dosa recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે, અમે રેસિપીમાં, અમે તમારા માટે દૂધીના ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસાની ખૂબ જ મજેદાર અને સ્વાદિષ્ટ રીત લઈને આવ્યા છીએ. તમે વિચારતા જ હશો કે અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ? શું દુધીના તો ઢોસા થોડી બનાવી શકાય.

તો ચાલો તમને જણાવી દઈએ કે આ ઢોસા એટલો ક્રિસ્પી અને ટેસ્ટી હશે કે તમને વારંવાર બનાવીને ખાવાનું મન થશે. જો તમારા ઘરમાં બધાને દૂધી ખાવાનું પસંદ નથી તો એકવાર તમે તેમને આ દૂધીના ઢોસા ખવડાવો. તેમને આ ઢોસા બહુ ગમશે અને તેમને ખબર પણ નહિ પડે કે તેમણે દૂધીના ઢોસા ખાધા છે. તો ચાલો જાણીયે તેને બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી

  • દૂધી 600 ગ્રામ
  • આદુ 1/2 ઇંચ
  • લીલા મરચા 1-2
  • જીરું 1 નાની ચમચી
  • ચોખા 2 કપ
  • અડદની દાળ 1/2 કપ
  • મીઠું 1 ચમચી
  • નાળિયેર 1
  • દહીં 1 મોટી ચમચી
  • કોથમીર થોડી
  • લસણની કળી 6-7

ઢોસા બનાવવાની રીત

ઢોસા બનાવવા માટે, સૌથી પહેલા ચોખા અને અડદની દાળને આખી રાત પલાળી રાખો. જો તમે તેને આખી રાત પલાળી રાખવા નથી માંગતા તો તેને 5 કલાક માટે ચોક્કસ રાખો.

પછી દૂધીને ધોઈ ને છોલી લો. પછી તેના નાના ટુકડા કરીને મિક્સર જારમાં મૂકો અને તેમાં આદુ પણ ઉમેરો. તેમાં લીલા મરચા અને જીરું પણ ઉમેરો.હવે તેને ગ્રાઇન્ડ કરીને જાડી અને સ્મૂધ પેસ્ટ બનાવો. જો કે તેને પીસવા માટે પાણી ઉમેવાની જરૂર નથી, પરંતુ જો તમે તેને પીસી શકતા નથી, તો તમે તેમાં થોડું પાણી ઉમેરી શકો છો.

પેસ્ટને ગ્રાઇન્ડ કર્યા પછી, તેને એક મોટા બાઉલમાં કાઢીને બાજુ પર રાખો. પછી આખી રાત પલાળેલા ચોખા અને અડદની દાળમાંથી પાણી કાઢીને તેની સ્મૂધ અને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે દૂધીની પેસ્ટ અને દાળ અને ચોખાની પેસ્ટમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેને 15 મિનિટ માટે આ રીતે રહેવા દો.

નારિયેળની ચટણી બનાવવા માટે, સૌથી પહેલા તેના નાના ટુકડા કરી લો અને તેને મિક્સર જારમાં નાખો, સાથે તેમાં મીઠું, લસણની કળીઓ, લીલા મરચાં અને ધાણા પાવડર નાખો. તેમાં થોડું દહીં પણ ઉમેરીને બરાબર પીસી લો. તમે તમારા સ્વાદ મુજબ લીલા મરચા અને મીઠું ઉમેરી શકો છો. તમારી ચટણી તૈયાર છે, તેને મિક્સરમાંથી કાઢીને અલગ વાટકીમાં કાઢી લો.

હવે ઢોસા બનાવવા માટે લોખંડની પેનને સારી રીતે ગરમ કરો અને પછી તેને પાણી અને તેલના મિશ્રણથી સારી રીતે સાફ કરો. આમ કરવાથી તવા પર તેલનું એક પડ બની જશે અને તે નોન સ્ટિક જેવું જ કામ કરશે. જેથી ઢોસા તવા પર ચોંટી ન જાય અને પેનનું તાપમાન પણ ઘટશે.

હવે બેટરને એક ચમચીમાં ભરીને તવા પર ફેલાવીને પાતળું પડ બનાવી લો અને ઉંચી આંચ પર પકાવો. પછી તેને આંચ પરથી ઉતારી લો. તૈયાર છે દૂધીના ઢોસા. તમે તેને નારિયેળની ચટણી સાથે સર્વ કરીને તેનો આનંદ માણી શકો છો. આવી જ વધુ રેસિપી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા