daily routine for 40 year old woman
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ જેમ તમારી ઉંમર વધી જાય છે તેમ તમારા શરીરમાં કેટલાક ફેરફારો થવા લાગે છે. તમે પહેલા કરતા દરેક બાબતમાં ધીમા પડી જાઓ છો અને જલ્દીથી થાકી જાઓ છો. આ સાથે જ ત્વચામાં પણ ઘણા બદલાવ આવે છે, જેના કારણે ત્વચા પર કરચલીઓ, ઢીલી પડી જવી અને ફાઈન લાઈન્સ થવા લાગે છે.

વધતી ઉંમર સાથે બીજી સમસ્યા જે સ્ત્રીઓને સૌથી વધુ પરેશાન કરે છે તે છે ખીલ અને આ સમસ્યા સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને કારણે થાય છે. પરંતુ દરરોજ કેટલીક હેલ્ધી ટેવો અપનાવવાથી તમે 40 વર્ષની ઉંમર સુધીમાં 30 વર્ષ યુવાન દેખાઈ શકો છો.

જી હા, તમે ખરેખર આ કરી શકો છો. તમે શું ખાઓ છો તેના પર ધ્યાન રાખવાની સાથે તમારા શરીરને આખા દિવસ દરમિયાન શક્ય તેટલું હલનચલન કરાવવા સુધી, આવી ઘણી રીતો છે જે તમને 40 ના દાયકામાં પણ સ્વસ્થ અને યુવાન રાખી શકે છે.

તમારા મનને સાફ, શરીરને યોગ્ય આકારમાં લાવવા માટે અને ચહેરા પર યુવાનીનો ગ્લો લાવવા માટે આ લેખમાં જવાનેંલા રૂટિનને અનુસરો આ માહિતી આયુર્વેદિક નિષ્ણાત ડૉક્ટર ચેતાલીજીએ તેમના ઈન્સ્ટાગ્રામમાં શેર કરી છે.

1. સ્નાન પહેલા શરીર પર તેલની માલિશ કરો

આ માટે સરસોનું તેલ સૌથી શ્રેષ્ઠ રહે છે. તે વધતી ઉંમરમાં પણ સાંધાઓને મજબૂત રાખે છે. આ સાથે સૂતા પહેલા પગની માલિશ કરો. તે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ, ઊંઘ ન આવવાની સમસ્યા અને નર્વસ ડિસઓર્ડર માટે શ્રેષ્ઠ છે.

2. સૂતી વખતે નાકમાં ગાયનું ઘી નાખો

તે માનસિક રીતે મજબૂત બનવામાં મદદ કરે છે. આધાશીશી, એલર્જી, અનિદ્રા, અલ્ઝાઈમર રોગ , ડિપ્રેશન અને અન્ય ઘણી સમસ્યાઓના નિવારણ માટે નખમાં ગાયનું ઘી નાખવું ફાયદાકારક છે.

3. હર્બલ ચા પીવો

આ માટે તમારી દિનચર્યામાં જીરું, ધાણા, વરિયાળીની ચા, ફુદીનાની ચા, આદુની ચા વગેરે ચા નો સમાવેશ કરો. તમે તેમાંથી તમારા શરીરને અનુકૂળ આવે તે કોઈપણ ચા લઈ શકો છો.

4. દરરોજ સવારે તડકામાં બેસો

દરરોજ સવારે 20 મિનિટ સુધી સૂર્યસ્નાન કરવાથી કુદરતી રીતે વિટામિન-ડીનું સ્તર વધે છે. આ આદતને દરરોજ અપનાવો, તે તમારા હાડકાને ઘડપણમાં પણ મજબૂત રાખવામાં ખુબ જ મદદ કરશે.

આ પણ વાંચો: ઘડપણમાં પણ એકદમ યુવાન દેખાવા માટે અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ

5. ડ્રાયફ્રુટ અને બીજનું સેવન કરો

દિવસમાં એકવાર 1 ચમચી અળસીના બીજનું સેવન કરો અને સવારે યોગ્ય માત્રામાં પલાળેલી અથવા છાલવાળી બદામ ખાઓ. જો કે તમે તમારી પસંદગી પ્રમાણે કોઈપણ ડ્રાયફ્રુટ ખાઈ શકો છો પરંતુ બીજા કરતા બદામમાં સૌથી વધુ પ્રોટીન હોય છે.

6. કેમિકલ્સવાળી પ્રોડક્ટથી દૂર રહો

આજકાલ કોસ્મેટિક પ્રોડક્ટો ખુબ વધી ગઈ છે. જે તમને એક દિવસ માટે યુવાન બનાવી શકે છે, પરંતુ છેલ્લે તો તે ત્વચા માટે નુક્સાનકરક જ છે. તેથી શક્ય હોય તો ઘરેલુ ઉપચારનો ઉપયોગ વધુ કરો.

7. દરરોજ સવારે ગરમ પાણી પીવો

દરરોજ સસવારે ગરમ પાણી પીવાથી તમારું પાચન સ્વસ્થ રહે છે, શરીર અંદરથી સાફ થાય છે અને ઝેરી તતવોને દૂર શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

8. દરરોજ આંખની કસરત કરો

દરરોજ આંખોની કસરત કરવાથી તમે આંખના નંબર આવતા અટકાવી શકો છો. આ સાથે મોબાઈલ, ટીવી અને લેપટોપનો સમય ઘટાડવાનો પ્રયાસ કરો. જો કોમ્પ્યુટર પર સતત કામ કરો છો તો થોડો વિરામ જરૂર લો.

9. યોગ અને કસરત

દરરોજ સવારે યોગ, પ્રાણાયામ અને કસરત જરૂર કરો. કસરત તમારા શરીરને સ્વસ્થ્ય રાખે છે જેના કારણે તમે યુવાન દેખાઈ શકો છો. કસરત નથી કરી શકતા તો દરરોજ 30 મિનિટ ચાલવાની કસરત કરી શકો છો.

તો તમે પણ આ નિત્યક્રમનું પાલન કરો. તે તમને માનસિક અને શારીરિક વિકૃતિઓથી બચાવે છે અને તમે 40 વર્ષની ઉંમર પછી પણ યુવાન અને સુંદર દેખાશો. આશા છે કે દરેક મહિલાઓને આ અમારો લેખ જરૂર ગમ્યો હશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા