તમારા ચહેરાની સુંદરતામાં અનેકગણો વધારો કરી શકે છે, જાણો આ 5 ફેસપેક વિષે

dahi face pack in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ત્વચાને અંદરથી ચમકદાર અને પોષણ માટે ચહેરા પર શું લગાવવું અને શું ના લગાવવું જોઈએ, ખાસ કરીને જ્યારે કુદરતી વસ્તુઓની વાત આવે છે ત્યારે તમે મુંજવણ અનુભવો છો. ઘણી વખત બટાકા, ટામેટા, લીંબુના રસનો સતત ઉપયોગ કર્યા પછી પણ ચહેરા પર એ ચમક નથી જોવા મળતી.

પરંતુ આજે અમે તમારી સાથે જણાવવા જઈ રહયા છીએ એવા 5 ફેસપેકમ જેના ઉપયોગથી તમે ચહેરાની સુંદરતામાં અનેકગણો વધારો કરી શકો છો. તો ચાલો જાણીએ કે તેને કેવી રીતે બનાવવીને લગાવવાની રીત.

1. દહીં અને અખરોટ સ્ક્રબ : અખરોટ પાવડર, જવનો લોટ, મધ અને દહીં, તમામ સામગ્રી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરો ધોયા પછી, ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

2. કેળા અને દહીંનો પેક : એક બાઉલમાં અડધુ પાકેલું કેળું અને 3 ચમચી દહીં મિક્સ કરો. તેમાં મધના થોડા ટીપા ઉમેરો. સૌ પ્રથમ ચહેરાને ફેસવોશથી સાફ કરો અને પછી આ પેસ્ટ લગાવો. તેને સહેજ સૂકવવા દો અને 10 મિનિટ પછી તેને ધોઈ લો. ડ્રાય સ્કિન છ એતે લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક પેક છે.

3. દહીં અને ફળો ફેસ પેક : દહીં અને પપૈયાના પલ્પને મેશ કરીને અને મિક્સ કરો. આ પેસ્ટને ચહેરાની સાથે ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો, આ પછી ચહેરો ધોઈ લો. આ પેક વૃદ્ધત્વને જલ્દીથી આવતા રોકે છે. અહીંયા તમે પપૈયાને બદલે ટામેટાનો પલ્પનો પણ ઉપયોગ કરી શકાય છે.

4. પ્રોટીન પેક : એક બાઉલ લો, તેમાં દહીં અને મગ કે મસૂર દાળનો પાવડર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને સુકાવા માટે રહેવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો. આ પેક લગાવવાથી રંગ નિખરે છે અને ચહેરો હંમેશા યુવાન દેખાય છે. ઓઈલી ત્વચા માટે આ ખૂબ જ ફાયદાકારક પેક છે.

5. સ્કિન સ્મૂદનિગ પેક : એક બાઉલમાં દહીં, 1 ચમચી બદામની પેસ્ટ, 1/2 ટીસ્પૂન સફેદ તલની પેસ્ટ અને મધના થોડા ટીપાં મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. હવે ચહેરાને ધોઈને આ ફેસપેકને લગાવીને થોડીવાર પછી ધોઈ લો. આ ફેસપેક દરેક ત્વચા માટે યોગ્ય છે.

જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.