અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચાટનું નામ પડતાં જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે, કારણકે ચાટ ખાવાની મજાજ કંઈક જુદી હોય છે, આમ તો તમે ચાટ ગણી જગ્યા એ જુદી જુદી ખાધી હશે પણ શુ તમે જાતે ઘરે ક્યારેય બનાવી છે જો ના, તો આજે શીખી લો કેવી રીતે ઘરે સરળ રીતે બનાવી શકાય છે.

સામગ્રી

 • ૨ સમોસા લેવા
 • ૨ ડુંગળી સમારેલી
 • ૧/૨ ચમચી સમારેલ લીલા મરચા લેવા
 • ૧ ચમચી લાલ મરચું પાવડર
 • ૧ ચમચી સંચળ લેવું
 • ૧ ચમચી ચાટ મસાલો
 • ૧ ચમચી ધાણા-જીરું પાવડર
 • ૧ ચમચી આંબલી લેવી
 • ૨ ચમચી દહીં લેવું
 • ૧ ટામેટું લેવું
 • ૧/૨ કપ સૂકા વટાણા
 • ૧ ચમચી હળદર પાવડર
 • તળવા માટે તેલ લેવું
 • મીઠું સ્વાદ અનુસાર

Chhat Recipe

બનાવાની રીત

સૌ  પ્રથમ વટાણા રાત્રે પાણીમાં પલાળીને રાખવા.બીજા દિવસે સવારે પ્રેશર કૂકરમાં વટાણામાં હળદર પાવડર અને ટામેટું નાખી બાફી લેવા. ત્યારબાદ તવા પર તેલ ગરમ કરી ડુંગળીને એક મિનિટ સુધી શેકિલેવિ .હવે સમોસાના ચાર ટુકડા કરી ડુંગળીમાં મિક્સ કરો. લીલા મરચા, લાલ મરચું અને ધાણા પાવડર નાખી તેને શેકો .હવે એક  બાઉલ છોલે મિક્સ કરી પાણી સૂકાય ત્યાં સુધી તેને શેકતા રહો . આંબલી, કોથમીર અને અડધો કપ પાણી મિક્સ કરો. ચાટને પ્લેટ પર ફેલાવી તેની પર દહીં, કોથમીર,ચાર મસાલો અને સંચળ નાખો. સેવ વડે ગાર્નિશ કરી તેને સર્વ કરિ લો .

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે Facebook Page ને LIKE કરો 👉👉 રસોઇ ની દુનિયા

rasoi ni duniya

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા