નવા ઘર માટે ડિનર સેટ લેવાનું વિચારી રહયા છો, તો પૈસા નો બગાડ ના થાય તે માટે જાણી લો

dinner set buying guide
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ ઘરમાં ડિનર સેટ એટલે કે જે વાસણોમાં તમે ખાઓ છો તે ડાઈનિંગ ટેબલનું મુખ્ય આકર્ષણ હોય છે. તમારા ડિનર સેટની ડિઝાઇન અને રંગોથી પણ તમારા ભોજનનો સ્વાદ બમણો થઇ જાય છે. આ વાત સાચી છે પણ તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આપણે જે પ્રકારના વાસણોમાં ખાવાનું ખાઈએ તેનાથી ભોજનનો સ્વાદ વધે છે કે ઓછો થાય છે.

હકીકત એ છે કે સારી ડિઝાઈનવાળા ડિનર સેટમાં ખાવાનું પીરસવામાં આવે તો ખોરાક સસરો લાગે છે જેથી તમે તેને દિલથી ખાઓ છો અને તેનો સ્વાદ બમણો થઈ જાય છે. આ જ કારણ છે કે તમારા ડાઇનિંગ ટેબલને સજાવવા અને ભોજનનો સ્વાદ વધારવા માટે સારો ડિનર સેટ હોવો ખૂબ જ જરૂરી છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિવિધ પ્રકારના ડિનરસેટ વચ્ચેનો તફાવત શું હોય છે, જો નથી ખબર તો સમજવો ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા ઘર માટે નવો ડિનર સેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો, તે પહેલા તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે કઈ છે મહત્વની બાબતો.

ટ્રેન્ડ મુજબ ડિનર સેટ ખરીદો : એક સારો ડિનર સેટ પસંદ કરવાની સૌથી સરળ રીત એક છે કે આજના સમયમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના વિષે માહિતી મેળવવી. પહેલા એક સમય હતો જ્યારે લોકો સ્ટીલ અને પિત્તળના ડિનર સેટને વધારે સારો માનતા હતા, પરંતુ અત્યારે સમય બદલાયો તેમ વાસણોનો ટ્રેન્ડ પણ બદલાયો છે.

આજના દિવસોમાં ક્રોકરી ડિનર સેટ સૌથી વધારે ટ્રેંડમાં છે એટલા માટે તમારે આવા ડિનર સેટને પસંદ કરવું જોઈએ. આ સિવાય આજના સમયમાં મોટાભાગના લોકો થાળીને બદલે બાઉલમાં ખાવાનું પસંદ કરે છે કારણ કે તેમાં ખોરાક લાંબા સમય સુધી ગરમ રહે છે. એટલા માટે તમે પણ એવા જ બાઉલ પસંદ કરી શકો છો.

પાસ્તા, સલાડ અને સૂપ જેવી વાનગી માટે બાઉલ એ સારું વાસણ કહેવાય છે. જો કે બજારમાં બાઉલ ઘણી સાઈઝમાં મળે છે પરંતુ તમે તમારી જરૂરિયાત મુજબ તેની સાઈઝની પસંદગી કરી શકો છો.

ટ્રેન્ડ મુજબ રંગો પસંદ કરો : આજકાલ ડિનર સેટમાં સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રેન્ડ પ્રમાણે સારા રંગના ડિનર સેટની પસંદગી કરવી. આજકાલ ટ્રેન્ડિંગ રંગોમાં પેટર્ન સાથે ન્યુટ્રલ, મૈટ, બ્લુ, મૌવે, વ્હાઇટ, બ્લુ-વ્હાઇટ વગેરે વધુ પસંદગીના રંગો છે. આ રંગો તમારા ડિનરસેટને ક્લાસિક લુક આપે છે. આ સિવાય ડિનર સેટ ખરીદતી વખતે એક બીજી વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારા ઘરની દિવાલો સાથે મેળ ખાતો રંગને પસંદ કરો.

મેચિંગ ડિઝાઇન જોઈને ડિનર સેટ ખરીદો : તમારા ડાઇનિંગ ટેબલને સ્ટાઇલિશ બનાવવા માટે સારી રીતે ડિઝાઇનવાળો ડિનર સેટ હંમેશા સારું રહે છે. ખાસ કરીને આવા ડિનર સેટ ત્યારે ખૂબ સરસ લાગે છે જ્યારે તમે કોઈ ખાસ પ્રસંગમાં ઘરે મહેમાનો આવ્યા હોય અને બધા સાથે બેઠા હોય. જો કે તમે અલગ રંગના ડિનર સેટ પણ લઈ શકો છો, પરંતુ તેની ડિઝાઇનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

લાંબા સમય ચાલે તેવા ક્લાસિક ડિનર સેટની પસંદ : ડિનર સેટની પસંદગીમાં કોઈ નિયમ તો નથી કે તમને ટ્રેન્ડ ચાલે છે તે જ પસંદ આવે. તમે તમારા ઘર માટે પિત્તળ અથવા સિલ્વરવેર ડિનર સેટ જેવા ડિનરસેટ પણ પસંદ કરી શકો છો. આવા ડિનર સેટ ઓછા મેન્ટેનર્સ સાથે લાંબા સમય સુધી ચાલે છે. જૂના જમાનાના આ વાસણો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ સેટને લાંબા સમય માટે વાપરી શકાય છે.

માઇક્રોવેવ સેફ ડિનર સેટ : આજની ભાગદોડવાળી જીંદગીમાં લોકો પાસે ગરમ ખોરાક તરત જ ખાવાનો સમય નથી હોતો તેથી જ્યારે પણ તમે ડિનર સેટ ખરીદો ત્યારે ધ્યાનમાં રાખો કે તે માઇક્રોવેવ સુરક્ષિત હોવા જોઈએ. આ ડિનર સેટમાં તમે ગમે ત્યારે માઇક્રોવેવમાં ખાવાનું ગરમ ​​કરી શકો છો અને તમારો સમય પણ બચી જાય છે.

બજારમાં મળતા ડિનરસેટના પ્રકાર : આજના સમયમાં બજારમાં ઘણા બધા પ્રકારના ડિનર સેટ ઉપલબ્ધ હોય છે. તમે તમારી અનુકૂળતા અને પસંદગી અનુસાર આમાંથી કોઈપણ ડિનર સેટને પસંદ કરી શકો છો. તો ચાલો જાણીએ કેટલાક પ્રકારના ડિનર સેટ વિશે થોડી માહિતી.

બોન ચાઇના ડિનર સેટ : આજ ના દિવસોમાં બોન ચાઇના ડિનર સેટ એક ટકાઉ, હલકો અને રોજિંદા જીવનમાં અને ખાસ પ્રસંગો માટે એક સારી પસંદગી છે. આ ડિનર સેટ માઇક્રોવેવ અને ડીશવોશર સુરક્ષિત હોય છે.

માટીના ડિનર સેટ : માટીના વાસણો કિંમત અને મજબૂતીની દ્રષ્ટિએ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક પસંદ છે. સૌથી જૂની ઔદ્યોગિક સામગ્રીમાંની એક હોવાને કારણે તે તમારા રાત્રિભોજન સેટ તરીકે શ્રેષ્ઠ હોઈ શકે છે. આવા માટીના વાસણોમાં ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સારું હોઈ શકે છે.

સ્ટીલ ડિનર સેટ : સ્ટીલ ડિનર સેટ ભલે આજના સમયમાં ટ્રેન્ડમાં નથી પણ તમે તેનો રોજિંદા ઉપયોગ માટે સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ વાસણો તૂટવાની કોઈ સંભાવના હોતી નથી અને તે સરળતાથી સાફ પણ થઈ જાય છે અને લાંબા સમય સુધી ચાલે છે. જો કે આ ડિનરસેટ દેખાવમાં બહુ આકર્ષક નથી લાગતા પરંતુ અત્યારે બજારમાં વિવિધ ડિઝાઇનમાં મળી રહે છે.

સિરામિક ડિનર સેટ : ચિનાઈ માટીના વાસણો એ બહુમુખી સામગ્રી છે જેની સપાટી બિન-છિદ્રાળુ હોય છે અને ચીની માટીના ટુકડા સામાન્ય રીતે ડીશવોશર, માઇક્રોવેવ અને ઓવન સુરક્ષિત હોય છે.

મેલામાઇન ડિનર સેટ : આ ડિનર સેટ ચોક્કસપણે દેખાવમાં આકર્ષક લાગે છે પરંતુ તમારે તેમાં વધારે ગરમ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે મેલામાઈનમાં ગરમાગરમ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો કે મેલામાઈન ડિનરવેર તમારા ઓવન અથવા માઇક્રોવેવ માટે યોગ્ય નથી. પરંતુ તે ડીશવોશર સલામત છે . તમે આ પ્રકારના ડિનર સેટનો ઉપયોગ ઠંડા ખોરાક અથવા મીઠાઈ માટે કરી શકો છો.

તો આજે આ લેખ વાંચીને તમને પણ માહિતી મળી ગઈ હશે. જો તમે નવો ડિનર સેટ ખરીદવા માંગતા હોય તો તમારા માટે અહીં જણાવેલી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ બીજી કિચન સબંધિત, રસોઈ ટિપ્સ વગેરે જેવી માહિતી ઘરે એઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.