બ્રેઈન ટ્યુમરની નિશાનીઃ જો તમને તમારી આંખોથી જોવામાં તકલીફ થવા લાગે છે, શરીરમાં કંપ આવવા લાગે છે, તો આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. આ બધા મગજની ગાંઠના લક્ષણો હોઈ શકે છે.
જો તમને વારંવાર ચક્કર આવે છે અથવા દરેક સમયે માથાનો દુખાવો રહે છે અને કોઈ પણ કામ કરતા હાથ-પગ ધ્રૂજતા હોય તો આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં કારણ કે આ લક્ષણો મગજમાં બ્રેઈન ટ્યુમરના સંકેત હોઈ શકે છે.
જ્યારે માથામાં ગાંઠ બનાવની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી. પરંતુ જેમ જેમ તે મોટું થવા લાગે છે તેમ તેમ તેના લક્ષણો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તમે તે લક્ષણોને સમયસર ઓળખો અને તરત જ તેની સારવાર શરુ કરાવો.
જો તમે સમયસર તેનો ઈલાજ નથી કરાવતા તો મૃત્યુનું જોખમ અનેકગણું વધી જાય છે. તો આવો જાણીએ બ્રેઈન ટ્યુમરના ખાસ લક્ષણો શું છે અને તેને થવાનો કારણો અને તેનો ઈલાજ વિશે.
મગજની ગાંઠના લક્ષણો : બોલવામાં તકલીફ થવી, આંખોની દ્રષ્ટિ કમજોર લાગવી, શરીરનું સંતુલન જાળવવામાં મુશ્કેલી, સતત ઉબકા કે ઉલ્ટી જેવું લાગવું, શરીરમાં સ્નાયુઓનું સંકોચન, સતત માથાનો દુખાવો, હંમેશા થાક લાગવો, હાથ પગમાં સનસન, વસ્તુઓ ભૂલી જવી.
મગજની ગાંઠને કારણે : ડોક્ટરોના કહેવા પ્રમાણે બ્રેઈન ટ્યુમર કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. વાસ્તવમાં તે માથાની અંદર થતી એક ગાંઠ છે, જે ધીમે ધીમે વધતી જાય છે. ઘણી વખત આ ગાંઠ પડી જવાથી થતી હોય છે અને કેટલીકવાર આનુવંશિક કારણોસર પણ ગાંઠ બની જાય છે.
જે લોકો રેડિયેશનના વધુ સંપર્કમાં આવે છે તેઓને પણ મગજમાં ગાંઠ થવાનું જોખમ હોય છે. ખાસ કરીને આયોનીઝિંગ રેડિયેશનના સંપર્કમાં આવનાળા લોકોને આ ખતરો નોંધપાત્ર રીતે વધે છે.
માત્ર સર્જરી જ છે તેનો ઈલાજ : મેડિકલ એક્સપર્ટ્સ મુજબ બ્રેઈન ટ્યૂમર બન્યા બાદ તે ફેલાવાનું શરુ કરે છે. તેના ફેલાવાની ઝડપ દરેક દર્દીમાં અલગ અલગ હોય છે. કેટલાકમાં તે થોડા અઠવાડિયામાં ફેલાય જાય છે અને કેટલાક લોકોમાં તે મહિનાઓ પણ લાગી જાય છે.
જ્યારે ગાંઠ ફેલાય છે ત્યારે તે શરીરને મગજ સાથે જોડતી તંત્રિકાઓને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે, જેના કારણે શરીરના અંગો નકામા થવા લાગે છે. આ રોગનો એકમાત્ર ઈલાજ સર્જરી છે.
જો બ્રેઈન ટ્યુમરની સારવાર સમયસર ન કરવામાં આવે તો દર્દીના મૃત્યુનું થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી સાથે સ્વાસ્થ્ય સબંધિત માહિતી મેળવવા માટે જોડાયેલા રહો