child development in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમારું બાળક દરરોજ જાણી જોઈને મોડા ઉઠે છે ? શું તમારું બાળક બીમાર પડવાનું બહાનું બનાવે છે અને શાળાએ ન જવું તે માટે બહાના બનાવે છે ? તે પોતાનો સ્કૂલ ડ્રેસ છુપાવે છે? જો તમારું બાળક પણ આવી હરકતો કરતુ હોય તો તમે કેટલીક ટિપ્સ અપનાવી શકો છો.

બાળકને સ્કૂલ જવું પસંદ નથી અને બહાના બનાવે છે તો તેમને ઠપકો આપીને શાળાએ મોકલવાને બદલે તમારે કેટલીક એવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેથી બાળક ખુશીથી અને હસતા હસતા શાળાએ જાય.

જો તમે પણ મૂંઝવણમાં છો કે બાળકને એવું શું કરી શકાય જેથી કરીને તે શાળા તરફ આપમેળે જાય, તો આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા બાળકને શાળાએ જવા માટે ઉત્સાહિત કરી શકો છો.

જાણો કારણ : જો બાળક સતત શાળાએ જવાની ના પાડતું હોય તો તેના પર ગુસ્સો કરવાને કે મારવાને બદલે, તેના ના પાડવાના પાછળના કારણો શું છે તે જાણવાનો પ્રયાસ કરો. વાસ્તવમાં ઘણા બાળકો એવા હોય છે જે જેમનું શાળાથી દૂર રહેવાના ઘણા કારણો હોઈ શકે છે.

નાના બાળકો થોડા સમય માટે પણ તેમના માતાપિતાથી દૂર રહેવા નથી માંગતા હોતા, ત્યારે કેટલાક બાળકોને શાળામાં પ્રેશર વગેરેની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલાક બાળકો અભ્યાસમાં બીજા બાળકો કરતા સારા નથી હોતા તેથી તે શાળાએ જવાનું ટાળે છે. તમે પહેલા કારણ જાણો અને પછી જ તેનો ઉપાય કરો.

બાળક સાથે શાંતિથી વાત કરો : જ્યારે તમે બાળકના શાળાએ ન જવાનું કારણ ખબર પડી જાય ત્યારે તેની સાથે પ્રેમથી વાત કરીને તેનામાં આત્મવિશ્વાસ જગાડો. તમે કહો કે પરિસ્થિતિ થોડી મુશ્કેલ છે, પરંતુ તમે તેની સાથે છો. તેનાથી તેના મનમાં આત્મવિશ્વાસ જાગશે. આ સિવાય, જો બાળક શાળામાં બીજા બાળકોની ગુંડાગીરી વગેરેનો સામનો કરી રહ્યું હોય તો તેના વિશે શિક્ષકો સાથે વાત કરો.

શિક્ષકોના સંપર્કમાં રહો : બાળક સાથે વાત કરવાની સાથે શિક્ષકોના સંપર્કમાં રહો. આ તમને શાળામાં બાળકના વર્તન પર નજર રાખવામાં ઘણી મદદ કરશે. જ્યારે તમે આ વિશે શિક્ષક સાથે વાત કરશો તો શિક્ષક પણ બાળક પર વધુ ધ્યાન આપશે અને જો બાળકને કોઈપણ પ્રકારની સમસ્યા હશે તો તેને તરત સુધારી શકાય છે.

જ્યારે તમે ઘરે હોવ : જ્યારે પણ બાળક શાળાએથી પાછું આવે ત્યારે તેને શાળામાં આજે કઈ પ્રવૃત્તિ કરી તે વિશે પૂછો. જ્યારે એકવાર બાળક તમારી સાથે વાત કરવાનું શરૂ કરશે ત્યારે તે તેની સમસ્યાઓ પણ તમારી સાથે શેર કરશે અને તમે તે સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવી શકશો.

હોમવર્કમાં મદદ કરો : બાળકના અભ્યાસમાં હોશિયાર બને તે માટે તમારે તેને હોમવર્કમાં મદદ કરવાની સાથે, તે દિવસે વર્ગમાં શું ભણાવ્યું તેને પણ યાદ કરાવવું જોઈએ. આનાથી બાળક વર્ગમાં અપ ટુ ડેટ રહેશે અને જ્યારે તેને બધું જ આવડશે ત્યારે તે જાતે જ શાળાએ જવા માટે પ્રેરિત થશે.

તો હવે તમે પણ તમારું બાળક શાળાએ જવામાં આનાકાની કરે છે તો આ ટિપ્સ અપનાવી શકો છો. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી મદદરૂપ થશે. આવી જ જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા