દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટા થઈને આત્મનિર્ભર અને જવાબદાર વ્યક્તિ બને. જો કે તેમને આત્મનિર્ભર બનાવવા માટે તમારે બાળપણથી જ તેનો પાયો નાખવો પડશે. પેલી કહેવત છે ને કે બાળકોને ઉછેરવું એ બાળકોની રમત નથી. તેના માટે ઘણી ધીરજ, મહેનત અને સમજની જરૂર પડે છે.
બાળકમાં મોટા થયા પછી એ જ આદતો જોવા મળે છે જે તમે બાળપણમાં કેળવી હોય. એટલા માટે એ મહત્વનું છે કે તમે તેમને બાળપણથી જ આત્મનિર્ભર બનવાનું શીખવાડો. જો કે આ માટે તમારે બહુ મહેનત કરવાની જરૂર પડતી નથી. તમે થોડા નાના કામ કરીને પણ આ કરી શકો છો.
આ માટે શરૂઆતમાં તમે બાળકોને કેટલાક ઘરના નાના કામ કરવા માટે કહી શકો છો. અહીં ઘરના નાના કામનો અર્થ એ નથી કે તમે તેમને કચરા પોતું કરાવો અથવા વાસણો ધોવા માટે કહો.
કેટલાક ખૂબ જ નાના કામો કરવાથી બાળકમાં કામ કરવાની જવાબદારીની ભાવના જન્મે છે. શરૂઆતમાં તેઓને થોડો કંટાળો લાગશે અથવા તેઓ તે કામ ટાળવાનો પ્રયાસ પણ કરશે, પરંતુ ધીમે ધીમે તેઓ આત્મનિર્ભર બનવાના રસ્તા પર આગળ વધશે.
એટલું જ નહીં, જ્યારે તે ઘરના નાના-નાના કામો કરતા થશે તેમ તેનામાં બીજા ઘણા ગુણો પણ આવશે. ઉદાહરણ તરીકે તે વ્યવસ્થિત રહેવાનું પસંદ કરશે અને તમારા વગર પોતાને સંભાળવાનું શીખશે. તો આજે અમે તમને એવા જ કેટલાક નાના-નાના કામો વિશે જણાવીશું જે તમે બાળકોને કરવા માટે કહી શકો છો.
પથારી તૈયાર કરો : જ્યારે પણ તમે સુવા માટે પથારી કરો ત્યારે બાળકને પોતાની પથારી જાતે બનાવવાનું કહો અને સવારે ઉઠ્યા પછી પણ તેને પથારીને ત્યાંથી લઈને કબાટ કે અલમારી મુકવા માટે કહો. આ રીતે તે તેના રૂમને વધારે સ્વચ્છ અને ગોઠવતા શીખશે.
રસોડામાં રાખો પ્લેટ : ક્યારેય બાળકને ટેબલ અથવા પલંગ પર જમવાનું ના આપો, તેના બદલે તેને ટેબલ સેટ કરવા અને તમને જમવાનું પીરસવા માટે મદદ કરવાનું કહો. આ સિવાય જમ્યા પછી પ્લેટને સિંકમાં મૂકવા માટે કહો. આ રીતે તેમને પોતાનું કામ જાતે કરવાની આદત પડશે અને દરેક નાની વાત માટે તમારા પર નિર્ભર રહેશે નહીં.
જમવા માટેનું ટેબલ સાફ કરાવો : જો જમતી વખતે બાળકથી ભૂલથી ખોરાક પડી જાય છે તો તેને કપડું આપો અને તેને સાફ કરવા કહો. આનાથી તેને ખ્યાલ આવશે કે તે પોતાનો ખોરાક કેટલી સારી રીતે ખાવો જોઈએ અને તે ધીમે ધીમે તે સારું ખાવાનું શીખી જશે.
તેના રમકડાં ગોઠવવાનું કહો : જો બાળક તેના રમકડાં રમતું હોય તો પછી રમ્યા પછી તેને ગોઠવવાનું કહો. આ રીતે તે સફાઈનું મહત્વ સમજશે. આ રીતે મોટા થઈને તે ઓર્ગેનાઈઝ જીવન જીવવાનું પસંદ કરશે. જો કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે રમકડાં તેની જગ્યાએ મુકવાનું કામ તેના માટે મુશ્કેલ ના હોવું જોઈએ. આ માટે તમે રૂમમાં રમકડાની ટોપલી અથવા બોક્સ પણ રાખી શકો છો.
વધારે ઓર્ગનાઈઝડ : જો તમે ઈચ્છો છો કે બાળક મોટું થઈને વધુ વ્યવસ્થિત બને તો આ માટે તમારે તેને તેનું સ્ટડી ટેબલ, પુસ્તકો અને સ્ટેશનરી વગેરે ગોઠવવા માટે પ્રેરિત કરવું જોઈએ. શરૂઆતમાં બાળકો આ કામ કરવા માટે ખચકાટ અનુભવે છે પરંતુ તે સમયે ક્યારેય ગુસ્સે થશો નહીં કે તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરશો નહીં.
આ સિવાય કામ કરવા માટે તેમને લાંચ આપશો નહીં, જો કે પછી તમે તેમને પુરસ્કાર સ્વરૂપે આપી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય અને આવા જ બીજા સમાન લેખો ઘરે બેઠા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.