Bread Chaat
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ભારતનો સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એતટલે ભેલપુરી છે તે બ્રેડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જે ઘરે આપણે સરળતાથી બનાવિ શકિયે છિયે. બિજિ રેસિપિ કરતા આ રેસીપી તળેલું અને અનિચ્છનીય ખોરાક ખાવા કરતાં ઘણી સારી છે. તેમાં સ્વાદોને વધારવા માટે શાકભાજી અને પફ્ડ ચોખા સહિતના તમામ પોષક તત્વો હોય છે. તે એક વિચિત્ર નાસ્તા છે જે કિટ્ટી પાર્ટી, જન્મદિવસ, અથવા કોઈપણ અન્ય આનંદ પ્રસંગ. દરેકને ચોક્કસ આ ભેલ પુરી રેસીપી ગમશે. અહીં રેસિપિ છે કે જેને તમે તમારા ઘરે સ્ટ્રીટ-સ્ટાઇલ બ્રેડ ભેલ ચાટ તૈયાર કરવા માટે અનુસરી શકો છો.

સામગ્રી

  • ૩ બ્રેડ લેવી
  • ૧ વાટકી ટમેટા લેવા
  • ૧ વાટકી ડુંગળી લેવી
  • ૧-૨ લીલું મરચું  લેવું
  • ૨ વાટકી મમરા (વઘારેલા કે વઘારેલા વગરના)
  • ૨ વાટકી કોઈ પણ ચવાણું  લેવું
  • ૧ વાટકી સેવ લેવી
  • ૧ વાટકી આમલીની ચટણી
  • કોથમીર
  • દાડમના દાણા લેવા
  • મીઠું દહીં લેવું
  • લાલ મરચું લેવું
  • મીઠું લેવું

bread chaat

ભેલ બનાવવાની રીતસૌ પ્રથમ તવા પર બ્રેડ ઘી અથવા તેલ મૂકીને શેકી લો. પછી તેના નાના ટુકડા કરી એક મોટા બાઉલમાં લઈ લો . હવે તેમાં મમરા, ચવાણું, સેવ, લાલ મરચું, મીઠું, ટમેટા, ડુંગળી, લીલું મરચું, દાડમ, કોથમીર અને આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્ષ કરિ લો . હવે એક પ્લેટમાં લઇ તેના પર દહીં, સેવ, ડુંગળી અને કોથમીર વડે ગાર્નીશ કરીલો . હવે તમે જોઇ શકો છો તૈયાર છે ચટપટી બ્રેડ ભેળ-ચાટ.

નોંધ: જો તમારે ચવાણામાં શીંગ ઓછા હોય તો અલગથી મસાલા શીંગ કે તળેલા શીંગ ઉમેરી શકો છો . અહી મેં રેડીમેડ ફરાળી ચેવડો લીધો છે. ઘરમાં જે કંઈ નમકીન હોય તે ઉમેરી શકો છો, અને જો લીલી ચટણી ઘરમાં હાજર હોય તો તે ઉમેરી શકો. અહી લેફ્ટઓવર આમલીની ચટણી અને બ્રેડ છે.