cooking tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

(૧) દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો.જેથી દુધ ઉભરાઈ ને બહાર નહી નિકળે. (૨) ભજીયા બનાવતાં સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરામાં ૧ લીંબુ નો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછુ બળસે અને ભજીયા નો સ્વાદ પણ સારો આવશે.

(૩) બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલા તેમાં છાપાના ટુકડાં નાં મોટા મોટાં ગોળા બનાવી ફ્રીઝ માં મુકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો. જેથી ફ્રીઝ માં વાસ આવશે નહિ અને જીવાત પણ થશે નહિ.

 (૪) શાકની ગ્રેવી ઘટ્ટ કરવાં માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે. (૫) જો રસોડા માં કોઈ ચીકણો પદાર્થ પડે તો તેના પર બ્લિચ નાખી બ્રશથી સાફ કરી લેવું. (૬) કાપેલા સફરજનમાં લીંબુના થોડાં ટિંપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

(૭) સુકા આદુની છાલ ઉતારવી હોય તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જસે. (૮) આંબળાનો મુરબ્બો બનાવતી વખતે ૫૦૦ ગ્રામ તૈયાર મુરબ્બો ૨ ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બા માં ખાંડ નહિ જામે. (૯)કાબુલી ચણા બોઇલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જસે.

(૧૦) મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા મુકવાથી મીઠામા ભેજ નહિ લાગે. (૧૧) ગરમીમાં કીડીઓના કારણે પરેશાની હોત તો છે તો એના માટે ટ્યુબલાઈટની પાસે ૧-૨ ડુંગળી લટકાવી નાખો. (૧૨) આલી પરોઠા બનાવતી વખતે બટાકા માં અથાણાં નો થોડો મસાલો નાખવાથી પરોઠા નો સ્વાદ બદલાઈ જસે.

(૧૩) ઘરે બનાવેલ માખણ માંથી ઘી બનાવ્યાં પછી પાછળ વધેલા મિશ્રણ ને ફેંકી ન દેતા એને ઠંડા પાણીમા થોડીક વાર રહેવા દઈ ૫-૬ કલાક ફ્રીઝ માં મૂકી રાખો. પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પુરી, પરોઠા કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો.

(૧૪) લોટ નાં ડબ્બા માં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહિ અને લોટ લાંબો સમય સુધમાં તાજો રહેશે.  (૧૫) કોઇપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવુ હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દો . તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે

(૧૬) પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમાં ૧:૫ નાં પ્રમાણ માં સોયાબીન નાં દાણા ઉમેરો. (૧૭) લીલાં મરચાં ને ફ્રીઝ માં વધુ દિવસ સુધી રાખવા માટે તેની દાંડી ને તોડીને એરટાઈટ ડબ્બા માં રાખો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા