dadhi kali kavano upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે પુરુષોના દાઢી ના વાળ નાની ઉંમરમાં સફેદ પડતા હોય તેનું રીઝન અથવા તો માટેનું કારણ તણાવ અને ચિંતા જોવા મળી છે. જે લોકો ચિંતા તણાવ અને ગુસ્સો જેવા ભાવો પોતાની અંદર રાખે છે અથવા જે લોકો ચિંતામાં રહે છે તેમના વાળ હંમેશા સફેદ પડેલા જોવા મળે છે કારણ કે મગજની અંદર અમુક સ્ત્રાવો ઉત્પન્ન થાય છે જે તમારા દાઢીના વાળને સફેદ પાડી દે છે.

આ ઉપરાંત માથાના વાળ પણ તમારા સફેદ પડી જતા હોય છે. આ ઉપરાંત બીજું મહત્વનું રીઝલ્ટ છે કે મેલેનીન નામનું તત્વ છે એ ઓછું થઈ જાય એટલેકે તમારા શરીરમાં મેલેનીન નામનું તત્ત્વ ઓછું થાય તો તમારા શરીરમાં ગમેતે જગ્યાએ સફેદ ડાઘ પડી શકે છે . ઉપરાંત વાળ સફેદ થઈ જાય અથવા તો દાઢી ના વાળ સફેદ થાય તેવી નાની નાની સમસ્યાઓ સર્જાય છે .

હવે જાણીએ કે તમારે દાઢી ના વાળ ને કાળા કરવા માટે શું કરવું જોઈએ તેના માટે બે-ત્રણ ટિપ્સ અને બે ત્રણ પોસ્ટ વિશે પણ જણાવીશું જે તમે અપનાવશો તો સો ટકા તમારી દાઢી ના વાળ છે એ કાળા થઈ જશે. પહેલો ઉપાય જોઈએ તો તમારે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે.તેની અંદર તમારે 15-20 મીઠા લીમડાના પાન નાખવાના છે.

10 થી 15 મિનિટ લીમડાના પાન ને પાણીમાં વ્યવસ્થિત ઉકાળીને તે પાણી તમારે પીવાનું છે. આ પાણી પીવાથી તમારા શરીર માં જે સફેદ વાળ માટે જવાબદાર તત્વો છે તે તત્વોની ઉણપ ને દૂર કરશે. અને તમારા વાળ ધીરે ધીરે કાળા થવા લાગશે. ઉપરાંત આની સાથે તમારે બે થી ત્રણ એવી પેસ્ટ બનાવીને દાઢીમાં થયેલા સફેદ વાળ પર લગાવવાની છે જેથી તમારા વાળ સફેદ હોય તો કાળા પડી જશે.

તો સૌથી પહેલો એકદમ સરળ અને ઇજી ઉપાય છે કે સરળ અને એકદમ ઈઝી ઉપાય છે ગાયના દૂધનું માખણ હોય તે માખણ ને તમારે ધીરે-ધીરે કરી તમારી દાઢી ઉપર એકદમ વ્યવસ્થિત દેવાનું લગાવી દેવાનું. પાંચ દસ મિનિટ તમારે મસાજ કરવાની અને 30 થી 60 મિનિટ સુધી તેને દાઢીપર માખણ લગાવીને રાખવાનું છે.

ત્યારબાદ ચોખા પાણી અથવા ફેસવોસ થી તમારું મોં સાફ કરી લેવાનું કારણ કે માખણ લગાડવાથી ચીકણો પદાર્થ આપણા ચહેરા ઉપર ચોંટેલું રહે છે જેથી તમને ખીલ થવાની સમસ્યા ઉત્પન્ન થઇ શકે. એટલા માટે તમારે કલાક પછી તેને વ્યવસ્થિત ફેસવોસ થી તમે સાફ કરી લેવું .

બીજી વસ્તુ છે ફુદીનો: 10 થી 15 ફુદીનાના પાન લેવાં. તે ફુદીનાના પાનની સારી રીતે પેસ્ટ બનાવી લો. ફુદીનાના પાન કચરી લો અને તેમાં જરૂરી પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું ડુંગળીનો રસ મિક્સ કરવાનું છે. તમારે ફરજીયાત ફુદીનાની પેસ્ટ સાથે ડુંગળીનો રસ બે ચમચી જેટલો એડ કરવાનો છે.

હવે આ પેસ્ટ ને તમારે દાઢી પર સફેદ વાળ હોયત્યાં લગાવવાની છે અને ધીરે ધીરે તમે દાઢી પર અને મૂછ મસાજ કરો. એક કલાક સુધી રહેવા દીધા બાદ તમારે તેને વ્યવસ્થિત ચોખ્ખા પાણી વડે સાફ કરી લેવાનું. તો આ રીતે પણ તમે તમારા દાઢીના વાળ ને સફેદ થઇ ગયા હોય તો કાળા કરી શકો છો .

ત્રીજો ઉપાય છે કે તમારે સવાર અને સાંજે 10-10 મિનિટ બંને હાથના નખને ભેગા કરી ઘસો. દસ મિનિટ સવારે અને દસ મિનિટ સાંજે આવું કરવાથી તમારી આંખના નંબર ઉતરી અને વાળને લગતી કોઈપણ સમસ્યા દૂર થાય છે. ઉપરાંત દાઢી ના વાળ સફેદ પડી ગયા હોય તો તે ધીરે ધીરે કાળા થાય છે.

આ સિવાય તમે એલોવેરાનું જ્યુસ અથવા આમળાનું જ્યુસ સવારમાં એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી આમળાનો જ્યુસ નાખી પીવાથી પણ દાઢી ના વાળ કાળા થઈ જશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા