રવિવારના રાજાના દિવસે હંમેશા કંઈક સારું ખાવાનું મન હોય છે. પરંતુ આનો અર્થ એ નથી કે આ માટે સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરવા જોઈએ. મોટાભાગના લોકો સારા ખોરાકની શોધમાં તળેલો ખોરાક ખાય છે, જેના કારણે તેમનું શરીર બગડે છે.
જો તમે હંમેશા કંઈક સારું ખાવા માંગતા હોય તો તમારી પાસે ઘણી હેલ્દી વાનગીઓ પણ છે. ઉદાહરણ તરીકે, વીકએન્ડમાં ઇડલી બનાવી શકાય છે અને એમાં સંભાર અને ચટણી સાથે ઈડલીનો સ્વાદ જબરજસ્ત છે. જ્યારે ઇડલી સ્ટીમ કરીને બનાવવામાં આવે છે તેથી તે ચોક્કસપણે સારો વિકલ્પ છે.
સામાન્ય રીતે ઈડલીને સોજી અથવા ચોખાની મદદથી બનાવવામાં આવે છે. પણ ઇડલી બનાવવાની આ એક જ રીત નથી. જો તમે દર વખતે એક જ પ્રકારની ઇડલી ખાઈને કંટાળી ગયા હોય અને હવે અલગ રીતે બનાવીને ખાવા માંગો છો, તો તમે તેને પાલકથી અને બ્રાઉન રાઇસ વગેરેની મદદથી બનાવી શકો છો.
આ સામગ્રી તમારી ઇડલીને વધારે હેલ્દી બનાવે છે. તો આજે આ લેખમાં અમે તમને વિવિધ પ્રકારની ઇડલી બનાવવાની રેસીપી વિશે લઈને આવ્યા છીએ, જે તમને ચોક્કસ ગમશે.
પાલક ઇડલી : પાલકની ઇડલી ખૂબ જ લાઈટ અને હેલ્દી હોય છે અને સવારના નાસ્તાથી લઈને સાંજના નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. તેને બનાવવી પણ એકદમ સરળ છે.
પાલક ઇડલીની સામગ્રી : 2 કપ ઇડલી ડોસા બેટર, 2-3 કપ પાલક, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચપટી ગરમ મસાલો પાવડર, તેલ, 5-6 કાજુ
પાલક ઇડલી બનાવવાની રીત : હેલ્ધી પાલક ઈડલી બનાવવા માટે સૌથી પહેલા પાલકને બરાબર કાપી લો અને તેને સારી રીતે ધોઈ લો. હવે, તેને 3 મિનિટ માટે ગરમ પાણીમાં રાખો. ઠંડુ થયા બાદ મિક્સર અથવા બ્લેન્ડરની મદદથી એક પ્યુરી બનાવો. હવે એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં ઇડલીનું બેટર નાખો અને બાઉલમાં પાલકની પ્યુરી પણ નાખો. પછી, તમે તેમાં મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
હવે ઈડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લો. તે જ સમયે સ્ટીમરમાં થોડું પાણી ઉમેરો અને તેને ગરમ થવા દો. હવે ઇડલીના મોલ્ડમાં એક ચમચી બેટર રેડો અને બેટરની ઉપર કાજુનો ટુકડો મૂકો. હવે 10 થી 12 મિનિટ સુધી અથવા ઇડલીઓ રાંધવામાં આવે ત્યાં સુધી સ્ટીમ કરો. વચ્ચે વચ્ચે તેને છરીની મદદથી ચેક કરો, તમારી હેલ્ધી પાલક ઇડલી તૈયાર છે.
બ્રાઉન રાઇસ ઈડલી : આ ઇડલી બનાવવા માટે દરોજ ઉપયોગમાં લેતા ચોખાને બદલે બ્રાઉન રાઇસનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. સાથે પ્રમાણમાં વધારે હેલ્દી હોય છે.
બ્રાઉન રાઇસ ઇડલી બનાવવા સામગ્રી : બ્રાઉન રાઈસ 2.5 કપ, અડદની દાળ 1/2 કપ, પૌઆ 1/4 કપ, મેથીના દાણા 1/2 ચમચી, મીઠું અને પાણી જરૂર મુજબ
બ્રાઉન રાઇસ ઇડલી બનાવવાની રીત : સૌથી પહેલા, બ્રાઉન રાઇસને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લો. હવે ચોખા, અડદની દાળ, મેથીના દાણા, પોહાને બધાને 5 કલાક માટે પલાળી રાખો. હવે પાણી નીતાળી લો અને ગ્રાઇન્ડરમાં મીઠું અને પાણી ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરી લો.
ધ્યાન રાખો કે તમે તેમાં એક જ સાથે વધારે પાણી ના ઉમેરો. નહિંતર બેટરની કન્સીસ્ટન્સી બગડી શકે છે. હવે બેટર્નને નીકાળીને તેને 7 થી 8 કલાક અથવા આખી રાત માટે રાખો જેથી ખમીર વધી શકે. બીજા દિવસે બેટરને વધુ એક વખત સારી રીતે મિક્સ કરો.
હવે સ્ટીમરમાં પાણી ઉમેરો અને તેને ઉકળવા દો. તે જ સમયે, ઇડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરો અને પછી તેમાં તૈયાર કરેલું બેટર રેડો.
હવે તેને પકવવા દો. તે રાંધવામાં લગભગ 15 થી 20 મિનિટનો સમય લેશે. પછી તેને ગરમાગરમ ચટણી અને સાંભાર સાથે સર્વ કરો. જો તમને આ રેસિપી ગમી હોય તો તમારા પોતાના પેજ રસોઈનીદુનિયા સાથે બીજા આવા લેખો વાંચવા માટે જોડાયેલા રહો.