શું તમે પણ ઘરે બ્રેડ પકોડા બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને બ્રેડ પકોડા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
બટાકા સ્ટફિંગ માટે
- 500 ગ્રામ બટાકા
- 1 ચમચી રાઈ
- 10-12 મીઠા લીમડાના પત્તા
- ¼ ચમચી હીંગ
- 1.5-2 ચમચી લીલા મરચા-આદુ પેસ્ટ
- 1 લીંબુનો રસ
- ½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી ખાંડ
- મીઠું
- કોથમીર
બેટર માટે
- 2 કપ ચણાનો લોટ
- ½ ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- મીઠું
- પાણી
પકોડા બનાવવા માટે
- બ્રેડ
- લીલી ચટણી
- ચાટ મસાલો
- તેલ
બ્રેડ પકોડા બનાવવાની રીત
- સૌથી પહેલા બટાકાને પ્રેશર કૂકરમાં બાફી લો. આ બાફેલા બટાકાની છાલ કાઢીને મેશ કરો.
- કઢાઈમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પત્તા, લીલા મરચા-આદુની પેસ્ટ નાખીને થોડી વાર સાંતળો.
- હળદર પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાફેલા અને છૂંદેલા બટેટા ઉમેરો અને બટાકાને મસાલામાં સારી રીતે મિક્સ કરો. ગેસ મીડીયમ રાખીને 2 મિનિટ પકાવો.
- હવે ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગને 3 મિનિટ સુધી ચડવા દો. હવે ઉપરથી થોડી કોથમીર ઉમેરીને મિક્સ કરીને ગેસ બંધ કરી દો. તૈયાર સ્ટફિંગને ઠંડુ થવા દો.
- હવે બેટર બનાવવા માટે ચણાનો લોટ લો અને તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરો. પાણી ઉમેરો અને પકોડા માટે બેટર તૈયાર કરો.
- હવે બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવો. એક બ્રેડ સ્લાઈસ પર થોડું સ્ટફિંગ મૂકો અને તેને સરખી રીતે ફેલાવો. તેની ઉપર બીજી બ્રેડ મૂકી સેન્ડવીચ તૈયાર કરો. સેન્ડવીચને 2 ટુકડાઓમાં કાપો.
- પકોડા તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરો. બ્રેડના ટુકડાને બેટરમાં ડુબાડીને તેને કઢાઈમાં નાખીને તળી લો.
- બંને બાજુથી સારી રીતે તળાઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો અને તેના પર થોડો ચાટ મસાલો છાંટો. તમારા બ્રેડ પકોડા તૈયાર છે.
જો તમને અમારી બ્રેડ પકોડા બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.