તેમાં કોઈ શંકા નથી કે ડ્રાય ફ્રૂટ્સ હેલ્ધી હોવાની સાથે તે સ્વાદિષ્ટ પણ હોય છે. પરંતુ આપણે જાણીયે છીએ કે તે બજારમાં ખુબ જ મોંઘા મળે છે અને તેની ઘરે લાવ્યા પછી તેની યોગ્ય જાળવણી પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જો તેને બહારની હવાના સંપર્કમાં આવે છે તો ખૂબ જ ઝડપથી બગડી જાય છે અને બગડવાની સાથે તેનો સ્વાદ પણ બગડી જાય છે.
જ્યારે મોટાભાગની મહિલાઓ એવું કરે છે કે તેઓ ડ્રાયફ્રૂટ્સને ખરીદે છે ત્યારે એકસાથે મોટી માત્રામાં ખરીદે છે. પરંતુ જ્યારે જાળવણીની વાત આવે છે ત્યારે તેઓ ડ્રાયફ્રૂટને બીજી વસ્તુઓ સ્ટોર કરીએ એજ રીતે સ્ટોર કરે છે.
જો તમે પણ આવું જ કંઈક કરો છો તો નુકસાન તમારું જ છે કારણ કે ડ્રાય ફ્રૂટ્સ ખૂબ મોંઘા હોય છે અને એકવાર બગડી જાય તો તેનો સ્વાદ સારો નથી હોતો અને ના તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ આજે અમે તમને જણાવીશું કે ડ્રાય ફ્રૂટ્સનો સંગ્રહ કેવી રીતે કરવો જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય.
ફ્રેશ ડ્રાયફ્રુટ ખરીદો : ડ્રાય ફ્રુટ્સ ખરીદતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે તે એકદમ ફ્રેશ હોવા જોઈએ. જો ડ્રાયફ્રુટ્સમાંથી કોઈપણ પ્રકારની સુગંધ આવે છે તો સમજી જાઓ કે જુના થઇ ગયા છે. ધ્યાન રાખો કે હંમેશા પેક કરેલા જ ડ્રાયફ્રુટ્સ ખરીદવાનો આગ્રહ રાખો. પેક ડ્રાયફ્રુટ્સનું પેકિંગ એવી રીતે કરવામાં આવે છે કે તે લાંબા સામ્ય સુધી તાજા રહે છે અને બગાડતા નથી.
જો તમે દરરોજ ડ્રાયફ્રુટ ખાતા નથી અને તમે જથ્થાબંધ ભાવે અથવા ખુબ જ વધારે ડ્રાય ફ્રૂટ્સ ખરીદો છો, તો તમારી આદતને બદલો અને નાનામાં નાના પેકિંગવાળા જ ડ્રાય ફ્રૂટ્સનું પેકેટ ખરીદવાનો આગ્રહ રાખો. જો તમે દરરોજ ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો જ તમારે મોટું પેકેટ ખરીદવું જોઈએ.
એરટાઈટ ડબ્બામાં જ રાખો : જો તમે મોટી માત્રામાં ડ્રાયફ્રૂટ્સ ખરીદીને લાવો છો તો તેને એરટાઈટ કન્ટેનરની અંદર રાખો. વાસ્તવમાં, જ્યારે ડ્રાયફ્રૂટ્સનું પેકિંગ એકવાર ખુલી જાય છે પછી તેને નમી લાગવાનો ડર વધી જાય છે. તેથી આવા બોક્સની અંદર રાખો જેમાં હવા ના જાય. જો ડ્રાયફ્રૂટ્સમાં હવા લાગે છે તો સીલ થઈ જાય છે અને પહેલા જેવા ક્રિસ્પી નથી રહેતા.
ઠંડી જગ્યાએ રાખો : કેટલાક લોકો ડ્રાયફ્રૂટને રસોડામાં બીજી વસ્તુઓની સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ રાખે છે, પરંતુ તમારે આવું કરવાની જરૂર નથી કારણ કે રસોડામાં તાપમાન ઘરના બાકીના તાપમાન કરતા સાથી વધારે હોય છે કારણ કે એવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જે ગરમ રહે છે અને ગરમ હવા પણ ફેંકે છે.
રસોડામાં સતત રસોઈ બનાવવાના કારણે પણ ત્યાં તાપમાન વધારે રહે છે. તેથી ડ્રાય ફ્રૂટ્સ હંમેશા રસોડા સિવાય એવી જગ્યાએ રાખો જે ઠંડી જગ્યા હોય અને જ્યાં ભેજ ન હોય. પરંતુ ડ્રાયફ્રુટ્સને ફ્રીજની અંદર ક્યારેય રાખવાનું ભૂલ કરશો નહિ. કારણ કે ફ્રિજ ઠંડું છે અને ત્યાં રાખવાથી તેમાં ભેજ આવી શકે છે.
રોસ્ટ કરીને સ્ટોર કરો : જો તમે એવું ઈચ્છો છો કે ડ્રાય ફ્રૂટ્સ લાંબા સમય સુધી ચાલે તો તમારે તેને હળવા શેકી લેવા જોઈએ. આમ કરવાથી ડ્રાયફ્રૂટ્સમાં ક્યારેય કીડા નથી પડતા અને તેમનું આયુષ્ય પણ ખુબ જ વધી જાય છે.