cooking spices use home remedies
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડાનો સીધો રસ્તો આપણી ભૂખ અને સ્વાસ્થ્ય છે. જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આપણે હંમેશા સીધા રસોડામાં જઈએ છીએ. રસોડું ભૂખ સિવાય હંમેશા આપણી પહેલી દવાની દુકાન રહી છે. રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ વધારવા માટે પણ થાય છે.

રસોડાની આ વધારે ઉપયોગમાં આવતા વસ્તુઓમાં કેટલાક મસાલા, ઘણા પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ અને કેટલીક રોજિંદી ખાદ્ય ચીજો છે જે શરદી, તાવ અને ઉધરસ જેવી નાની બીમારીઓથી રાહત આપે છે. આ સિવાય પણ અસાધ્ય રોગો જેવા કે બ્લડ પ્રેશર, બ્લડ સુગર વગેરેને તેમના દ્વારા સંતુલિત કરી શકાય છે.

રસોડું પહેલું દવાની દુકાન : દવાની દુકાન રસોડું એટલે કે રસોડામાં રહેલી હળદર, આદુ, તજ, લવિંગ, કાળા મરી, મેથી અને જીરું મુખ્ય દવાઓ છે. આયુર્વેદ અનુસાર આ મસાલાનું સેવન આપણને ઘણા પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે અને શરીરના મહત્વપૂર્ણ અંગોને પણ સ્વસ્થ રાખે છે. તો ચાલો જાણીએ આપણા રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુઓ વિશે.

1. મેથી : રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરનારી મેથી, કુદરતી એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. એક સંશોધન મુજબ મેથી લીવર માટે ફાયદાકારક છે કારણ કે તેમાં હિપેટો-પ્રોટેક્ટિવ ગુણ હોય છે. આયુર્વેદ અનુસાર, 1-2 ગ્રામ મેથીના દાણા પાવડરનું સેવન નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે અને શરીરના દુખાવામાં પણ રાહત આપે છે.

2. કાળા મરી : કાળા મરી પણ એક મહાન રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર છે કારણ કે તેમાં ગેસ્ટ્રો-રક્ષણાત્મક, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે. શ્વસન સંક્રમણથી તાત્કાલિક રાહત આપે છે, શરદી અને ઉધરસને મટાડે છે અને ગળાને પણ રક્ષણ આપે છે. તેને રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરને આંતરિક મજબૂતી મળે છે.

અસ્થમા : ઉધરસમાં રાહત મેળવવા માટે 2 ગ્રામ કાળા મરીના પાવડરને 200 મિલી ગાયના દૂધમાં ભેળવીને પકાવીને પીવાથી ફાયદો થાય છે. પેટના કીડાના ઉપચાર માટે 2-3 ગ્રામ કાળા મરીનો પાઉડર 1 કપ છાશ સાથે સવારે ખાલી પેટ લેવાથી પેટના કીડા નીકળી જાય છે.

3. હળદર : હળદર એ આપણા રસોડામાં એવો સામાન્ય મસાલો છે, જેનું આયુર્વેદમાં તેનું મહત્વનું સ્થાન છે. તેના ગુણો વાત અને કફ દોષોને દૂર કરવામાં મદદ કરે છે. તેમાં કર્ક્યુમિન તત્વ હોય છે જે સંધિવા, એલર્જી, હૃદય રોગ, અલ્ઝાઈમર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.

હળદરમાં કેન્સર વિરોધી ગુણ પણ હોય છે. તેની સાથે બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. આયુર્વેદમાં તેનો ઉપયોગ રોગોમાંઘણી રીતે થાય છે, તેની ઘણી પદ્ધતિઓ છે.

હળદળને દૂધમાં ભેળવીને તેનું સેવન કરવાથી તેના ફાયદા અનેકઘણા વધી જાય છે. એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર ઉકાળો અને પછી જ્યારે તે થોડું હૂંફાળું હોય ત્યારે તેનું સેવન કરો. શરદી અને તાવમાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેની સાથે શરીરના દુખાવા કે ઠંડીથી બચવા માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

4. આદુ : આ એક શક્તિશાળી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ ઘણીવાર ખોરાકના સ્વાદને વધારવા માટે થાય છે. આદુની ચા તો આમ પણ ભારતીય લોકોની પહેલી પસંદ છે, પરંતુ તેનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સ્વાદ પણ આપે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ડિટોક્સિફાય પણ કરે છે.

આદુનો 6 મિલી રસ અને તેમાં 6 ગ્રામ મધ ભેળવીને દિવસમાં 3-4 વખત લેવાથી ઈન્ફલ્યુએન્ઝા રોગનો ઉપચાર કરી શકાય છે. ન્યુમોનિયામાં પણ ફાયદાકારક છે. 5 મિલી આદુના રસમાં 1 કે બે વર્ષ જૂનું ઘી અને કપૂર ભેળવીને ગરમ કરીને છાતી પર માલિશ કરવાથી ન્યુમોનિયામાં ફાયદો થાય છે.

5. જીરું : આ એક લોકપ્રિય મસાલો છે અને તેનો ઉપયોગ દરરોજ ભારતીય રસોડામાં કરવામાં આવે છે. જીરામાં જોવા મળતા ‘એપીજેનિન’ અને ‘લ્યુટોલિન’ નામના તત્વ એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તેના તત્વો શરીરની અંદર મુક્ત રેડિકલ સામે રક્ષણ પૂરું પાડે છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

આજના સમયમાં એસિડિટી એક સામાન્ય સમસ્યા છે અને તેના ઉપચાર માટે જીરું એક ખાસ દવા છે. જીરું અને ધાણાની 120 ગ્રામ પેસ્ટને 750 ગ્રામ ઘીમાં પકાવીને દરરોજ 10-15 ગ્રામ સેવન કરો. આ એસિડિટી સાથે જ જૂનો કફ, પિત્તના રોગ અને ભૂખ ન લાગવાની સમસ્યાને પણ જડમૂળથી દૂર કરે છે.

6. તજ : આ એક એવો ચમત્કારી મસાલો છે જેમાં ઘણા ઔષધીય ગુણો છે. તેમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો છે જે ઘણા પ્રકારના સંક્રમણથી બચાવવમાં મદદ કરે છે. તેમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા એન્ટી-ઓક્સીડેન્ટ જેવા કે પોલીફેનોલ્સ અને પ્રોએન્થોસાયનિડીન્સ મળી આવે છે.

કેટલીક આયુર્વેદિક સંસ્થાઓ અનુસાર તજનો ઉપયોગ દાંત અને માથાનો દુખાવો, ચામડીના રોગો, પાચનતંત્રની વિકૃતિઓ, પીરિયડ્સની સમસ્યાઓ માટેના ઉપચાર તરીકે કરી શકાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરાયેલ હર્બલ ઉકાળોમાં મુખ્ય સામગ્રી તરીકે તજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

તજની ચા ફાયદાકારક છે પરંતુ તેના સેવનથી માથાનો દુખાવો થઈ શકે છે અને ગર્ભવતી મહિલાઓએ તેનો ઉપયોગ ના કરવો જોઈએ. તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો.

7. લવિંગ : તેમાં ખુબ જ વધારે માત્રામાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે સારી રોગપ્રતિકારક શક્તિ બનાવે છે. તે ઉધરસને દૂર કરવામાં મદદ કરે છે અને ગળામાં દુખાવો થતો હોય તે પણ ઘટાડે છે. તમે તેને ગરમ પાણી સાથે અથવા ચામાં ઉમેરીને સેવન કરી શકો છો.

3-4 લવિંગ લઈને આગ પર શેકીને બારીક પીસી લો. તે પાવડરમાં મધ ભેળવીને ચાટવાથી ઉધરસમાં આરામ મળે છે. 1 ગ્રામ લવિંગ અને 3 ગ્રામ હરડે પાવડર ભેળવીને ઉકાળો બનાવો, ત્યારબાદ તેમાં થોડું સેંધા મીઠું પીવાથી અપચોની સમસ્યા દૂર થાય છે.

મહામારીના સમયમાં સાથ આપ્યો : કોરોના સામેની લડાઈ લડવામાં રસોડાનું યોગદાન ખુબ જ વધારે હતું. આયુર્વેદ અનુસાર રસોડામાં હાજર મસાલાનો ઉપયોગ કરીને લોકોએ તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી અને રસોડાનાં મસાલાનો ઉપયોગ કરીને ઘણાં બધાં આરોગ્યપ્રદ ઉકાળો પણ બનાવવામાં આવ્યો હતો.

ખાસ નોંધ : કોઈપણ સમસ્યાની સ્વ-સારવાર કરશો નહીં તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લો. તમને આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા