવડર 1/2 ચમચી

મગ દાળ સ્પ્રાઉટ ચાટ બનાવવાની રીત : મગની દાળને એક રાત પહેલા પલાળીને રાખો. સવારે દાળને કપડાથી ગાળીને પાણીને સૂકવી લો અને દાળને એક વાસણમાં મુકો. ડુંગળી અને ગાજરને નાના ટુકડાઓમાં કાપીને દાળ સાથે મિક્સ કરો. મીઠું, લીલું મરચું, અને કાળા મરી અને લીંબુનો રસ ઉમેરીને દાળ સાથે સારી રીતે મિક્સ કરો.

ટિપ્સ : તમે ડુંગળી અને ગાજર સિવાય સ્પ્રાઉટ્સમાં બીજી ઘણી વસ્તુઓ ઉમેરી શકો છો. તમે આમાં કાકડી, ટામેટા જેવા શાકભાજી પણ ઉમેરી શકો છો. આ સરળ સ્ટેપ્સ સાથે તમારી સ્પ્રાઉટ ચાટ તૈયાર થઈ જશે. આ બધી વાનગીઓને એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ અને કહો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો. જો તમને આ રેસિપી ગમી હોય તો આવી વધુ વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા