ઉનાળાની ઋતુમાં બજારમાં ઘણા ફળો જોવા મળે છે અને આ ફળોને તમારા આહારમાં સામેલ કરવા સિવાય તમે તેનો ઉપયોગ તમારી સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આવા ઘણા ફળ છે જેને ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમકમાં વધારો થાય છે.
આવા ફળોમાંનું એક છે ચીકુ, આ એક એવું ફળ છે જેના ફેસ માસ્ક ચહેરાના રંગને સુંદર બનાવવાની સાથે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે અને ચહેરાને ઊંડાઈથી સાફ કરે છે. તમે ચીકુમાં, ઘરે સરળતાથી મળી રહેતી કેટલીક વસ્તુઓને મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો અને ત્વચાને સુધારી શકો છો. તો આવો જાણીએ ત્વચા માટે ચીકુના શું ફાયદા છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
ચીકુ ના ફાયદા : ચીકુ એક મીઠું અને સ્વાદિષ્ટ ફળ છે જેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આ ફળ ખાવામાં નરમ હોય છે અને બટાકા જેવું દેખાય છે. તે વધારે પલ્પવાળું અને સરળતાથી પછી જાય એવું ફળ છે. આ મધુર ફળ તમારા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ સારું છે.
તે તમારા શરીરને વધુ ઉર્જા આપે છે કારણ કે તેમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોય છે અને તે વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. એવું માનવામાં આવે છે કે જો તમારું શરીર ઊર્જાવાન અને સ્વસ્થ રહેશે તો તમારી ત્વચા પણ ઊર્જાવાન અને સ્વસ્થ રહેશે.
ચીકુમાં એવા ગુણધર્મો છે જે તમારી ત્વચા માટે સારા છે, તો ચાલો જાણીયે કે તમે તમારી ત્વચા પર ચીકુનો ફેસ પેક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકો છો. ત્વચા માટે ચીકુના ફાયદા : ચીકુ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી ખીલ અને બ્લેકહેડ્સ મટે છે.
ત્વચાની કોમળતા અને ચમક જાળવી રાખવા માટે ચીકુ મહત્વની ભૂમિકા ભજવે છે. ચીકુમાં હાજર વિટામિન E ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.વૃદ્ધત્વ વિરોધી એજન્ટો ચહેરા પર અકાળે પડતી કરચલીઓ અટકાવે છે.
આમાંથી તૈયાર કરવામાં આવેલ ફેસ માસ્ક ચહેરાના ટેન ની સમસ્યાને ઓછી કરે છે. જો તમારો ચહેરો નિર્જીવ થઈ ગયો હોય અને ચહેરા પર ચમક ના દેખાતી હોય તો તમે ચીકુ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે બનાવીને તેનો ઉપયોગ કરવો.
ચીકુ ફેસ પેક : દૂધ બે મોટી ચમચી, ચીકુ બે અને મધ 1 મોટી ચમચી. હવે બનાવવાની રીત જાણીશું. તો પહેલા ચીકુને સારી રીતે મેશ કરીને તેમાં દૂધ અને મધ ઉમેરો. બધી સામગ્રીને બરાબર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને 15 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. પછી 15-20 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરો. આ ફેસ પેક તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરશે.
ચીકુ ફેસ સ્ક્રબ સામગ્રી : છૂંદેલા ચીકુ 1 મોટી ચમચી, મધ 1 ચમચી અને ખાંડ 1 ચમચી. હવે ફેસ સ્ક્રબ બનાવવા માટે, એક બાઉલમાં ચીકુ, મધ અને ખાંડ નાખો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો અને ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરો.
સ્ક્રબ કર્યા પછી તેને 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી ચહેરાને પાણીથી સારી રીતે ધોઈ લો. જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો તમે અઠવાડિયામાં એકવાર ચહેરા પર આ ફેસ પેક જરૂર લગાવો.
ચીકુમાં વિટામિન-ઈ ભરપૂર માત્રામાં હોવાથી તેને ત્વચા પર લગાવવાથી ગ્લો આવવાની સાથે ત્વચાનો રંગ પણ સુધરે છે, વિટામિન-ઈની હાજરીને કારણે ત્વચા ઊંડાઈથી નમીયુક્ત થઇ જાય છે. તેથી, તમે ચીકુમાંથી બનાવેલ ફેસ પેક અથવા ફેસ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નાનો ટેસ્ટ જરૂર કરો, કારણ કે દરેક ની ત્વચા અલગ અલગ હોય છે.
જો તમને આ ફેસપેક અને સકરબની માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.