deshi datan karvana fayda in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું ત્રણ અલગ-અલગ વૃક્ષ ના દાતણ વિશે. અત્યારે બધા લોકો આયુર્વેદ તરફ વળ્યા છે એનું કારણ બધાને ખબર જ છે કે હાલમાં મહામારી બીમારી ફેલાઈ રહી છે. જેને કારણે તમામ લોકો દુનિયાના બધા જ લોકો આયુર્વેદમાં માનતા થયા છે અને એ રીતે આપણે સવારે ઊઠીને દાંત સાફ કરવા માટે ટૂથપેસ્ટ વાપરીએ છીએ તે કરતાં દેશી દાતણ વાપરવું જે અનેક ઘણું ફાયદાકારક છે. સા

દાંત સાફ કરવા માટેની કોઇ શ્રેષ્ઠ ઔષધી હોય તો તે દાતણ છે, ટૂથપેસ્ટ નહીં. તમારી પાસે જો દાતણ પણ ઉપલબ્ધ ન હોય તો મીઠું અને હળદર થી તમારા દાંત સાફ કરો પણ ટૂથપેસ્ટ બને ત્યાં સુધી વાપરશો નહિ. તમે દાતણ નો ઉપયોગ કરશો તો તમારા પેઢા અને મોઢાની અંદરના જે અવયવો છે તેમાં ફાયદો થશે અને સમગ્ર શરીરમાં તો ફાયદો થવાનો જ છે.

એક વાત એ પણ ખુબજ મહત્વ ની છે કે કઇ ઋતુમાં કયું દાતણ વાપરું અથવા તો ક્યારે કયું દાતણ વાપરવું એ પણ ખુબજ મહત્વ છે. કેમકે એક જ વૃક્ષ નું દાતણ સતત કરવા કરતા ઋતુ પ્રમાણે દાતણ કરવું વધુ યોગ્ય અને ફાયદા કારક છે. હવે જોઈએ ત્રણ દાતણ વિશે.

૧) લીમડો:–  લીમડાનું દાતણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પણ ક્યારે કરવું? તો હોળી પછી તરત લીમડાનું દાતણ કરવું જોઈએ. ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનામાં લીમડાનું દાતણ એટલે કે ઉનાળાની ગરમીની ઋતુમાં લીમડાનું દાતણ કરવું જોઈએ.

કારણકે આ જે સમયગાળો છે તે ભારતીય ઋતુચક્ર પ્રમાણે જ કામ કરે છે અને લીમડાનું દાતણ આ સમયમાં કરવાથી દાંત, પેઢા અને મોઢું તો સ્વચ્છ રહે છે સાથે તે શરીર ની અંદર ખુબજ ફાયદો કરે છે. આ સિવાય કફ થતો નથી અને પિત્તનું શમન કરે છે.

તમે લીમડાનું દાતણ રોજ કરશો તો તમારા શરીરમાંથી તજા ગરમી દૂર કરે છે એટલે કે શરીરમાં વધારાની ગરમી હોય તો તે પણ લીમડાનું દાતણ નિયમિત કરવાથી દૂર થાય છે. તો ખાસ આ દાતણ ઉનાળામાં બધા લોકોએ નિયમિત કરવું જોઈએ. આ સિવાય તમારા દાંતની સમસ્યા હોય, જે જીવાણુઓ કે કીટાણુઓ દાંત માં હોય તે પણ લીમડાના કડવા રસથી મળી જાય છે.

જો તમે આ દાતણ કરો તો કડવો રસ શરીરમાં ઉતરસે. આ કડવો રસ ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનામાં કડવો રસ શરીર માં ઉતારવો જોઈએ. આમ કરવાથી તમારું શરીર સમગ્ર વર્ષ દરમિયાન નિરોગી રહે છે. જેથી લીમડાનું દાતણ તમે કરશો તો એનો રસ તમારા શરીરમાં ઉતારશે અને તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

૨) આંબાનું દાતણ:  આંબાનું દાતણ પણ ખુબજ ઉપયોગી ગણવામાં આવે છે. ખાસ કરીને જેઠ મહિનામાં અથવા તો કેરીની સીઝન ચાલુ થઈ જાય ત્યારે આંબાનું દાતણ કરવું જોઈએ. આ દાતણ કરવાથી શરીરમાં વધારાનો કફ હોય છે તે નીકળી જાય છે અને કફનું સંતુલન યોગ્ય રીતે રાખે છે. જેથી શરદી , ઉધરસની સમસ્યા દૂર થાય છે. આમ આંબાનું દાતણ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

૩) વડનું દાતણ:–  વડનું દાતણ અતિ ઉત્તમ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે. ખાસ કરીને ચોમાસા અને ઉનાળામાં દાતણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. ખાસ કરીને વ્યસન ને લીધે જે લોકોના દાંત નબળા પડી ગયા હોય છે, દાંત હલતા હોય છે,  પેઢામાંથી દુર્ગંધ આવતી હોય છે, પેઢાને લગતી, દાંતને લગતી કોઈપણ સમસ્યા હોય તો વડનું દાતણ એકદમ અક્ષીર છે.

વડ નું દાતણ કરવાથી દાંત અને પેઢા ને લગતી તમામ સમસ્યા દૂર થઈ જશે. ઘણા લોકોને દાંત હલતા હોય છે તે પણ બંધ થઈ જતાં હોય છે. તો આમ વડ નું દાતણ પણ અતિ ઉત્તમ સ્વાસ્થ્ય માટે ખૂબ  જ સારું ગણવામાં આવે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા