chemical hair colouring side effects
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં હેર કલર કરવું એ કંઈ નવું નથી. પ્રાચીન સમયમાં સફેદ વાળને રંગ અને ચમક આપવા માટે મેંદી, ઈન્ડિગો અને અખરોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજના સમયમાં વાળને કલર કરાવવી એક ફેશન બની ગઈ છે.

ક્યારેક સ્ટાઇલ માટે તો ક્યારેક ઉંમર છુપાવવા માટે વાળમાં કલર કરવાની ફેશન ટ્રેન્ડમાં છે. ઘણા લોકો વાળમાં બે કે તેથી વધુ કલર પણ કરાવે છે. અત્યારના સમયમાં બજારમાં “ગોલ્ડન, રેઝ, ડાર્ક બ્રાઉન, પર્પલ અને બીજા ઘણા બધા રંગોના વાળ માટે ચોક પણ મળે છે જે તમે તમારા ડ્રેસ સાથે મેચ કરી શકો છો અને તમે પાર્ટીમાં સ્ટાઇલિશ દેખાઈ શકો છો.

પરંતુ આ સાથે આજની મહિલાઓ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે, જેનાથી બચવા માટે તેઓ વિવિધ પ્રકારના પ્રયોગો જેવા કે વાળ ઉગાડવા માટે અને વાળને ખરતા અટકાવવા માટે જુદી જુદી ક્રીમ, લોશન વગેરેનો ઉપયોગ કરે છે.

વાળ ખરવાનું કારણ છે હેર કલરીંગ: આપણે ડેન્ડ્રફની સમસ્યા માટે હવામાન અને આહારને જવાબદાર ઠેરવીએ છીએ, પરંતુ તેનું એક કારણ હેર કલરિંગ પણ છે. એટલે કે મોટાભાગના કેમિકલ વાળના રંગો લોશન વાળ અને ત્વચા માટે હાનિકારક છે.

કેમિકલનો થોડો ઉપયોગ કર્યા પછી પણ કેમિકલ માથામાં રહેલા થોડા કાળા વાળને પણ ધીમે ધીમે નુકસાન કરીને વાળને સફેદ કરી દે છે. ઘણા લોકોને કાળા વાળનો કલર બદલાઈને વાળ ભૂરા પણ થઇ જતા હોય છે. વાળનો નેચરલ કલર દૂર થાય: કેમિકલથી બનેલા હેર કલરનો ઉપયોગ કરવાથી વાળનો કુદરતી રંગ ગાયબ થઈ જાય છે અને વાળની ​​શુષ્કતા પણ વધે છે.

આ સાથે જ કેમિકલ વાળના રંગને કારણે ત્વચા, લોહીમાં ચેપ, ખંજવાળ, વાળ તૂટવા, ખરવા, એલર્જીનો પણ ભય રહે છે. કેમિકલયુક્ત હેર કલર વાળને થોડા દિવસો માટે હંમેશા કાળા રાખે છે, પરંતુ વાળ અને ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે.

આ માટે કુદરતી હેર કલરનો ઉપયોગ કરો: આપણે સારા દેખાવા માટે શ્રેષ્ઠ પસંદ કરીએ છીએ, પરંતુ તેના કારણે થતા નુકસાનને આપણે ઘણીવાર અવગણીએ છીએ. વાળની ​​સંભાળ ખૂબ જ જરૂરી છે, પરંતુ આ માટે માત્ર ક્રિમ કે રાસાયણિક ઘટકો ધરાવતી પ્રોડક્ટનો જ ઉપયોગ કરવામાં આવે તે જરૂરી નથી.

અત્યારે બજારમાં એમોનિયા ફ્રી અથવા નેચરલ હેર કલર પણ ઉપલબ્ધ છે, જે હેર કલરિંગમાં મદદરૂપ થાય છે અને વાળને કોઈપણ રીતે નુકસાન કરતા નથી. માટે કુદરતી હેર કલર અપનાવવાથી વાળની ​​તંદુરસ્તી સાથે વિવિધ શારીરિક અને માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં કારગર સાબિત થાય છે.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા