dental care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા શરીરના મહત્વના અંગોમાંનું એક અંગ દાંત છે જે જરૂરી હોવા છતાં બિનજરૂરી માનવામાં આવે છે. સવારે વહેલા બ્રશ કરવાની વાત હોય કે ડેન્ટિસ્ટની વાતને ટાળવાની હોય આપણે હંમેશા તેના પર ઓછું ધ્યાન આપીએ છીએ. દાંતની ખાસ વાત એ છે કે આપણે એ પણ જાણતા નથી કે તેમની પણ કાળજી લેવી જરૂરી છે.

હવે તમે જ વિચાર કરો કે એક વખત પોલાણ બનવામાં ઘણા વર્ષો લાગી જાય છે અને આ જ કારણના લીધે ઘણા લોકો દાંતને લઈને અવગણના કરે છે. એવું તમારે આવું ના હોવું જોઈએ. કારણ કે આપણા શરીરમાં જે પણ ખોરાક જાય છે તે દરેક વસ્તુ પહેલા દાંતમાંથી પસાર થાય છે અને તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરો.

આજે તમારી સાથે આયુર્વેદિક મુજબ કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહયા છીએ. આ આયુર્વેદિક ટિપ્સ તમારા દાંતની સંપૂર્ણ સ્વચ્છતાની કાળજી રાખશે. જો તમે મીઠું, નારંગીની છાલ, કેળાની છાલ, બેકિંગ સોડા, લીંબુ વગેરેથી તમારા દાંતને સફેદ કરવાના નુસખા કર્યા છે તો આ ટિપ્સને પણ અજમાવીને જુઓ.

આ 5 ખૂબ જ અસરકારક ટિપ્સ છે જે તમારા દાંતના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉપયોગી થઈ શકે છે. તમારે સૌથી પહેલા 2 નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ. સૌથી પહેલા તમારે ધીરજ રાખવી પડશે કારણ કે આ એક રાતમાં થશે નહીં અને બીજું, હંમેશા તમારી દિનચર્યા પ્રમાણે જ કરો અને આ પાંચ ટિપ્સને હંમેશા ફોલો કરતા રહેવું જરૂરી રહેશે. તો હવે ચાલો તે નિયમો વિશે જાણીએ જેનું તમારે હંમેશા પાલન કરવું જોઈએ.

1. લીમડો અને બાવળનું દાતણ : પહેલાના જમાનામાં લોકો લીમડો અથવા બાવળના દાતણનો ઉપયોગ કરતા હતા. આ જડીબુટ્ટી એન્ટિમાઇક્રોબાયલ હોય છે અને તેને ચાવવાથી તેમની અંદર રહેલા એન્ટિ-બેક્ટેરિયલ એજન્ટો બહાર આવે છે. તેનાથી તમારી મોં ની હેલ્થ સારી રહે છે. જો તમે દરરોજ આ બ્રશ કરવા નથી માંગતા તો પણ તમે સવારે સામાન્ય રીતે કોગળા કરીને દિવસના કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકો છો અને સવારે સામાન્ય રીતે જ બ્રશ કરો.

કેવી રીતે કરવું? એક એવું દાતણ પસંદ કરો જે ઓછામાં ઓછી તમારી નાની આંગળી જેટલું જાડું હોય. તેને એક બાજુથી ચાવવાનું શરૂ કરો અને તેને બ્રશની જેમ બનાવો. હવે તેને તમારા દાંત વડે ધીમે ધીમે ચાવો અને તમારા મોઢાને દાંતથી ઘસો. આનાથી તમારી લાળ બનશે જેને તમે સમયાંતરે થૂંકતા રહો. આનાથી બધા દાંતને અને પેઢા પર બ્રશ કરો અને જ્યારે બ્રશ થઇ જાય પછી મોંને સારી રીતે સાફ કરો અને દાંતમાં ફસાયેલા દાંતના રેસાને દૂર કરો.

2. દિવસમાં બે વાર બ્રશ કરો : આ સલાહ બધા જ ડેન્ટિસ્ટ આપે છે પરંતુ દિવસમાં બે વાર બ્રશ કરવું ખૂબ જ જરૂરી હોય છે. આખા દિવસ દરમિયાન આપણે જે પણ ખાઈએ છીએ તેમાંથી મોટા ભાગનું આપણા દાંતમાં ફસાઈ જાય છે. તેને આખી રાત રહેવા દેવું દાંત માટે સારું નથી.

જો કે તમારે ગળપણવાળી વસ્તુ કે ચોકલેટ વગેરે જેવી ચીકણી વસ્તુઓ ખાધા પછી દર વખતે તમારા દાંતને બ્રશ કરવું જોઈએ, પરંતુ જો તમે તે કરી શકતા નથી તો તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર તો બ્રશ કરી જ શકો છો.

3. જીભની સફાઇ : તમારી મોં ની પોલાણમાંથી છુટકારો મેળવવાનો સારો રસ્તો છે કે તમારા મોંમાં રહેલા તમામ ઝેરી તત્વોને દૂર કરો જેનાથી પ્લાક બનાવવાની સંભાવના છે. તમે ગમે તેટલા દાંતને સાફ કરો પરંતુ જો તમારી જીભ સાફ નહીં હોય તો તમારી મોં સ્વચ્છ નહિ થાય. તેથી જીબની પણ સફાઈ કરવી મહત્વપૂર્ણ છે.

કેવી રીતે કરવું? જીભ સ્ક્રેપર અથવા જીભ ક્લીનર (ઉલિયું) લાવો અને જો તે તાંબાનું હોય તો વધારે સારું. ઘણા લોકો સ્ટેનલેસ સ્ટીલનું ઉલિયું પણ લાવે છે. તમે દરરોજ બ્રશ કર્યા પછી તમારી જીભને તેનાથી સાફ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે ખૂબ જોરશોરથી ના કરો નહીંતર જીભમાંથી લોહી નીકળી શકે છે.

4. હર્બલ માઉથ વોશ : મોઉથ વોશ વગર મોંની સફાઈ પુરી ના કહેવાય. આયુર્વેદમાં, ત્રિફળાને ખૂબ જ સારા મોઉથ વોશ તરીકે માનવામાં આવ્યા છે. આ હર્બલ માઉથ વોશ તમારા દાંતની સાથે તમારા પેઢાને પણ સાફ કરે છે અને તેને મૌખિક સ્વચ્છતાની ખૂબ સારી પદ્ધતિ માનવામાં આવે છે. મોઢામાં પડતા ચાંદાને રોકવા માટે આ શ્રેષ્ઠ ઉપાય સાબિત થઈ શકે છે.

કેવી રીતે કરવું? સૌપ્રથમ ત્રિફળાને પાણીમાં ઉકાળો અને પછી પાણીની માત્રા અડધી ના થાય ત્યાં સુધી તેને ઉકાળો. તેને ઠંડુ થવા માટે રહેવા દો અને પછી જ્યારે તે હૂંફાળું રહે ત્યારે તેને મોઢામાં લઈને કોગળા કરો. તમે દરરોજ આ રીતે તમારા મોં ને સાફ કરી શકો છો.

5. ઓઇલ પુલિંગ : તમે પણ મોમાં પાણીથી કોગળા કર્યા જ હશે, પરંતુ શું તમે ઓઇલથી કોગળા કર્યા છે ખરા? હકીકતમાં મોઢામાં તેલ નાખીને થોડીવાર મોંમાં રાખવાથી અને કોગળા કરવાથી પેઢા અને દાંતની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દૂર થઈ જાય છે. તેનાથી મોઢાના ચાંદા પણ દૂર થઈ શકે છે. તે તમારા મોંની કસરત માટે પણ સારી રીત છે જે તમારા મોંના સ્નાયુઓને મજબૂત કરે છે.

કેવી રીતે કરવું? આ કરવા માટે તમે તલનું તેલ, સરસોનું તેલ અથવા નારિયેળનું તેલ લઈ શકો છો અને મોઢામાં રાખી શકો છો અને તેને આખા મોં માં ફેરવો જે રીતે તમે કોગળા કરો છો. તેને 15 થી 20 મિનિટ પછી તેને મોંમાંથી થૂંકી લો અને સામાન્યની જેમ મોં ને સાફ કરી લો. ધ્યાનમાં રાખો કે તેલ પીવો નહિ, ફક્ત કોગળા જ કરો.

ઉપર જણાવેલી આ પાંચ ટિપ્સ તમારા દાંતને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જો તમને પહેલાથી જ દાંતની સમસ્યા છે જેમ કે કેવિટી, રૂટ કેનાલ, દાંત કાળા પડી જવા, પેઢામાં સોજા કે અન્ય કોઈ સમસ્યા હોય તો ચોક્કસપણે ડેન્ટિસ્ટની સલાહ લો, જે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.

જો તમને પણ આ જાણકારી પસંદ આવી હોય તો જેને આ માહિતીની જરૂરિયાત છે તેમને મોકલો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આજીવન દાંતના દુખાવાથી છુટકારો મળી જશે, કરી લ્યો આ 5 આયુર્વેદિક ઉપાયો, આજીવન માટે દાંતમાં દુખાવો કે દાંતમાં કીડા નહિ પડે”

Comments are closed.